Abtak Media Google News

વાયરલ વિડીયો : બીયર ડિલીવરીની નવી પદ્ધતિ

સોશ્યલ ડિસ્ટન્સિંગ હવે રહવું નોર્મલ થઇ ગયું છે અને કોરોના વાઇરસ રોગચાળાને પગલે હવે તો જ્યાં શક્ય હોય ત્યાં અંતર જાળવવાના પ્રયાસ કરાય છે. આ સંજોગોમાં ડિલીવરીની નવી નવી પદ્ધતિઓ લોકો શોધી કાઢે છે અને આવો જ નુસ્ખો એક દારૂની દુકાને કર્યો જેનો વીડિયો ભારે વાઇરલ થયો હતો. આનંદ મહિન્દ્રા જે જાણીતા બિઝનેસ ટાયકૂન છે તેમણે પણ આ વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં એક દારૂની દુકાન એક લાંબી પાઇપ વળે દારૂની બૉટલ આપે છે અને તેના પૈસા પણ એ રીતે જ સ્વીકારે છે. મહિન્દ્રા ગ્રૂપનાં ચેરને પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે આ કોન્ટેક્ટ લેસ ડિલીવરી ચોક્કસ સરસ આઇડિયા છે પણ જરા દેખાવને મામલે કાચું છે બધું અહીં અને ધારે તો ઘણું ઇમ્પ્રુવમેન્ટ થઇ શકે તેમ છે.

આ વીડિયોમાં ખુશી બીયર શોપની બહાર ઉભેલો માણસ છે અને એક પાઇપમાંથી પ્લાસ્ટિક બોટલ સરકે છે જેમાં તે પૈસા મુકે છે અને પછી પાછી મોકલે છે. આ પ્લાસ્ટિક બોટલ ફરી સરકે છે જેમાં છુટા પાછા આવે છે અને માણસ છુટા લઇને બોટલ પાછી મોકલે ત્યાર બાદ દારૂની બે બૉટલ પાઇપમાંથી સરકતી સરકતી તેની પાસે પહોંચી જાય છે.

રવિવારે શેર થયેલા આ વીડિયોને બહુ લોકોએ જોયો છે અને સવા બે લાખ કરતાં વધુ વ્યુઝ તેને મળ્યા છે તથા અનેકવાર રિટ્વિટ પણ કરાયો છે. યૂઝર્સે આ ઇનોવેશનનાં વખાણ કર્યા છે અને તને બહેતર કેવી રીતે બનાવાય તેવી ટિપ્સ પણ કેટલાક લોકોએ આપી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.