Abtak Media Google News

પ્રતિયોગીતાની મીસીસ કેટેગરીમાં સેક્ધડ રનર અપ સહિત ૨ ટાઈટલ જીત્યા

આઈવા ઈન્ડિયા દ્વારા આયોજીત મિસ્ટર મીસ મીસીસ અને મીસીસ એક્સકલ્યુઝીવ ૨૦૧૭ મુંબઈ ખાતે યોજાયેલ. જેમાં રાજકોટના પલક ગાદોયા રવેશીયાએ ભાગ લઈ બે ટાઈટલ જીત્યા હતા. તે સેક્ધડ રનર અપ હતા. સાથે સાથે મીસીસ ઈન્ટલકચુલ ટાઈટલ પણ મેળવ્યું. આ પ્રતિયોગીતામાં અલગ અલગ રાજયોમાં મળીને ૩૦ સ્પર્ધકો હતા. જેમાં દિલ્હી, હરીયાણા, મણીપુર, જમ્મુ-કાશ્મીર અને ગુજરાતમાંથી ભાગ લીધો હતો. ૩૦માંથી પલક જ હતા જે બ્યુટી કે ગ્લેમર ફિલ્ડમાંથી ન હતા.

તેઓ આઇવાના આભારી છે જેણે પરણીત સ્ત્રીઓને બહાર આવવા અને તેમની પ્રતિભા દાખવવા એક પ્લેટફોર્મ પૂરું પાડયું. તેમણે કહ્યું કે, હું યશ પટનાયક, પરવીન્દરસિંગ અને તેજલ જવેરી વિગેરેનો આભાર માનુ છું.

તેમણે ટેલેન્ટ રાઉન્ડમાં ડાન્સ રજૂ કર્યો હતો. તે સેમી કલાસીકલ હતું. સાથે મોનો એક્ટિંગ, ડોમેસ્ટીક વાયોલન્સ પર રજૂ કરીને જજને ખુશ કરી દીધા હતા. મુંબઈમાં આયોજીત આ સ્પર્ધાના ત્રણ રાઉન્ડ હતા. તેમણે પાંચ દિવસ કડી ટક્કર આપી ફાઈનલ રાઉન્ડના દિવસે સેક્ધડ રનર ટાઈટલ જીત્યું હતું અને રાજકોટ ગુજરાતનું નામ રોશન કર્યું હતું.

તેઓ ઈન્ટરનેશનલ ગેજેટ માટે પણ પસંદ થયા. તેઓ સીંગાપુર ખાતે માર્ચમાં યોજાનાર મીસીસ એશિયા પેસીફીકમાં ગુજરાત અને ભારતના પ્રતિનિધિ તરીકે જશે. પલક એક એન્કર છે. તેમણે સફળતાના શ્રેય પોતાના પરિવારને આપ્યો હતો. તેઓએ એક સર્ટીફાઈડ મોટીવેશનલ પણ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.