“બટલા હાઉસ” ફિલ્મ જોતાં પહેલા આટલું જરૂરથી જાણો..!!

337

ભારતમાં ગુન્હાઓ દિનપ્રતિદિન વધતા જ જાય છે. એ ઉપરાંત આતંકી હુમઓ પણ થતાં આવ્યા છે. પરંતુ એ હુમલાની સરકાર તરફની પ્રતિક્રિયા ખૂબ ગોકળગાયની ગતિએ આગળ વધતી હોય. તે સમયે એવું પણ કહેવાય કે સમાજના દુશ્મનો એવા આતંકી આંગઠનો સમાજમાં જ પોતાનું ઘર કરીને રહેતા હોય છે. અને જ્યારે પણ એવા અસામાજિક તત્વો વિશે માહિતી પ્રાપ્ત થાય ત્યારે ક્વીક એક્શનના ભાગ રૂપે પોલીસની કામગીરી શરૂ થાય છે અને તેનો ઇલાજ ક્યારેક એન્કાઉંટર પણ હોઇ શકે છે. એવી જ એક ઘટના એટ્લે દિલ્લીનું ઓપરેસશન બટલા હાઉસ.

15  ઓગસ્ટ 2019  “બટલા હાઉસ એન્કાઉંટર” ફિલ્મ રીલીઝ થવાની છે જે એક સત્ય ઘટના પર આધારિત છે. 19 સપ્ટેમ્બર 2008 ના રોજ દિલ્લીના જામિયા નાગર વીસ્તારમાં ઇંડિયન મુજાહુદીન સંગઠન સામે થયેલા એન્કાઉંટરની ઘટનાને આ ફિલ્મમાં વર્ણવવામાં આવી છે.જેમાં મુખ્ય ભૂમિકામા જોન અબ્રાહમ છે. જે એક પોલીસ અધિકારી ડી.સી.પી. સંજીવ કુમાર યાદવની ભૂમિકા ભજવી છે. આ આખી ઘટના એટ્લે કે એન્કાઉંટર અનેક વિવાદોમાં સપડાયું હતું આ ઉપરાંત આ ઘટનાનો લાભ કેટલાક રાજકીય પક્ષોએ પણ લીધો હતો તો સાથે સાથે જામિયા મિલીય ઇસ્લામિયા વિશ્વવિદ્યાલયના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આ ઘટનાનો સંપૂર્ણ પણે વિરોધ દર્શાવ્યો હતો. આ તમામ વિવાદોને અંતે એમાં કોને યોગ્ય ન્યાય મળ્યો અને પોલીસનો એન્કાઉંટરનો નિર્ણય યોગ્ય હતો કે નહીં તે આ ફિલ્મ જોવાથી જ ખ્યાલ આવશે.

અહી આ ઘટના જ્યારે દિલ્લીમાં ઘટી ત્યારનું વર્ષ એટ્લે 2008 જ્યારે ઇંડિયન મુજાહુદીન એ માત્ર એક સામાજિક સંગઠન હતું પરંતુ તે ઘટનાના બે વર્ષ બાદ જ એટ્લે કે 2010માં ભારત સરકારે તેને આતંકી સંગઠન જાહેર કરી તેના પર પ્રતિબંધ લાદયો હતો. આ વાતથી એટલું તો સમજી શકાય કે બટલા હાઉસ એન્કાઉટર કેટલું મહત્વનુ હશે. અને તે ઘટના પર બનેલી ફિલ્મ અસલી ઘટનાને કેટલો ન્યાય આપી શકી છે તે જોવા માટે તમારે 15 ઓગષ્ટ ફિલ્મ જોવા જવું પડશે.

Loading...