Abtak Media Google News

જામનગરના બેડીમાં પ્રેમ પ્રકરણના મામલે બે પરિવાર વચ્ચે અગાઉ થયેલી બબાલનો ખાર રાખી ગઈકાલે સવારે એક યુવાન પર ચાર શખ્સોએ ધોકા-પાઈપ વડે હુમલો કરી તેની હત્યાનો પ્રયાસ કરતા ઈજાગ્રસ્તને દવાખાને ખસેડવામાં આવ્યો છે.

જામનગરના બેડી વિસ્તારમાં રહેતા કાસમભાઈ અબ્બાસભાઈ કારા નામના પ્રૌઢના પુત્ર ઝાકીરને ત્યાં જ રહેતા અનવર હાજી જેડાની પુત્રી સાથે પ્રેમસંબંધ હતો તે મામલે થોડા દિવસો પહેલા બન્ને પરિવારો વચ્ચે બેડીના ઈકબાલ ચોકમાં માથાકૂટ થઈ હતી જેનું બન્ને પક્ષોએ સમાધાન કર્યું હતું.

ત્યાર પછી ગઈકાલે કાસમભાઈના પુત્ર ફારૃકભાઈ ઈકબાલ ચોકમાં આવેલી હસન રઝાની પાનની દુકાને ઉભા હતા ત્યારે ત્યાં ધસી આવેલા અનવર હાજી જેડા, ઓસમાણ સાલેમામદ બુકેરા, હુસેન સાલેમામદ બુકેરા તથા એક અજાણ્યા શખ્સે જૂની બબાલનો ખાર રાખી ધોકા-પાઈપ વડે હુમલો કર્યો હતો.

આ વેળાએ હુમલાખોરોએ ફારૃકના માથાના પાછળના ભાગમાં ધોકાનો ફટકો મારતા મરણતોલ ઈજા પામેલા ફારૃકને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે કાસમભાઈ કારાની ફરિયાદ પરથી ચારેય શખ્સો સામે આઈપીસી ૩૦૭, ૫૦૪, ૫૦૬ (ર), ૧૧૪, જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધ્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.