સિલેક્ટ થવાથી નિમણુંકનો ’હક્ક’ બની જતો નથી

૨૦૧૩માં કોન્સ્ટેબલની પરીક્ષા મુદ્દે ઉમેદવારોએ દાખલ કરેલી અરજીમાં કોર્ટનો સ્પષ્ટ આદેશ

ઘણીવાર એવું બનતું હોય છે કે, સરકારી ભરતીઓમાં ઉમેદવારો સિલેક્ટ થઈ જતા હોય છે પરંતુ ત્યારબાદ તેમની નિમણુંક થતી નથી. જેને કારણે દેશમાં અનેકવિધ વિરોધ પણ અગાઉ થઈ ચુક્યા છે. આ મામલામાં સુપ્રીમ કોર્ટે મહત્વનું નિવેદન આપ્યું છે. સુપ્રીમે કહ્યું છે કે, પરીક્ષામાં સિલેક્ટ થઈ જવાનો મતલબ એવી નથી કે ઉમેદવારની નિમણુંક થવાનું નક્કી છે. અમુક સંજોગોમાં સિલેક્ટ થયા બાદ પણ નિમણુંક ન થાય તેવું પણ બની શકે છે.

સુપ્રીમ કોર્ટે પુનરોચ્ચાર કર્યો છે કે પસંદગીની સૂચિમાં ઉમેદવારનો સમાવેશ કરવાથી તેઓને નિમણૂકનો હક બની જતો નથી. ઉમેદવારોએ ૨૦૧૩માં ની બેચની કોન્સ્ટેબલ્સ ની પસંદગી પ્રક્રિયામાં ભાગ લીધો હતો  પરંતુ નિમણુંક નહીં થતા સુપ્રીમમાં અરજી દાખલ કરી હતી. જેના ચુકાદા સ્વરૂપેએ સુપ્રીમે નોંધ્યું છે હતું કે, નિમણુંક અને સિલેક્શન બને બાબતો અલગ છે. દિલ્હી પોલીસમાં ભરતી માટે પ્રથમ પરિણામમાં ઉમેદવારો સફળ હોવાનું જાહેર થયું હતું  પરિણામોને પાછળ સુધારીને ઉમેદવારોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. ઉમેદવારોએ આ મામલે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલનો સહારો લીધો હતી. આ હુકમને દિલ્લી હાઈકોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યો હતો જેમાં નિમણુંક અંગેનો નિર્દેશ કરવામાં આવ્યો છે.

અપીલમાં અદાલતે નોંધ્યું હતું કે ભરતીની સંપૂર્ણ પ્રક્રિયા નબળી પડી હોવાથી નિમણૂકનો ઓર્ડર કરવામાં આવે તે પહેલાં જ નવું સુધારેલુ પરિણામ જાહેર કરાયું હતું. ખંડપીઠે નિરીક્ષણ કર્યું હતું કે, હાઈકોર્ટ દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ પદ માટેના ઉત્તરદાતાઓની નિમણૂક કરવા માટેનું આદેશમાં સ્પષ્ટપણે ભૂલ હોવાનું સામે આવ્યું હતું તેવું કોર્ટે નોંધ્યું હતું.

વાસ્તવિક મુદ્દાની જો વાત કરવામાં આવે તો નિમણુંકના આદેશના પડકારતી અરજી ઉમેદવારો કરવામાં આવી હતી. જેમાં અદાલતે કહ્યું હતું કે પસંદગીની યાદીમાં ઉમેદવારનો સમાવેશ માત્ર તેમને નિમણૂકનો હક અપાવતો નથી. જો કોઈ સમસ્યા સર્જગ અથવા કોઈ ગેરરીટી જાણવા મળે તો હુકમ રદ્દ કરવાની સતા આપવામાં આવેલઈ છે. જે હકીકતની નોંધ લેતા જવાબની ચાવીઓ તૈયાર કરતી વખતે કેટલીક અનિયમિતતાને કારણે પરિણામોને સુધારવું પડ્યું હતું.

અદાલતના આ ચુકાદને આધારે હાલ ચોક્કસ કહી શકાય કે, કોઈ પણ ભરતી પ્રક્રિયામાં પસંદગીની યાદીમાં સમાવેશ થવાનો મલતબ એવો નથી કે ઉમેદવારોનક નિમણુંક કરવી ફરજીયાત છે. અમુક ચોક્કસ મુદ્દાઓ અને તમામ પાસાઓને ધ્યાને રાખીને આદેશ બદલાવી શકાય છે જેને તમામ ઉમેદવારોએ માન્ય રાખવું જરૂરી છે.

Loading...