Abtak Media Google News

આપણી લાઇફસ્ટાઇલ, પોલ્યુશને લઇને ત્વચાનો હાલ બેહાલ થઇ જતો હોય છે. તેમાં પણ શિયાળાની ઋતુમાં ખાસ ત્વચાનું ખ્યાલ રાખવું પડે છે. તેનાથી બચવા માટે તમે મોંઘા પ્રોડક્ટનો ઉપયોગ કરો તો પણ તેની કાયમી અસર રહેતી નથી. એટલુ જ નહીં તેમાં રહેલા કેમિકલ્સમાં સાઇડ ઇફેક્ટ પણ છે માટે બ્યુટી એક્સપર્ટ શહેનાઝ હુસેનની ટિપ્સ ફોલો કરી ત્વચાને બનાવો હેલ્ધી અને ક્લીયર……

– દરરોજ સવારે ઉઠીને એક કપ ગ્રીન ટી પીવાના ઘણાં ફાયદાઓ છે, આ માત્ર ફેટ ઘટાડવામાં જ મદદ નથી કરતા પરંતુ તેમાં રહેલા એન્ટી ઓક્સિડેશન સ્કિનને કોઇ પણ પ્રકારના ડેમેજથી બચાવે છે. અને વધતી ઉંમરની નિશાનીઓથી પણ દૂર રાખે છે.

– હોટ શાવર માત્ર રિલેક્સિગં જ નથી પરંતુ તેના કેટલાય ફાયદા છે, માટે બાથ સોલ્ટ, એસેન્શિલ ઓઇલ, ઓલિવ ઓઇલ અને રોજ ઓઇલ જેવી વસ્તુઓને મિક્સ કરીને ઉપયોગ કરો.

– ઘણી વખત પૂરતી ઊંઘ ન થવાને કારણે પણ પફી આઇઝની પરેશાનીમાંથી પસાર થવું પડતું હોય છે તેને ખતમ કરવા બટાકાનો જ્યુસ કાઢી કોટનની મદદથી અંડર આઇ એરિયા પર લગાવો. આ સિવાય ગ્રીન ટી બેગ્સ લો અને અડધા કપ ગરમ પાણીમાં રાખો, ઠંડા થયા બાદ આ બેગ્સને ૧૫ મિનિટ સુધી આંખો પર લગાવી રાખો.

– તમારી સ્કિનને ડેઇલી રુટિનમાં ડિપ ટિશ્યુ મસાજ કરો. તેમાં મસાજ ઓઇલની મદદથી પ્રેશર પોઇન્ટસ પર મસાજ કરો. તેનાથી સ્કિમ રિલેક્સ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.