Abtak Media Google News

નાણાંકીય એકટ ૨૦૧૭ દ્વારા બે લાખથી વધુના રોકડ વ્યવહારો પર ફટકારાશે આકરો દંડ

ઇન્કમટેકસ વિભાગે કહ્યું છે કે, બેંકો અને પોસ્ટ ઓફીસ ખાતાઓમાંથી બે લાખથી વધુ રકમ ઉપાડવા પર કોઇ મર્યાદા લાગુ થશે નહીં  એટલે કે, બેંક અને પોસ્ટ ઓફીસ ખાતામાંથી ર લાખથી વધુ રકમ ઉપાડી શકાશે જો કે નાણાંકીય એકટ ૨૦૧૭ દ્વારા બે લાખ ‚પિયાથી વધુ રોકડની લેવડ-દેવડ કરવા પણ પ્રતિબંધ લાદયો છે.

બે લાખથી વધુની રોકડ લેવડ-દેવડ પર પૈસા મેળવનાર પર તેટલા વધુના નાણાં પર દંડ ફટકારવામાં આવશે.

ઇન્કમટેકસ એકટમાં નવી ધારા ૨૬૯ એસટી વિશે સ્પષ્ટીકરણ જાહેર કરતા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસએ (સીબીડીટી) કહ્યું કે, આ ધારા પ્રતિબંધ બેંકો અને પોસ્ટ ઓફીસમાંથી ઉપાડ પર લાગુ થશી નહિં.

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે રોકડ લેવડ-દેવડ પરના અંકુશ બેંકો, પોસ્ટ ઓફીસ અને કો-ઓપરેટીવ બેંકોમાંથી ઉપાડવામાં આવેલ નાણાં પર લાગુ થશે નહિ. સીબીડીટીએ કહ્યું કે, આ અંગે આવશ્યક અધિસુચના જાહેર કરવામાં આવશે.

નાણાં મંત્રી અ‚ણ જેટલીએ વર્ષ ૨૦૧૭-૧૮ ના બજેટમાં ત્રણ લાખ ‚પિયાથી વધુના રોકડ વ્યવહારો પર પ્રતિબંધ મુકયો હતો. આ ત્રણ લાખ ‚પિયાની મર્યાદાને ફાયનાન્સ બીલમાં બે લાખ ‚પિયા કરવામાં આવી હતી.

રોકડ વ્યવહારો પરના પ્રતિબંધનું મુખ્ય કારણ કાળાનાણા પર રોક લગાવવા અને દેશની ઇકોનોમીને ડીજીટલ ઇકોનોમી બનાવવાનું છે. આ ઉપરાંત ડીજીટલ પેમેન્ટને વેગ આપવા માટે નાના અનઓર્ગેનાઇઝડ, બીઝનેશ પર ટેકસેશન દર ૮ ટકાથી ઘટાડી ૬ ટકા કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.