Abtak Media Google News

દિલ્હી પોલીસની ખાસ ટીમ અને એક ઇન્ટેલિજન્સ એજન્સીના સંયુક્ત મિશને 26મી જાન્યુઆરી પહેલા ISIના મોટા ષડયંત્રનો ભાંડો ફોડી નાંખ્યો છે. દેશની રાજધાની દિલ્હીના અલગ-અલગ વિસ્તારમાંથી આતંકી સંગઠનના 3 શાર્પ શૂટરોને ઝડપી લેવાયા છે. તેમની પૂછપરછમાં માહિતી મળી હતી કે, તેઓ પ્રજાસત્તાક દિને મોટા રાજકીય નેતાઓની હત્યા કરી દેશમાં ડરનો માહોલ ઉભો કરવાના ફિરાકમાં હતા.

ધરપકડ કરાયેલ 3 શાર્પ શૂટરોમાં આતંકવાદની ટ્રેનિંગ લઇ ચૂકેલ એક અફઘાન આતંકીનો પણ સમાવેશ થાય છે. માહિતી મુજબ 3 શાર્પ શૂટરોને પાકિસ્તાનના ISIએ આગામી પ્રજાસત્તાક દિવસ પહેલા બે વરિષ્ઠ નેતાઓને હત્યા કરવાનું કામ સોંપ્યું હતું.

ઇન્ટેલિજન્સ એજન્સીની માહિતી મુજબ આ ઓપરેશનનો માસ્ટરમાઇન્ડની ઓળખ પાકિસ્તાનના અન્ડરવર્લ્ડ ડોન રસૂલ ખાન તરીકે કરવામાં આવી હતી, જે 2003માં માર્યા ગયેલ ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી હરેન પંડ્યાની હત્યાનો મુખ્ય આરોપી હતો.

ધરપકડ કરાયેલ ત્રણેય શાર્પ શૂટરો પૈકી એક કેરલનો નિવાસી છે. તેમની પાસેથી એજન્સીએ હથિયારો અને એક મોબાઇલ ફોન જપ્ત કર્યા હતા. આ ષડયંત્રની જાણ ત્યારે મળી હતી જ્યારે રસૂલ ખાન અને દક્ષિણ ભારતના એક વ્યક્તિ સાથેની ટેલિફોનિક વાતચીત ટેપ કરવામાં આવી હતી,

આ વાતચીતમાં હથિયારોની વ્યવસ્થા અને બે હાઇ વેલ્યૂ ટાર્ગેટનું વર્ણન કરવામાં આવ્યું હતું. માહિતી મુજબ આ એક્શનને ડિસેમ્બર મહિનાથી ટ્રેક કરવામાં આવી રહી હતી અને પ્લાનના છેલ્લા તબક્કામાં પહોંચવાની રાહ જોવામાં આવી રહી હતી જેનાથી શાર્પ શૂટરોની ધરપકડ કરી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.