Abtak Media Google News

બદલતી જીવનશૈલીમાં પેટમાં ગેસ બનવુ એક સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. મેડીસીનથી રાહત મળી જાય છે પણ તેનાથી અનેક સમસ્યાઓ પણ ઉભી થાય છે. જો નિયમિત યોગ કરીએ તો તેનાથી કાયમ માટે છુટકારો મળી શકે છે. ગેસ બનવાનુ કારણ – ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ. પ્રોટીન અને સ્ટાર્ચયુક્ત પદાર્થોની અધિકતા. શારીરિક શ્રમની ઉણપ. રાત્રે મોડે ભોજન કરવુ અને સૂઈ જવુ. સલાદ અને રેસેદાર ફળ શાકભાજીઓની ઉણપ. મળ-મૂત્ર. અપાન વાયુના વેગોને રોકવુ. ખાવામાં વધુ મીઠુ. ચટપટા અને તીખા મરચા-મસાલાનો ઉપયોગ. પેટ સંબંધી રોગ – કબજીયાત, ઝાડા, આંતરડામાં સોજો, કોલાઈટિસ, પિત્તાશયની પથરી વગેરે રોગોને કારણે પણ ગેસ બને છે.

O Noe Pigeon Facebookલાભદાયક યૌગિક ક્રિયા

  • આસન : પવન મુક્સાસન, વજ્રાસન, શશાંકાસન, નૌકાસન, ભુજંગાસન, સુપ્ત વર્જાસન, મત્સ્યાસન, મયુરાસન, કટિ ચક્રાસન.
  • બંધ : ઉડ્ડિયાન બંધ. અગ્રિસા ક્રિયા.
  • મુદ્રા – યોગ મુદ્રા, અપાન મુદ્રા, અશ્વિની મુદ્રા.
  • પ્રાણાયમ : ભ્રસિકા, કપાલભ્રાંતિ, અનુલોમ-વિલોમ.
  • ષડકર્મ : કુંજલ, લઘુ શંખ પ્રક્ષાલન, બસ્તિ ક્રિયા, ભોજન ઉપરાંત દસ મિનિટ વજ્રાસનમાં બેસવુ. ખોરાક
  • સવારે ખાલી પેટ 600 એમએલ પાણી લીંબુ સાથે લો. નાસ્તામાં થુલી.. ખિચડી કે મગની દાળના સુપનો ઉપયોગ કરો. દલિયા કે ખિચડીમાં લીલા શાકભાજી નાખો કે અંકુરિત અન્ન ચાવી ચાવીને ખાવ.
  • બપોરના ભોજનમાં જાડા લોટની રોટલી.. છાલટાવાળી દાળ, લીલી શાકભાજી અને સલાદ લો. જમવાના બે કલાક પછી 250 એમએલ છાશ સંચળ કે સેકેલા જીરા સાથે લો.
  • રાતનુ જમવાનુ 9 વાગ્યાની આસપાસ લો. રોટલી લીલી શાકભાજી લો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.