Abtak Media Google News

ભગવાન મહાવીર દેશના સમિતિ ઉપલક્ષ્યમાં ૧૨ આચાર્યોના સાનિધ્યમાં વિશ્વ મંગલ મૈત્રી અને ક્ષમાપના દિવસ સંપન્ન

ભગવાન મહાવીર દેશના સમિતિ દિલ્હી ઉપલક્ષે જૈન સમાજના ચારેય ફિરકાઓના દિગ્ગજ આચાર્યોના પાવન સાંનિધ્યે વિશ્વ મંગલ મૈત્રી એવમ્ ક્ષમાપના દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું.

લાઈવ પ્રસારણના માધ્યમે આયોજિત આ અવસરે આચાર્ય શિવમુનિજી મ.સા., આચાર્ય પુલકસાગરજી મ.સા., આચાર્ય શ્રુતસાગરજી મ.સા., આચાર્ય પ્રજ્ઞસાગરજી મ.સા., આચાર્ય મહેન્દ્રઋષિજી મ.સા., આચાર્ય દેવનંદીજી મ.સા., વાચનાચાર્ય વિશાલમુનિજી મ.સા., આચાર્ય પ્રણામસાગરજી મ.સા., ઉપાધ્યાય રવિન્દ્રમુનિજી, રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિજી મ.સા., આચાર્ય કુલચંદ્ર સૂરીશ્વરજી મ.સા.,  નયપદ્મસાગરજી મ.સા. તેમજ સ્વસ્તિ ચરૂકિર્તિજી સ્વામીજી ભઠ્ઠારક મૂડદ્રી આદિ સંતો એક મંચ પર એકત્રિત થયાં હતાં.

આ અવસરે રાષ્ટ્રસંતે જણાવ્યુ હતુ કે  જ્યારે પણ આપણે બધાં મળીએ ત્યારે મળવાની સાથે સ્મિત જ ક્ષમાપનાનું આભૂષણ છે અને એકબીજામાં ભળી જઈએ એ જ જૈન એકતાનું પ્રથમ ચરણ છે.

ઉપાધ્યાય  રવિન્દ્રમુનિજી મ.સા.એ ધાર્મિક સંગઠનની પ્રેરણા આપીને કહ્યું હતું કે, જેના અંતરમાં ઉદારતા અને વિશાળતા હોય તે જ ક્ષમાનું આદાન-પ્રદાન કરી શકતાં હોય છે. આપણે મનોભેદને ભૂલીને સમન્વયી આગળ વધવું જોઈએ.

આચાર્ય પ્રણામ સાગરજી મ.સા. જીવ માત્ર સો માત્ર વાતોથી નહીં પરંતુ  ક્ષમાયાચના કરવાની પ્રેરણા આપી હતી. વાચનાચાર્ય  વિશાલમુનિજી મહારાજ સાહેબે ક્ષમા અને વીરતાના સંગમ જેવી ભારતીય સંસ્કૃતિ અને અસ્મિતા પર આક્રમણ કરનારાઓને પાઠ ભણાવનારા ભારતના રક્ષકોને સહયોગ આપવાની પ્રેરણા આપી હતી. આચાર્ય દેવનંદિજી મહારાજ સાહેબે ફરમાવ્યું હતું કે, આપણો ધર્મ પરપીડાનો ધર્મ નથી. પરપીડા દૂર કરવાનો અને બીજાને સુખ આપવાની પ્રેરણા ધર્મ આપી રહ્યા છે

આચાર્ય  કુલચંદ્રજી મ.સા.નો સંદેશ આપતાં  કુલદર્શન મ.સા.  એ કહયું હતું કે, આપણે એક થવાનું છે પરંતુ માત્ર સમારોહ અને આયોજનોથી નહીં પણ દિલથી એક થવાનું છે. વિખરાએલો ઝાડુ પોતે જ એક કચરો હોય છે પરંતુ બાંધેલો ઝાડુ કચરાનો નિકાલ કરી દેતો હોય છે. આપણે એક બનીને જિનશાસનની પ્રગતિ કરીએ. દક્ષિણભારતના બહુબલી તીર્થના અધિષ્ઠાતા સ્વસ્તિ ચારૂકિર્તિજી સ્વામીએ ક્ષમાધર્મને સૌથી મોટા ધર્મ તરીકે ઓળખાવીને આપણી અનેકતામાં એકતા સાધવાનો સંદેશ આપ્યો હતો. યુવા આચાર્ય મહેન્દ્રઋષિજી મ.સા. ક્ષમા રાખવાનો, ક્ષમા માંગવાનો અને ક્ષમા આપવાનો સુંદર બોધ આપ્યો હતો. આચાર્ય  પ્રજ્ઞસાગરજી મહારાજ સાહેબે આંતરિક કલુષિતાને દૂર કરીને એકતા અને અખંડિતતાના દર્શન કરાવવાનો પાવન અનુરોધ કર્યો હતો. આચાર્ય  શ્રુતસાગરજી મ.સા. વિશ્વ અહિંસા દિનની જેમ વિશ્વ ક્ષમાપના દિવસ ઉજ્વવાનો અનુરોધ કરી મનભેદ ભૂલવાની પ્રેરણા કરી હતી. આચાર્ય વિશુધ્ધ સાગરજી મ.સા. કહ્યું હતું કે, જેના હૃદયમાં પ્રાણીમાત્ર પ્રત્યે કરૂણા અને મૈત્રીનો ભાવ હોય છે ત્યાં જ ક્ષમાનો જન્મ તો હોય છે. કેવવ માનવાની નહીં પરંતુ પ્રાણીમાત્રની આપણે ક્ષમાયાચના કરવાની છે.

આચાર્ય  નયપદ્મસાગરજી મ.સા. વિશ્વ ક્ષમાપના દિવસ, વિશ્વ અનેકાંત દિવસનું સુવ્યવસ્થિત વ્યુહરચના અને એક્શન પ્લાન સાથે આયોજન કરીને સમગ્ર વિશ્વનું કલ્યાણ કરવાનો બોધ આપ્યો હતો. આચાર્ય  શિવમુનિજી મહારાજ સાહેબે ચારેય પંથને એક આત્મા સમાન ઓળખાવીને માત્ર આત્માને જાણવા-સમજવાનો અનુરોધ કર્યો હતો.

મનોજજી જૈન, અનિલજી જૈન, સુભાષજી જૈન, મણિન્દ્રજી જૈનના પ્રસંગોચિત વક્તવ્ય સાથે આ અવસરે કેન્દ્રીય મંત્રી મુખતાર અબ્બાસ નકવીએ જૈન દર્શન પ્રત્યે અહોભાવની અભિવ્યક્તિ કરી હતી.  મધુસ્મિતાજી મહાસતીજીએ સુંદર ગીત પ્રસ્તુતિ દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. ઉપાધ્યાય  મૂલમુનિજી મ.સા.ના માંગલિક સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.