Abtak Media Google News

બીસીસીઆઈએ પૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડના નામની ભલામણ પ્રતિષ્ઠિત દ્રોણાચાર્ય એવોર્ડ માટે કરી અને રાજીવ ગાંધી ખેલ રત્ન સન્માન માટે વિરાટ કોહલીની ભલામણ કરી છે. દર વર્ષે 29 ઓગસ્ટે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદરના જન્મદિવસે રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ અવસરે રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર પ્રદાન કરવામાં આવે છે.

આ ઉપરાંત બીસીસીઆઈએ ટેસ્ટમાં સૌથી પહેલા 10,000 રન બનાવનારા સુનીલ ગાવસ્કરને ધ્યાનચંદ પુરસ્કાર આપવાની ભલામણ કરી છે. ગાવસ્કરના નામની ભલામણ ધ્યાનચંદર લાઇફટાઇમ એચીવમેન્ટ પુરસ્કાર માટે કરવામાં આવી છે. ધ્યાનચંદ પુરસ્કાર ભારતનું સર્વોત્તમ ખેલ પુરસ્કાર છે જે કોઈ ખેલાડીના જીવનભરના કાર્યને ગૌરવ પ્રદાન કરે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.