પોલીસ ‘એન્કાઉન્ટર’ પહેલાં ગુંડાએ એસપી સહિત આઠ ઓફિસરોનું કર્યુ કાઉન્ટર

કાનપુરના વિકરૂમાં કુખ્યાત શખ્સની ગેંગે આઠ પોલીસ અધિકારીનો કર્યો સહાર : ત્રણ ગુંડા ઠાર

ખૂની હુમલામાં વિકાસ દુબેને પકડવા જતા પોલીસ ટીમે જીવ ગુમાવ્યો

હિન્દી ફિલ્મના વિલનની જેમ પોલીસ ટીમને ગામમાં આવતી અટકાવવા જેસીબી જેવા મહાકાય વાહનની અડચણ ઉભી કરી આડેધડ ફાયરિંગ કર્યુ

ઉત્તર પ્રદેશના મંત્રી સંતોષ શુકલાની હત્યા સહિત ૬૦ જેટલા ગંભીર ગુનામાં સંડોવાયેલા વિકાસ દુબે પોલીસ માટે માથાનો દુ:ખાવો

કાનપુર નજીક વિકરૂ ના કુખ્યાત શખ્સની ગેંગ દ્વારા પોલીસ ટીમ પર થયેલા આડેધડ ફાયરિંગથી એસપી કક્ષાના પોલીસ અધિકારી સહિત એક સાથે આઠનો સહાર કરતા સામાન્ય રીતે પોલીસ ગુંડાઓનું એન્કાઉન્ટર કરતી હોય છે. ત્યારે વિકરૂ માં ગુંડાઓએ પોલીસનું કાઉન્ટર કર્યાની ઘટનાથી પોલીસ બેકફુટ પર આવી ગઇ છે. સામાન્ય વ્યક્તિ સલામતિ માટે પોલીસનું શરણ લેતા હોય છે ત્યારે પોલીસ જ સલામત ન હોવાથી પોલીસની સલામતિ માટે સિક્યુરિટી એજન્સી આપવી પડે તેવી દયાજનક પોલીસની હાલત બની છે. ઉત્તરપ્રદેશ માટે કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ માટે મોટો પડકાર છે. મથુરામાં કુખ્યાત ગુંડાને પકડવા ગયેલા પોલીસ ટીમ પર હુમલો કરી ગેસના બાટલાનો બ્લાસ્ટ કરી પોલીસનો સહાર કર્યાની ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા તેવી જ ઘટના ફરી ઉત્તર પ્રદેશમાં બની છે. કાનપુર નજીકના વિકરૂ  ગામે નામચીન વિકાસ દુબેને પકડવા ગયેલી પોલીસ ટીમ પર હિન્દી ફિલ્મનો વિલન હુમલો કરે તે રીતે થયેલા હુમલામાં એક સાથે આઠ પોલીસ અધિકારીઓએ જીવ ગુમાવતા સમગ્ર દેશમાં ઉત્તર પ્રદેશ પોલીસ ફરી નિસહાયની સ્થિતીમાં આવી છે. રાજકીય ચંચૂપાતના કારણે માયકાંગલી બનેલી પોલીસ માટે સુરક્ષા પુરી પડવી જરૂ રી બન્યું છે.

ઉત્તર પ્રદેશ ભાજપના મંત્રી સંતોષ શુકલાની હત્યા સહિત ૬૦ જેટલા ગંભીર ગુનામાં સંડોવાયેલા વિકાસ દુબે તાજેતરમાં જેલમાંથી છુટી રાહુલ તિવારી પર કરેલા ખૂની હુમલાના ગુનામાં એસપી દેવેન્દ્ર મિત્રા, પોતાના પોલીસ અધિકારીઓ અનુપકુમાર સિંહ, નેવુલાલ, મહેશ ચંદ્ર યાદવ, કોન્સ્ટેબલ સુલતાનસિંહ, રાહુલ, જીતેન્દ્ર અને બબલુ સહિતનો સ્ટાફ કાનપુર નજીક આવેલા વિકરૂ  ગામે ધરપકડ કરવા ગયા હતા ત્યારે પોલીસને ગામમાં આવતી અટકાવવા માર્ગ પર જેસીબી ગોઠવી દીધા હતા. પોલીસ સ્ટાફ ગામમાં જવા માટે માર્ગ શોધતા હતા ત્યારે અગાશી પર છુપાયેલા વિકાસ દુબેના ગુંડાઓ દ્વારા પોલીસ પર આડેધડ ફાયરિંગ થતા પોલીસ સ્ટાફ પોતાનો બચાવ કરવાની સ્થિતમાં રહ્યા ન હતા. ગુંડાઓ દ્વારા થયેલા ફાયરિંગમાં ઉપરોકત આઠેય પોલીસ અધિકારીઓએ જીવ ગુમાવ્યો હતો. તેમજ કૌશલેન્દ્ર પ્રતાપસિંહ સહિત સાત પોલીસ કર્મચારીઓ ઘવતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

એક સાથે આઠ પોલીસ અધિકારીઓનો સહાર કરી વિકાસ દુબેના ગુંડાઓએ પોલીસના હથિયાર લૂંટ પોલીસ પર હુમલો કરતા પોલીસ માટે જીવ બચાવવો મુશ્કેલ બન્યો હતો જો કે પોલીસે પોતાના સ્વબચાવમાં કરેલા વિકાસ દુબેના ત્રણ ગુંડા ઠાર થયા હતા.

વિકાસ દુબેએ ભાજપના અગ્રણી અને રાજયના મંત્રી સંતોષ શુકલાની પોલીસ મથકમાં ઘુસી હત્યા કરી હતી ત્યારે પણ કેટલાયે પોલીસ કર્મચારીઓ વિકાસ દુબેના હાથે માર્યા ગયા હતા. ૬૦ જેટલા ગંભીર ગુનામાં સંડોવાયેલા વિકાસ દુબે જિલ્લા પંચાયતનો સભ્ય તરીકે ચુંટાયો હતો.

ઉત્તર પ્રદેશના વિકરૂ  ગામે એક સાથે આઠ પોલીસ અધિકારીની થયેલી કરપીણ હત્યાથી ઉત્તર પ્રદેશ સરકાર હચમચી ગઇ છે. મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે એસટીએફની ટીમને વિકાસ દુબેને નાથવા મેદાને ઉતરી છે. તેમજ ઉત્તર પ્રદેશની તમામ બોર્ડર સીલ કરી દેવામાં આવી છે.શહિદ આઠેય મૃતક પોલીસ અધિકારીઓને શ્રધ્ધાજંલી આપી છે.

શહીદ પોલીસને ઉત્તરપ્રદેશ મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે આપી શ્રધ્ધાજંલી

પોલીસની સુરક્ષા માટે સિક્યુરિટી એજન્સીની જરૂર!!

આર્થિક લાભ માટે ગુંડા સાથેના ધરોબોના કારણે પોલીસ બની માયકાંગલી

પ્રજાના જાન અને માલનું રક્ષણ જાળવવી કાયદો અને વ્યવસ્થા જાળવવાની જેની સિધી જવાબદારી છે તે પોલીસ માયકાંગલી બની ગઇ છે ત્યારે પોલીસની સલામતિ માટે સિકયુરિટી એજન્સી આપવી પડે તેવી સ્થિતીનું નિર્માણ થયું છે. એક સમયે પોલીસની ધાકથી ખૂખાર ગુંડા થરથરતા હતા પરંતુ પોલીસ પોતાના આર્થિક ફાયદો મેળવવાનું શરૂ  કર્યા બાદ

અને રાજકીય ચંચૂપાતના કારણે માયકાંગલી બનેલી પોલીસને રક્ષણની જરૂ ર પડી છે. પોલીસ પોતાની નિતી મતાને નેવે મુકી આર્થિક લાભ મેળવવા ગુંડા સાથે બનાવેલા ધરોબોના કારણે પોલીસે પોતાની નિડરતા ગુમાવી છે. બીજી તરફ રાજકીય ઇશારે પોલીસને નાચવું પડતું હોવાથી પોલીસ નિસહાય અને લાચાર બની જતા પ્રજાના જાન માલના બદલે પોલીસના જાનનું રક્ષણ કરવું પડે તેવી સ્થિતીનું નિર્માણ થયું છે.

Loading...