Abtak Media Google News

તરલતા વધારવા કેન્દ્ર સરકારી બેંકોને ૮૩૦૦૦ કરોડ આપશે

સરકાર મોંઘવારી અને અછત જેવી સમસ્યા સામે લડવા રૂપિયાની તરલતા વધારવાના પ્રયત્નો કરતા અર્થતંત્રને બુસ્ટર ડોઝ મળશે.

લોકસભાની ચૂંટણી પહેલા રૂપિયાની રેલમછેલ કરીને લીકવીડીટી વધારતા બેંકોમાં ૮૩૦૦૦ કરોડ ફરતા કરવામાં આવશે.

નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે, બેંકોમાં રૂપિયાની તરલતા વધારવાથી તેની પબ્લિક સેકટર બેંકોની ક્ષમતામાં વધારો આવશે.

આ પૂર્વે સરકારે સાર્વજનિક ક્ષેત્રોની બેંકો માટે ૪૧ કરોડની તરલતા વધારવાનો નિર્ણય લીધો હતો.

હાલ સરકાર લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને દરેક નિર્ણયો લઈ રહ્યું છે. કે જેમાં આર્થિક, રાજનૈતિક અને સામાજીક વિકાસનો મુદ્દો મુખ્ય કરવા માટે રૂપિયાની તરલતા વધારવી ખૂબજ જરૂરી બન્યુ છે. વધુમાં અરૂણ જેટલીએ કહ્યું કે, લીકવીડીટી વધારવાથી બેંકોની ચૂકવણીની ક્ષમતા વધવાની સાથે માર્કેટમાં રૂપિયો ફરતો થશે તો વપરાશકર્તાઓ અને વેપારકર્તાઓ બન્નેને લાભ થશે.

બેંકોના વધુ સારા પ્રદર્શન માટે ૧.૮ ટકાની રકમ સુરક્ષીત રાખવામાં આવશે અને ૬ ટકા એનપીએ તરીકે રિઝર્વ રાખવામાં આવશે. માટે સરકાર પીસીએ પબ્લિક સેકટર બેંકોને નાણા મળી રહે તેની તકેદારી રાખશે.

૨૦૧૫-૧૬માં મિશન ઈન્દ્રધનુષ અંતર્ગત રૂ.૭૦,૦૦૦ કરોડની તરલતા કરવામાં આવી હતી. માટે હવે અર્થતંત્રમાં બેલેન્સ બનાવી રાખવા માટે તેમજ રૂપિયાની મજબૂતાઈ વધારવા માટે તરલતાનો મુદ્દો લેવામાં આવ્યો છે.

રૂપિયા બોલતા હૈ…

અર્થતંત્રના સારા સંકેતો રૂપિયાને મજબુતાઇ આપી રહ્યા છે!

છેલ્લા કેટલાક સમયથી ડોલર સામે રૂપિયાની નબળી સ્થિતિ રહી હતી ત્યારે તાજેતરમાં જ છેલ્લા પાંચ વર્ષોનું સૌથી મોટો જમ્પ આવતા રૂપિયો ૧૦૨ પૈસા મજબૂત થયો હતો ત્યારબાદ હવે ૬૯ પૈસા મજબૂત થતાં રૂપિયો ૬૯.૭૦ રહ્યો હતો. જેના કારણે ઈન્ટરેસ્ટ રેટમાં પણ વધારો આવ્યો હતો. સેન્સેકસમાં સતત ઉતાર-ચઢાવ આવતા હોય છે પરંતુ આમ છતાં રૂપિયાની સ્થિતિ મજબૂત બની રહી છે.

રૂપિયામાં ૬૯ પૈસાનો વધારો થતાં આ સતત ચોથી વખત રૂપિયો મજબૂત બન્યો છે. ભારત અન્ય દેશો પર કેટલીક વસ્તુઓને લઈ નિર્ભર રહેતુ હોય છે ત્યારે તેમાં રૂપિયાના વિનીમયનો ઉપયોગ કરવામાં આવે તો રૂપિયાની મજબૂતાઈ વધે છે અને કિંમતી હુંડીયામણ પણ બચે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.