Abtak Media Google News

હિન્દુઓને આતંકવાદી કહેનાર હિન્દુ મંદિરોમાં જઇ રહ્યા છે : સ્મૃતિ ઇરાની

ઠાસરા વિધાનસભા વિસ્તારના અને સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે સ્મૃતિ ઇરાનીએ સભા સંબોધી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, દેશની આંતરિક સુરક્ષા અને પાકિસ્તાન સામેની રણનીતિ તેમજ કાશ્મીર મુદ્દાથી જનતાને પ્રભાવિત કર્યા હતાં. અમેઠીમાં ભાજપા વિકાસ કરી રહી છે, જેથી રાહુલ ગાંધીના નેતૃત્વ પર સવાલો ઉઠ્યાં હતાં.

રણછોડજીના આશીર્વાદ નરેન્દ્ર મોદી સાથે છે. દેશના રાજનીતિની દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ છે કે કોંગ્રેસ અને કોંગ્રેસના પ્રતિનિધિઓની ભાવના દેશના ટુકડા અને વિભાજન કરનાર દેશદ્રોહી પ્રવૃત્તિ કરનારા લોકોની સાથે છે. સત્તાના ખેલ નિરાળો છે કે હિન્દુઓને આતંકી કહેનારને હિન્દુ મંદિરોમાં જઇ રહ્યાં છે. જનતા બધુ જ સમજી રહી છે. સર્જીકલ સ્ટ્રાઇક સમયે સેનાની બહાદુરી પર પ્રશ્નો ઉઠાવ્યાં હતાં. યાત્રાધામ ડાકોર રવિવારે રાજકીય મહાનુભવોના આગમનથી ધમધમી ઉઠ્યું હતું.

યાત્રાધામમાં રવિવારે બપોર થતા સુધીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજા રણછોડરાયના મંદિરમાં આવ્યા પછીના માંડ પોણા કલાકમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની પણ આવી પહોંચ્યા હતા.તેઓએ પણ કાળિયા ઠાકોરના મનભરીને દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. દર્શન વ્યવસ્થાની જાળીમાં પહોંચ્યા હતા. જ્યાં તેઓએ રાજા રણછોડરાયને નમન કરી આશીર્વાદ મેળવ્યા હતાચૂંટણી પ્રચારની સભા ગજવી હતી, અને રાહુલે ભાજપ પર તો સ્મૃતિએ કોંગ્રેસ સામે આક્ષેપો અને પ્રતિઆક્ષેપો કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.