Abtak Media Google News

Table of Contents

લાઈટ ગુલ થયા બાદ ફોન જીકાજીક કરીને ઉધ્ધતાઇભર્યા વર્તન સાથે રોફ જમાવીને જલ્દી લાઈટ ચાલુ કરો તેવુ કહેવાવાળા બુધ્ધિજીવી ગ્રાહકો માટે ’અબતક’નો ખાસ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ

ટેક્નિકલ કે અન્ય કોઈ કારણોસર વીજવિક્ષેપ પડયા બાદ જ લાઈટ ગુલ થાય છે,જેના સમારકામ માટે વીજપ્રવાહ બંધ કરવો પડે છે: ફરિયાદ નિવારવા વીજકર્મીઓને ૭ સ્ટેપ લેવા પડે છે

જ્યારે વીજળી ગુલ થાય છે. ત્યારે ઘણા લોકો બેબાકળા થઈને વીજ કંપની ઉપર ફરિયાદોનો ધોધ વહાવે છે. એક વખત ફરિયાદ નોંધાવી વ્યાજબી છે. પરંતુ ઘણા લોકો થોડી થોડી વારે ફોન કર્યા કરે છે. અને વાત એટલામાં અટકતી નથી. સામે બેઠેલા વીજ કર્મચારી સાથે ઉદ્ધતાઈભર્યા વર્તન સાથે રોફ પણ જમાવે છે. તો આવા લોકોને ગ્રાઉન્ડની હકીકતથી વાકેફ કરવા ’અબતક’ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે.

વીજ વિક્ષેપ એ કોઈ ક્ષતિ હોતી નથી. વીજ વિક્ષેપ થવાના ઘણા બધા કારણો હોય છે. મોટેભાગે વાતાવરણ વધુ કારણભૂત બનતું હોય છે. ખાસ કરીને ચોમાસામાં વીજ વિક્ષેપની સમસ્યા વધુ જોવા મળે છે. પીજીવીસીએલ દ્વારા આ બાબતને ધ્યાને લઈને પ્રિ મોન્સૂનની કામગીરી તો કરવામાં આવે જ છે. તેમ છતાં સમસ્યાઓ સર્જાતી રહે છે. ભારે વરસાદ અને પવનના કારણે અનેક સાધનોને નુકસાન થાય છે. જેથી વીજળી ગુલ થવાની ઘટનાઓ બને છે.

વીજળી ગુલ થયા બાદ ગ્રાહકો જેવી ફરિયાદ કરે છે. તુરંત જ પીજીવીસીએલ દ્વારા ફરિયાદ નિવારવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવતી હોય છે. જેમાં કુલ ૭ સ્ટેપ થાય છે. પહેલા પીજીવીસીએલના કર્મચારી ફરિયાદ નોંધે છે.બાદમાં આ ફરિયાદના આધારે વીજ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચે છે. ત્યારબાદ જગ્યા ઉપર જઈને તે પ્રાથમિક ચકાસણી કરી ફોલ્ટ શોધવાનો પ્રયત્ન કરે છે. બાદમાં ટીસીમાંથી ફ્યુઝ કાઢે છે. જેથી સમારકામ દરમિયાન વીજ પ્રવાહ બંધ રહે. પછી તેઓ વીજપોલ ઉપર ચડીને સમારકામ શરૂ કરે છે. બાદમાં સમારકામ પૂર્ણ થયે ફરી તેઓ ફરી ફ્યુઝ ચડાવે છે. પછી ફરિયાદનું નિવારણ થયા અંગે ગ્રાહકની સહી લ્યે છે. આમ ફરિયાદ નિવારવા સાત તબક્કામાંથી પસાર થવું પડે છે.

આ સમગ્ર પ્રક્રિયા માત્ર એક વીજ ફરિયાદ નિવારવાની હતી. ઘણી વખત એક જ સબ ડિવિઝનમાં એક સાથે અનેક સ્થળે કોઈ ક્ષતિ સર્જાઈ હોય છે. ત્યારે વીજ કર્મચારીઓએ સતત પ્રેશરમાં રહીને ખૂબ ઓછા સમયમાં ક્ષતિ દૂર કરવાની ચેલેન્જનો સામનો કરવો પડતો હોય છે. ઝડપી રીતે કામ કરતી વેળાએ ઘણી વખત જોખમ પણ વધી જતું હોય છે. માટે ગ્રાહકોએ પણ ફરિયાદ કર્યા બાદ ધીરજ રાખવાની જરૂર છે. ખાસ કરીને ચોમાસામાં વધુ વરસાદ પડ્યે ફરિયાદોનો ધોધ વહેતો હોય છે. ત્યારે વીજ કર્મચારીઓ અને વાહનોની મર્યાદિત સંખ્યાને પણ ગ્રાહકોએ ધ્યાને રાખવી જોઈએ. ઉલ્લેખનીય છે કે વીજ કર્મચારીઓ દરરોજ અનેક જોખમ ખેડીને વીજ પુરવઠાની સપ્લાયમાં આવેલી ક્ષતિઓને દૂર કરતા હોય છે. જેની નોંધ દરેક ગ્રાહકોએ લેવી જરૂરી છે.

ચોમાસામાં ફરિયાદો નિવારવા ખાસ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ધમધમે છે: જે.જે. ગાંધી

Vlcsnap 2020 06 20 17H31M36S250

પીજીવીસીએલના ચીફ ઈજનેર જે.જે. ગાંધીએ જણાવ્યું કે લોકડાઉન વખતે લોકો ઘરમાં રહે તે માટે અવિરતપણે વીજપુરવઠો પૂરો પાડવો જરૂરી હતો. હોસ્પિટલોમાં અને ઘરોમા વીજપુરવઠો સતત અને નિરંતર આપવામાં આવ્યો હતો. વધુમાં તેઓએ જણાવ્યું કે ઘણી વખત ગ્રાહકો એવી ફરિયાદ કરતા હોય છે કે કમ્પ્લેઇન નંબર ઉપર ફોન લાગતો નથી. આવા સમયે એક સાથે મોટી સંખ્યામાં ગ્રાહકો કમ્પ્લેઇન નંબર ઉપર ફોન કરતા હોવાથી આવુ બનતું હોય છે. ક્યારેક ટીસીમાં કોઈ પ્રશ્ન ઉદભવે તો ૨૦૦થી ૩૦૦ ગ્રાહકોને અસર થતી હોય છે. ત્યારે એક ગ્રાહકની ફરિયાદ મળ્યા બાદ ટિમ રવાના થઈ ગઈ હોય છે. ઘણી વખત એવું પણ બને છે. કે ગ્રાહકોને એમ લાગે છે કે અમારી ફરિયાદ હજુ નોંધાઇ નથી. પરંતુ હકીકતમાં ટિમ રીપેરીંગ માટે રવાના પણ થઈ ગઈ હોય છે. વધુમાં ચોમાસુ શરૂ થાય એટલે ઇમરજન્સી ઓપરેશન સેન્ટર શરૂ કરવામાં આવે છે. જેમાં જમ્પર, ટ્રાન્સફોર્મર સહિતના સાધનો ઉપર વિશેષ ધ્યાનમાં આપવામાં આવે છે.

ચોમાસામાં વીજવિક્ષેપની શક્યતાઓ ઘટાડવા અસરકારક પ્રિ મોન્સૂન કામગીરી કરાય છે

Vlcsnap 2020 06 20 17H26M20S163

ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. આ દરમિયાન વીજ વિક્ષેપની શક્યતાઓ નહિવત રહે તે માટે અગાઉથી પ્રિ મોન્સૂન કામગીરી કરવામાં આવે છે. જેમાં ૭૨૪૩માંથી ૫૦૦૦થી વધુ ફીડરોની મરામત કરવામાં આવી છે. વીજ વાયરોને નડતા વૃક્ષોને કાપવામાં આવ્યા છે. વીજ લાઇન જ્યા વણાંક વળતી હોય ત્યાં તાણીયા રાખવામાં આવે છે. જેની પણ મરામત કરવામાં આવી છે. બે લાઇનને જોડતા જમ્પરને પણ રીપેર કરવામાં આવ્યા છે. આ કામગીરીમાં પીજીવીસીએલના કર્મચારીઓ સાથે કોન્ટ્રાક્ટ બેઇઝ ઉપર કામ કરતા કર્મચારીઓને પણ જોડવામાં આવ્યા હતા.

જટીલ નેટવર્કને મેઇન્ટેઈન કરવા કંપનીનું જબરૂ પ્લાનિંગ !

પીજીવીસીએલ દેશની એકમાત્ર એવી વીજ કંપની છે જે પોતાના વિસ્તારમાં ૧૨૦૦ કિમીનો દરિયાકાંઠો ધરાવે છે. આ કંપનીના ૫૬ લાખ જેટલા વીજ ગ્રાહકો છે. કંપનીમાં  ૩ લાખ કિમીથી વધુ વીજ વાયરોનું જટિલ નેટવર્ક છે. સમગ્ર સૌરાષ્ટ્ર- કચ્છમાં કંપનીના ૨૪૫ સબ ડિવિઝનો છે અને ૭૨૪૩ ફીડરો છે. ૯ લાખથી વધુ ટ્રાન્સફોર્મર સેન્ટર છે. આ જટિલ નેટવર્કને બરાબર રીતે ચલાવવા કંપનીએ જબરૂ  પ્લાનિંગ પણ ગોઠવ્યું છે. જે ખરેખર સરાહનીય છે.

તમામ સબ ડિવીઝનનાં કમ્પલેઈન નંબર

પ્રહલાદ પ્લોટ  ૯૬૮૭૬ ૩૩૬૯૨

મીલપરા        ૯૬૮૭૬ ૩૩૭૧૩

કોઠારીયા રોડ  ૯૬૮૭૬ ૩૩૭૧૫

સોરઠીયાવાડી   ૯૬૮૭૬ ૩૩૭૧૮

આજી-૧        ૯૯૨૫૨ ૦૯૭૬૮

રણછોડનગર   ૯૬૮૭૬ ૩૩૭૧૭

આજી.ઈન્ડ.     ૯૬૮૭૬ ૩૩૭૧૪

બેડીનાકા       ૯૯૨૫૨ ૦૯૭૭૭

લક્ષ્મીનગર     ૯૬૮૭૬ ૩૩૨૮૦

મહિલા કોલેજ  ૯૯૨૫૨ ૦૯૭૮૦

પ્રધ્યુમનનગર  ૯૯૨૫૨ ૦૯૭૮૨

ઉદ્યોગનગર     ૯૯૨૫૨ ૦૯૭૭૯

કાલાવડ રોડ   ૯૯૨૫૨ ૦૯૭૮૧

મવડી રોડ      ૯૯૨૫૨ ૦૯૭૭૩

માધપર         ૯૯૨૫૨ ૦૯૭૬૧

વાવડી          ૯૯૨૫૨ ૦૯૭૬૫

નાનામવા       ૯૯૨૫૨ ૦૯૭૮૩

રૈયા રોડ       ૯૦૯૯૯ ૦૪૭૭૦

મુખ્ય કસ્ટમર કેર નં. ૧૮૦૦૨૩૩૧૫૫૩૩૩/૧૯૧૨૨ વ્હોટસેપ કંપલેન નંબર ૯૫૧૨૦ ૧૯૧૨૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.