Abtak Media Google News

સામગ્રી

  • ૨૦૦ ગ્રામ બેબીકોર્ન
  • ૧ નંગ ગ્રીન કેપ્સિકમ (પટ્ટીમાં કાપેલું)
  • ૨ ટેબલ-સ્પૂન કોર્નફ્લોર
  • ૪ ટેબલ-સ્પૂન મેંદો
  • ૧ આદું-લસણની પેસ્ટ
  • અડધો મરી પાઉડર
  • પાણી
  • મીઠું
  • તેલ તળવા માટે
  • સોસ
  • ૨ નંગ લીલા કાંદા ચોપ્ડ
  • ૧ નંગ કાંદો ચોપ્ડ
  • ૧ નંગ કેપ્સિકમ
  • ૧ લીલું મરચું ચોપ્ડ
  • અડધો આદુંની પેસ્ટ
  • ૪-૫ નંગ લસણની પેસ્ટ
  • ૧ ટેબલ-સ્પૂન સોયા સોસ
  • ૧ ટેબલ-સ્પૂન કેચઅપ
  • અડધો સેલેરી ચોપ્ડ
  • અડધો મરી પાઉડર
  • અડધો લાલ મરચાંનો પાઉડર
  • ૨ ટેબલ-સ્પૂન તેલ
  • મીઠું અને સાકર

બનાવવાની રીત:

  1. બેબીકોર્નને સાઇઝ પ્રમાણે ધોઈને કટ કરી લેવા.
  2. એક બોલમાં મેંદો, કોર્નફ્લોર, મીઠું, મરી, આદું-લસણની પેસ્ટ મિક્સ કરીને બેટર બનાવવું. જાડું બેટર રાખવું.
  3. બેબીકોર્નને આ બેટરમાં બોળીને સેલોફ્રાય કરવા.
  4. એક કડાઈમાં તેલ ગરમ કરીને એમાં કાંદા સાંતળવા. એમાં સેલેરી, કેપ્સિકમ, આદું, મરચાં, લસણને મિક્સ કરીને સાંતળવું.
  5. એમાં સોયા સોસ અને કેચઅપ મિક્સ કરવું. સો બેબીકોર્ન, મીઠું, સાકર, મરી અને લાલ મરચાંનો પાઉડર મિક્સ કરીને બેબીકોર્નને આ મસાલો કોટ કરવો.
  6. એના પર લીલી ડુંગળીનાં પાન સ્પ્રિંકલ કરી નાખવાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.