Abtak Media Google News

જ્યારે શિયાળાની વાત આવે ત્યારે દરેકને મન ભાવતા સૂપની વાતો યાદ આવે. તો સૂપ તે દરેકને ભાવતું હોય છે, ત્યારે  આ શિયાળામાં બનાવો આ સૂપ અને બનાવો આપના શિયાળાને એકદમ ખાસ. શું તમે નાળિયર અને મગફળીનું સૂપ ટ્રાય કર્યું છે ? જો ના કર્યું હોય  તો આજે કરો ટ્રાય.

સૂપ બનાવાની સામગ્રી :-

  • ૧/૨ નાળિયરનું દૂધ
  • ૧/૨ ભુક્કો કરેલી જાડી મગફળી
  • ૨ ટેબલસ્પૂન ચણાનો લોટ
  • ૨ ટેબલસ્પૂન તેલ
  • ૧ ટેબલસ્પૂન જીરૂ
  • ૨ ટીસ્પૂન જીણા સમારેલાં મરચાં
  • ૨ ટેબલસ્પૂન જીળી સમારેલી કોથમીર
  • ૧/૪ જીળી સમારેલી કાકડી
  • ૧/૪  જીળી સમારેલા ટામેટાં
  •  મીઠું સ્વાદ અનુસાર

સૂપ બનાવાની પદ્ધતિ:-

  • સૌ પ્રથમ એક બાઉલમાં નાળિયારનું દૂધ અને ચણાનો લોટ બરાબર મિક્સ કરી તેને ફિળી લો. તે એવી રીતે ફિળો કે તેમાં ગાઠા ન રહી જાય.
  • એક ઊંડા નોન-સ્ટિક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
  • જ્યારે દાણા  તળતળવા માંડે ત્યારે તેમાં લીલા મરચાં ઉમેરી તેની બરાબર  મધ્યમ તાપ પર શેકી  તેને ભેળવીલો અને તેને થોડી વાર ઢાંકી લો.
  • તે પછી તેમાં નાળિયારનું દૂધ અને ચણાના લોટના મિશ્રણને ભેળવી તેને ૩-૪ મિનિટ સુધી ધીમા તાપે રાંધી લો.
  • પછી તેમાં કાકડી ,ટામેટા, મગફળી સ્વાદ અનુસાર મીઠું અને   ૧/૨  કપ પાણી ભેળવી સારી રીતે મિક્સ કરી લો અને મધ્યમ તાપ પર  ૨-૩ મિનિટ સુધી વચ્ચે હલાવતા રહી રાંધી લ્યો.
  • છેલ્લે તેમાં કોથમીર મિક્સ કરી લો.
  • તરત જ તેને પીરસો.

7537D2F3 2

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.