Abtak Media Google News

સુનિલ અંબરીશ વેસ્ટ ઇન્ડિઝ ટીમમાં થયો સામેલ

૨૦૧૯નો ક્રિકેટ વિશ્વકપ અતિ રોમાંચક તબકકામાંથી પસાર થઈ રહ્યો છે. આ વિશ્વકપમાં અનેકવિધ નામી ખેલાડીઓ ઈજાગ્રસ્ત થવાનાં કારણે વિશ્વકપમાંથી પણ આઉટ થઈ ગયા છે. જેમાં ભારતીય ક્રિકેટ ટીમનાં ઓલ રાઉન્ડર અને ઓપનર બેટસમેન શિખર ધવન પણ અંગુઠામાં ફેકચર થવાનાં કારણે વિશ્વકપમાંથી બહાર થઈ ગયો છે. જયારે ભુવનેશ્વર કુમારની પણ સ્થિતિ યોગ્ય લાગતી નથી ત્યારે ભારતીય ટીમ બાદ વેસ્ટ ઈન્ડિઝને પણ ખુબ જ મોટો ફટકો પડયો છે જેમાં ટીમનાં ઓલ રાઉન્ડર ખેલાડી આંદ્રે રસેલ ઘુંટણમાં ઈજા થવાનાં કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.

વેસ્ટ ઈન્ડીઝની ભારત સામે મહત્વપૂર્ણ મેચ પહેલા સોમવારે જ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના ઓલરાઉન્ડર આંદ્રે રસેલ ઘુંટણની ઈજાને કારણે વર્લ્ડ કપની બાકી મેચોમાંથી બહાર થઈ ગયો છે. વર્લ્ડ કપ પહેલા આઈપીએલમાં સારું પ્રદર્શનને કારણે સુનીલ અંબરીશના સ્થાને રસલની ટીમમાં પસંદગી કરવામાં આવી હતી.આઈસીસીએ જણાવ્યું કે, ‘આંતરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ પુષ્ટિ કરે છે કે વર્લ્ડ કપ ૨૦૧૯ની ટેક્નિકલ કમિટીએ આંદ્રે રસલની જગ્યાએ સુનીલ અંબરીશને ટૂર્નામેન્ટની બાકી મેચ માટે વેસ્ટ ઈન્ડીઝની ટીમમાં સમાવેશ કરવા માટે મંજૂરી આપી દીધી છે.’ તેમાં કહેવામાં આવ્યું છે, ‘ઓલરાઉન્ડર રસેલ જમણા ઘુંટણમાં ઈજા પહોંચવાને કારણે ટુર્નામેન્ટની આગળની મેચ નહીં રમી શકે. ૨૬ વર્ષીય અંબરીશ ઓપનિંગ બેટ્સમેન છે તેણે અત્યાર સુધીમાં ૬ ટેસ્ટ અને ૬ વનડે રમી છે. વિશ્વકપમાંથી આઉટ થતાની સાથે જ રસેલનો જે ડર ભારતીય ટીમને લાગી રહ્યો હતો તે હવે નહીં લાગે ત્યારે વેસ્ટ ઈન્ડિઝ ટીમ દ્વારા આંદ્રે રસેલનાં સ્થાન પર સુનિલ અંબરીશને સ્થાન આપવામાં આવ્યું છે ત્યારે જોવાનું એ રહ્યું કે, વેસ્ટ ઈન્ડિઝનાં બાકી રહેતા મેચોમાં ટીમ કેવું પ્રદર્શન કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.