Abtak Media Google News

૬ આઇપીએસની બદલી, ૫ને બઢતી ર૭ તાલીમાર્થી ડીવાયએસપીનું પોસ્ટીંગ

રાજયમાં સ્થાનીક સ્વરાજયની ચુંટણીના ભણકારા વાગી રહયા છે.  ત્યારે ગત મોડી સાંજે સરકાર દ્વારા બદલી અને બઢઓનો ઘાણવા કાઢવામાં આવ્યા છે. જેમાં ૬ આઇપીએસ અધિકારીઓની બદલી અને ૫ આઇપીએસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે. ઉપરાંત ૩ એસપી કક્ષાના આઇપીએસને સ્કેલમાં વધારો કરવામાં આવ્યો છે.

રાજયના ગૃહ વીભાગ દ્વારા મોડી સાંજે આઇપીએસ કેડરમાં બઢતી અને બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ રેન્જના આઇજીનું તાજેતરમાં અવસાન થતા તેમના સ્થાને વી. ચંદ્રશેખર, અમદાવાદ સીટી  ક્રાઇમના જોઇન્ટ સીપી અમીત વીશ્વકર્માને અમદાવાદ ઇન્સ્પેકટર ઓફ જનરલ (ઓપરેશન) અને વધારાનો એટીએેસ અને દરીયાઇ સુરક્ષાનો ચાજર સોંપવામાં આવ્યો છે. નરસીમહા કોમર ને પીએન્ડએમ નો વધારાનો ચાજર સોંપવામાં આવ્યો છે. અમદાવાદ શહેર ક્રાઇમના એડી. સીપી પ્રેમવીરસીંહ ને જોઇન્ટ સીપી ક્રાઇમમાં અને સ્પેશ્યલ બ્રાન્ચનો વધારાનો ચાજર સોંપવામાં આવ્યો છે. ગાંધીનગર ટેકનીકલ સેલના એસપી નીરજકુમાર બડગુજર્ર ને સાબરકાંઠા એસપી તરીકે, સાબરકાંઠાના એસપી ચેતન્ય મંડલીકને અમદાવાદ ક્રાઇમના ડીસીપી તરીકે અને ગોંડલ એસઆરપી ગ્રુપ ૮ ના કમાન્ડન્ટ ના જગદીશ ચાવડાને અમદાવાદ સીટી આઇબી એસપી તરીકે બદલી કરવામાં આવી છે.

ભાવનગર રેન્જના આઇજી અશોકકુમાર યાદવ અને અમદાવાદ જેલ વડા એસ.કે. ગઢવી ને બઢતી આપવામાં આવી છે. જયારે ગાંધીનગર એમટી સેકશનના એસપી ડી.એચ. પરમાર, સુરત જેલ વડા એમ.એલ. નીનામા અને ગાંધીનગર ટેકનીકલ સેલના એસપી નીરજકુમાર બડગુજર્ર ના સ્કેલમાં વધારો કરવામાં આવ્યો છે. આ સાથે ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ લો એન્ડ ઓર્ડર નરસીમહા એન.કોમર, ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ આર્મડ યુનિટ પ્રફુલ્લા કુમાર રોશન અને ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ સુરત રેન્જ એસ. પંડીઆ રાજકુમારને એડિશનલ જનરલ ઓફ પોલીસ તરીકે પ્રમોશન આપવામાં આવ્યા છે. જીપીએસસી દ્વારા ઉતરણીય થયેલા નાયબ પોલીસ અધીક્ષક કક્ષાના ર૭ ઉમેદવારોને ગૃહ વીભાગ દ્વારા પોલીસ એકેડેમી કરાઇ ખાતે આપવામાં આવેલી તાલીમ પુર્ણ થતા તેઓને  પોસ્ટીંગ  આપવામાં આવ્યા છે. જેમાં અમરેલીના ડી.વી. કોડીયાતરને ભાવનગર એસસીએસટી સેલ, રાજકોટના એમ.એન. રાવલને રાજકોટ એસસીએસટી સેલમાં સુરેન્દ્રનગરના એચ.એન. ઉપાધ્યાયને મોરબી એસસીએસટી સેલમાં, વડોદરા ગ્રામ્યના એચ.એસ. માકડીયાને વડોદરા સાયબર ક્રાઇમમાં, કચ્છના ડી.ટી. ગોહીલને બનાવસકાંઠા એસસીએસટી સેલ, તાપીના વીરજીતસીંહ કે. પરમાર ને સુરત શહેરમાં આર્થીક ગુના નીવારણ શાખા, સુરત ગ્રામ્યના યુવરાજસીંહ એ. ગોહીલ ને સુરત શહેર સાયબર ક્રાઇમમાં, ભરુચના એસ.ડી. મહેડુને   કેવડીયા ઓથોરીટીમા, અમદાવાદ ગ્રામ્યના રીયાઝ આર. સરવૈયાને અમદાવાદ શહેરમાં, ગાંધીનગરના જે.પી. ભંડારી ને ગાંધીનગર, નર્મદાના એસ.ડી. રાઠોડને સીએમ સીકયુરીટી ગાંધીનગર, ડો. એસ.એમ. શર્માને ગાંધીનગર, ખેડાના એચ. એમ. પ્રજાપતીને મહીસાગર, પંચમહાલના હીમાલા એમ. જોશી વડોદરા, છોટાઉદેપુરના પી.એન. કટારીયા ને વડોદરા, અમદાવાદ ગ્રામ્યના સ્વેતા ડેનીયલ્સ ગાંધીનગર, ખેડા ખુશ્બુ કાપડીયાને અમદાવાદ, ગાંધીધામના ઋતુ રાબા ને સ્ટેચ્યુ ઓફ યુનીટી, પાટણના પાયલ સોમેશ્વરને અમદાવાદ, ભાવનગર ડો. કીરણ ઠાકુરને જુનાગઢ, મહેસાણાના એચ.એસ. ચૌધરીને ગાંધીનગર, જુનાગઢના એચ. ડી. બારૈયાને ગાંધીનગર, પોરબંદરના વી.ડી. વસાવાને અમદાવાદ જેલ, સાબરકાંઠા વી.એમ. રબારીને અરવલી, બોટાદના ડો. જીજ્ઞેશકુમાર ગામીત ને બનાસકાંઠા,  દીપ વકીલ ને અમદાવાદ રેલવે અને મહીસાગરના અંજના એમ. ભગોરા ને સીઆઇડી ક્રાઇમ ગાંધીનગર ખાતે પોસ્ટીંગ આપવામાં આવ્યા છે.

૧૬ નાયબ કલેકટરોની અને ૧૪ મામલતદારોની કામચલાઉ બદલી

રાજયના મહેસુલ વીભાગ દ્વારા છ મામલતદારોની બદલી કરવામાં આવી છે. જયારે ૧૬ નાયબ કલેકટરોની અને ૧૪ મામલતદારોની ટેમપરરી બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં પંચમહાલના એન.બી. મોદીને નવસારી ખાતે, અમદાવાદ એન.બી. રાઠોડ ને ધોલેરા, અમરેલીના એમ. આર. ડોડીયાને વડીયા, નર્મદાના આઇ.એચ. પટેલને લુણાવાડા, ધ્રાંગધ્રાના ડી.એચ. ઝાલાને ભચાઉ અને ભચાઉના કે.જી. વાછાણીને ધ્રાંગધ્રા મામલતદાર તરીકે બદલી કરવામાં આવી છે.

સીબીઆઇના જોયન્ટ ડાયરેક્ટર તરીકે ડેપ્યુટેશન પર રહેલા એ.કે. શર્માને નિવૃતિ પહેલા ડીજીનું પ્રમોશન

Vlcsnap 2019 12 02 09H54M45S79 2

ગુજરાત સીબીઆઈના ભૂતપૂર્વ જોઈન્ટ ડિરેકટર અરૂણકુમાર શર્માને પ્રમોશન આપી ડીજીપી તરીકે ગુજરાતમાં પુન: નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે અન્ય છ આઈપીએસ અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. એ.કે. શર્માનો નાતો ગુજરાત સાથે સવિશેષ રહેલો છે. મુળ બિહારના વતની અ‚ણકુમાર શર્મા ૧૯૮૭ની બેંચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે. એપ્રીલ ૨૦૧૫માં અરૂણકુમાર શર્માને દિલ્હીમાં પોસ્ટીંગ આપવામાં આવ્યું હતું અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશનમાં જોઈન્ટ ડિરેકટર તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. હાલ તેઓને નિવૃતિ પૂર્વે કોન્સ્ટીટયુશનલ પોસ્ટ આપવામાં આવી છે. પોલીસ નિયામક (પોલીસ ડીજીપી એસસી એસટી અને નબળા વર્ગ) ગુજરાત સરકારના આદેશ બાદ શુક્રવારે અત્યાચાર નિવારણની પોસ્ટ પર નિમણૂંક આપવામાં આવી છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જારી કરેલા સુચનામાં જણાવાયું છે કે, રાજ્ય સરકાર આઈપીએસ અ‚ણકુમાર શર્મા ગુજરાત ૧૯૮૭ કેડરને ડીજીપીનો પદ સોંપવાથી ખુશી અનુભવે છે. અ‚ણકુમાર શર્મા ઘણા લાંબા સમયથી વેઈટીંગમાં હતા અને શુક્રવારથી તેનું પોસ્ટીંગ ડીજીપી તરીકે કરવામાં આવી હતી. મુળ બિહારના વતની અ‚ણકુમાર શર્મા ૧૯૮૭ની બેચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે. એપ્રીલ ૨૦૧૫માં તેમને દિલ્હીમાં પોસ્ટીંગ આપવામાં આવી હતી અને સીબીઆઈના જોઈન્ટ ડિરેકટર તરીકે ફરજ સોંપવામાં આવી હતી. ગુજરાતમાં સાદીક જમાલ મહેતરના નકલી એન્કાઉન્ટરની તપાસ સીબીઆઈ કરી રહી હતી ત્યારે એ.કે.શર્માની સીબીઆઈમાં નિમણૂંક થઈ હતી. એ.કે.શર્મા અગાઉ ક્રાઈમ બ્રાંચ ડીસીપી અમદાવાદના ડિટેકશન વિશેષ કમીશનર તરીકે નિમાયા હતા. શર્માને સીબીઆઈના કાર્યકાળ બાદ નવીદિલ્હીમાં સીઆરપીએફના એડીડી તરીકે નિમવામાં આવ્યા હતા. ફરીથી શર્માની વરણી ગુજરાતના ડીજીપી તરીકે કરવામાં આવી છે. રાજયમાં સ્થાનીક સ્વરાજયની ચુંટણીના ભણકારા વાગી રહયા છે. ત્યારે ગત મોડી સાંજે સરકાર દ્વારા બદલી અને બઢતીઓનો ઘાણવા કાઢવામાં આવ્યા છે. જેમાં ૬ આઇપીએસ અધિકારીઓની બદલી અને ૫ આઇપીએસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે. ઉપરાંત ૩ એસપી કક્ષાના આઇપીએસને સ્કેલમાં વધારો કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.