દિકરીઓ આત્મનિર્ભર બને તે માટે રિઝવાના ખાન દ્વારા અપાઇ બ્યુટી પાર્લર તાલીમ

છેલ્લા સાત વર્ષથી એક મહિલા દ્વારા દિકરીઓ ઘરે બેસીને આત્મનિર્ભર બને તેવી સંપૂર્ણ તાલીમ આર.જે. બ્યુટી પોઇન્ટ આપે છે

આજના સમયમાં સ્ત્રીઓ પુરૂષ સમોવણી બની ગઇ છે સ્ત્રીઓ આત્મનિર્ભર બની છે ત્યારે રાજકોટમાં પ, કૃષ્ણનગર પોપટપરામાં આવેલ આર.જે. બ્યુટી પોઇન્ટના રીઝવાના ખાન દ્વારા દિકરીઓને બ્યુટી પાર્લરનો બેઝીક કોર્ષ એક મહિના માટે શિખવાડવામાં આવે છે અને કેમ્પ પૂર્ણ થયા બાદ ગઇકાલે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને વિજેતા થયેલ વિઘાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. આ તકે વોર્ડ નં.૩ ના આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ વૈશાલીબા વાઘેલા સહિતના ઉ૫સ્થિત રહ્યા હતા.

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન આર.જે. બ્યુટી પોઇન્ટના માલીક રીઝવાના ખાનએ જણાવ્યું હતું કે હું ઘણા વર્ષથી દિકરીઓ અને મહિલાઓ આત્મનિર્ભર બને અને ઘરે બેસી બ્યુટી પાર્લરનો બિઝનેસ કરી આત્મનિર્ભર બને તે હેતુથી એક મહિનાનો બેઝીક કોર્ષ કરાવું ત્યારબાદ વિઘાર્થીઓ માટે એક સ્પર્ધાનું આયોજન કરી તેમને શિખવાડેલ ટ્રીટમેન્ટમાં તેઓ કેટલા નિપૂર્ણ થયા છે અને તેઓમાં કેટલો આત્મવિશ્ર્વાસ વઘ્યો છે. તે માટે આયોજન કરીએ છીએ, આ વખતની બેચની તમામ દસ વિઘાર્થીનીઓ ખુબ જ ઉત્સાહીત હતા. તેમને ખુબ જ સુંદર રીતે સ્પર્ધકોને તૈયાર કર્યા હતા અને  ત્યારબાદ હવે તેઓને આગળના કોર્ષ શીખવાડવામાં આવે છે.

વિઘાર્થીની ફેઝલબાનુ એ જણાવ્યું હતું કે મેં આર.જે. બ્યુટી પોઇન્ટ ના રીઝવાના ખાન પાસેથી બ્યુટી પાર્લરનો બેઝીક કોર્ષ શીખવા આવી હતી ખુબ જ ઓછા સમયમાં તમામ બ્યુટી ટ્રીટમેન્ટ શિખવાડવામાં આવી છે અને અમને ઓછા દિવસમાં ઘરે બેસીને આત્મનિર્ભર બની શકાય તેવી તાલીમ આપવામાં આવે છે આજે અમારા માટે એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમે ૧૦ વિઘાર્થીનીઓએ ભાગ લીધો હતો હું વિજેતા બની છું મને ખુબ જ આનંદ થાય છે કે અમારી મહેનત રંગ લાવી છે.

Loading...