કમાઉ દિકરા IPLથી BCCIને રૂ.4000 કરોડની કમાણી, વ્યૂઅરશિપમાં 25%નો વધારો

Bcci માટે ipl વધુ એક વખત કમાઉ દીકરો સાબિત થઈ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આઇપીએલ દ્વારા બીસીસીઆઈને લખલૂંટ કમાણી થઇ હોવાનું જાણવા મળે છે. આંકડા મુજબ યુએઈમાં રમાયેલી iplએ બીસીસીઆઇને રૂપિયા 4000 કરોડ રળી આપ્યા છે.

બોર્ડના ટ્રેઝરર અરુણ ધૂમલ અનુસાર, લીગની 13મી સીઝનમાં લગભગ 4 હજાર કરોડની કમાણી થઇ. જ્યારે ટૂર્નામેન્ટની ટીવી વ્યૂઅરશિપમાં પણ IPL 2019ની સરખામણીએ 25%નો વધારો થયો છે.

BCCI

ઉલ્લેખનીય છે કે, બોર્ડે 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર વચ્ચે IPLની 13મી સીઝનનું આયોજન યુનાઇટેડ અરબ અમીરાત (UAE)માં દર્શકો વિના કરવાનો નિર્ણય લીધો હતો. દર્શકો ના હોવા છતાં બીસીસીઆઈને ધૂમ કમાણી થઈ છે.

બોર્ડે ગઈ સીઝનની સરખામણીએ પોતાનો ખર્ચો લગભગ 35% ઓછો કર્યો. કોરોના વચ્ચે ટૂર્નામેન્ટથી લગભગ 4 હજાર કરોડની કમાણી કરી. ટીવી વ્યૂઅરશિપ લગભગ 25% વધી. આ વખતે ઓપનિંગ મેચ (મુંબઈ ઇન્ડિયન્સ vs ચેન્નાઈ સુપરકિંગ્સ)ને રેકોર્ડ સૌથી વધુ લોકોએ જોઈ હતી.

Loading...