Abtak Media Google News

ગઠ્ઠબંધનનો મોદી પર પૂર્ણ વિશ્વાસ

એક્ઝિટ પોલમાં સ્પષ્ટ બહુમતીના નિર્દેશો બાદ ભાજપ પ્રેરિત એનડીએ-૨ સરકાર રચવાની તજવીજો તેજ: હારનું ઠીકરૂ ઈવીએમ પર ફોડવાના વિપક્ષના પ્રયાસને સુપ્રીમનો ઝટકો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એનડીએ-૨ સરકાર રચવાની તૈયારીઓ આરંભી દીધી હોય તેમ મંગળવારની મધરાતથી જ સરકારના મહત્વના મંત્રાલયના ઉચ્ચ પદાધિકારીઓ સાથે મંત્રણાઓનો દોર શરૂ કરી દીધો છે. ૨૩મીના પરિણામ પૂર્વે કેટલાક મહત્વના મુદાઓની ચર્ચા વિચારણા હાથ ધરી હતી વડાપ્રધાન મોદીએ અર્થતંત્ર સહિતના કેટલાક મહત્વના વિયો સંલગ્ન મુદાઓ હાથ ઉપર લઈ પદાધિકારીઓ સાથે ચર્ચા કરી હતી તમામ વિભાગોને નવી સરકારના પ્રથમ ૧૦૦ દિવસના કાર્ય યોજના તૈયાર કરવા મોદીએ સુચના આપી છે.

દેશના ઈતિહાસમાં આવું પ્રથમવાર બન્યું છે કે જયાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ચૂંટણી કાર્યક્રમ જાહેર થયા બાદ સરકારના વરિષ્ઠ સાથે બેઠકોનાં ઘેર ચલાવ્યો છે.વિવિધ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓને મળતા પહેલા વડાપ્રધાન મોદીએ સરકારના તમામ કેબીનેટ મંત્રીઓ અને એનડીએ ગઠબંધનના નેતાઓ સાથે અમિત શાહ યોજેલી ભોજન સમારોહ દરમિયાન મુલાકાત કરી હતી. એકઝીટ પોલમાં મોટાભાગે એનડીએ પૂન: સત્તા પર આવવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે મોદી સરકારે તમામ વિભાગના મંત્રીઓને નવી સરકારના પ્રથમ સૌ દિવસનીકાર્ય યોજનાઓ તૈયાર કરવાનું આહવાન કરી દેવાયું છે.

અમિતશશહે દિલ્હીની અશોક હોટલમાં પરિણામના બે દિવસ અગાઉ યોજેલા ભોજન સમારંભમાં એનડીએના ૩૬ નેતાઓ હાજર રહ્યા હતા ૩૯માંથી ગેરહાજર રહેલા નેતાઓએ લેખીતમાં મોદીના સમર્થન મોકલી દીધું છે. તેમ જણાવી રાજનાથસિંગે કહ્યું હતુ કે અમારી પાંચ વર્ષની કામગીરી સારી રહી છે અને દેશની પ્રાથમિક જરૂરીયાતો માટે જે કામો કર્યા હતા તેને આવતા પાંચ વર્ષનાં વધુ વેગવાન બનાવાશે વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડુતોની બમણી આવક, આતંકવાદ સામેની લડાઈ કાળાધન અને ગ્લોબલ વોર્મિંગ સામેની કાર્યવાહી સરકારનો મુખ્ય મુદો રહેશે. એનડીએ સરકાર રાષ્ટ્રીય સુરક્ષાના મુદે વધુ ગંભીર બનશે.

ગ્રામ વિકાસ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતુ કે પાંચ વર્ષ દરમિયાન અમારી કામગીરી સારી રહી છે. ૧૪ એકઝીટ પોલમાં એનહીએનાં ૨૮૩થી ૩૬૫ બેઠકો મળશે કોંગ્રેસના ગઠબંધનને ૧૩૨ એનડીએને સત્તા મળવાના ઉજળી બનેલા સંજોગોના પગલે મોદી અને અમીત શાહે એનડીએ ૨ સરકારની તૈયારીઓ પુરજોશમાં આરંભી દીધી છે.

એનડીએને ૩૦૦થી વધુ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મળવાના એકઝીટ પોલના સંકેતોના ગલે રાજધાનીમાં એનડીએ ૨ની સત્તાની પૂન: સ્થાપના માટેની તૈયારીઓનો ધમધમાટ શરૂ થયાનું એનડીએનાં તમામ ૩૭ સભ્યોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ વિશ્ર્વાસ વ્યકત કરીને ઈવીએમ મુદે ચૂંટણી પંચ સમક્ષ વિપક્ષ વચ્ચેની ટકરાવમાં તમામ સહયોગીઓએ નરેન્દ્ર મોદીને ટેકો આપી વિપક્ષ સામે એક જૂથ હોવાના સંકેતો આપ્યા હતા.

વિપક્ષોએ ચૂંટણી પંચ સમક્ષ ઈવીએમની વિશ્વનીયતા સામે સુપ્રિમ કોર્ટે ચાર વખત કલીનચીટ આપી હોવા છતા સવાલો ઉભા કર્યા છે. આ મુદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતુ કે ભારતની ચૂંટણી પ્રક્રિયા આજે વિશ્ર્વ માટેએક ઉતમ ઉદાહરણ બની રહી છે. ત્યારે વિપક્ષ તેની સામે ખોટા સવાલો ઉભા કરીને નીચા જોણુ કરાવી રહી છે. મોદીએ જણાવ્યું હતુ કે એનડીએ એક તંદુરસ્ત પરિવારના આદર્શરૂપ બની રહ્યો છે.

રામવિલાસ પાસવાને મોદીના  નેતૃત્વમાં અગાઉ વિશ્વાસ વ્યકત કરી દીધો છે. અને ૨૦૨૨માં આઝાદીની ૭૫મી વર્ષ ગાંઠ મોદીના નેતૃત્વમાં ઉજવવાનું અને દેશના વિકાસના સપના પુરા કરવાનું સંકલ્પ સિઘ્ધ કરવા તમામ એકમંચ ઉપર આવ્યા છે.

તેમ જણાવ્યું હતું કે ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે ગઠબંધનના નેતા નિતીશ કુમાર, પ્રકાશસિંગ બાદલ અને ઉર્ધ ઠાકરેએ જણાવ્યું હતું હતું કે ર૦૧૯ની આ ચુંટણીએ નવો ઇતિહાસ રચ્યો છે. મોદીના નેતૃત્વમાં કયારેય સંદેહ હોય જ ન શકે મોદી એ જ એનડીએને વિજય અપાવ્યો છે. અને ચુંટણી ધર્મયજ્ઞ જેવી બની છે.

ગૃહમંત્રી રાજનાથસિંહ, નીતીન ગડકરી, અરૂણ જેટલી, જે.પી. નડ્ડા, પ્રકાશ જાવેદકર જેવા ભાજપના ચાવીરુપ નેતા અને ભાજપના સહયોગી રામવિલાસ પાસવાન, હરસિમત કૌર, બાદલ, અનુપ્રિયા પટેલ, જેવા નેતાઓ પણ પરિણામ પહેલા યોજાયેલી એનડીએની પ્રથમ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યકત કર્યો હતો.

એકઝીટ પોલમાં ભાજપ અને એનડીએને સ્પષ્ટ બહુમતિના સ્પષ્ટ સંકેતો મળતાની સાથે જ રાજધાનીમાં એનડીએ-ર ની સરકાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પુન: સત્તા પર આવે તે માટે તમામે એક સુરે નરેન્દ્ર મોદીના નેતૃત્વને ત વધાવી લીધો છે. ૨૦૨૨ માં આઝાદીની ૭૫મી વષગાંઠ નમોના નેતૃત્વમાં ઉજવવાનો સંકલ્પ સિઘ્ધ કરવા મકકમતા દર્શાવી છે.

વિશ્વની સૌથી મોટી લોકશાહી દેશ ભારતના મહા ચુંટણી અભિયાનમાં આધુનિક ટેકનોલોજીના આવિષ્કાર જેવો ઇવીએમનો ઉપયોગથી સમય અને નાણાની ખુબ મોટા પાયે બચત થઇ રહી છે. અલબત શરુઆતથી જ ઇવીએમ ની વિશ્ર્વનીયતા પર સવાલ ઉઠાવતા વિપક્ષો આ વખતે મત ગણતરીમાં ઇવીએમ સાથે વીવીપેડ ની તમામ કાપલીઓની ગણતરીની માંગ ઉઠાવતા રહ્યા છે. જેથી તમામ ઇવીએમની વીવીપેટ કાપલીઓ ગણવાની વિપક્ષોની માંગને અયોગ્ય હોવાથી ફગાવી લીધી છે.

સુપ્રીમ કોર્ટે અગાઉ દેરક વિધાનસભા દીઠ પાંચ ઇવીએમ સાથે વીવીપેટની ગણતરીની માંગ સ્વીકારી હતી તેની સામે આંધ્રપ્રદેશ ના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ ૫૦ ટકા ઇવીએમ સાથે વીવી પેટેની ગણતરીની માંગ કરી હતી આ જાહેર હિતની અરજીમાં માંગ કરી હતી. આ જાહેર હિતની અરજીમાં એક બીન રાજકીય સંસ્થા કે ઓછામાં ઓછા પ ઇવીએમને આ ગણતરીમાં આવરી લેવાની માંગનું ૮મી એપ્રિલે સુપ્રીમ કોર્ટેની ખંડપીઠે નિર્ણય લીધો હતો.

તેમ છતાં ઇવીએમ સાથે વીવીપેટની ગણતરી અંગે ન્યાયમૂર્તિ રંજન ગોગોઇએ આવી માંગણી ચુંટણી પછી વિચારવાનું વલણ અપનાવી સુપ્રીમ કોર્ટે ગઇકાલે જ ચેન્નઇની સંસ્થા દ્વારા મત ગણતરીમાં ઇવીએમ સાથે તમામ વીવી પેડની ગણતરીની માંગ ફગાવી દીધી હતી. પ્રાયોગિક ધોરણે એક વિધાનસભા દીઠ પાંચ ઇવીએમ સાથે વીવીપેટની ગણતરીની વાત અગાઉ જ માન્ય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.