બાટવા પાસે રૂ.૨૦.૫૨ લાખના દારૂ સાથે બે ઝડપાયા

64

ઉત્તરપ્રદેશથી ટ્રકમાં વિદેશી દારૂ લાવ્યાની કબુલાત: ૬૮૪૦ બોટલ વિદેશી દારૂ અને ટ્રક મળી રૂ.૨૯.૫૫ લાખનો મુદામાલ કબ્જે

બાટવા બાયપાસ પર વિદેશી દારૂ ભરેલો ટ્રક આવતો હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી રૂ.૨૦.૫૨ લાખની કિંમતની ૬૮૪૦ બોટલ વિદેશી દારૂ સાથે ઉત્તર પ્રદેશના બે શખ્સોને ઝડપી લીધા છે. દરોડા દરમિયાન એક શખ્સ ભાગી જતા શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બાટવા ડીવાય.એસ.પી. ગઢવીને મળેલી બાતમીના આધારે પી.આઇ. આર.કે.રાઠવા સહિતના સ્ટાફે બાયપાસ પર વોચ ગોઠવી એમ.એચ.૦૪સીયુ. ૪૪૩૦ નંબરના ટ્રકને અટકાવી તલાસી લેતા ટ્રકમાંથી રૂ.૨૦.૫૨ લાખની કિંમતની ૬૮૪૦ બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે ઉત્તર પ્રદેશના અલીગઢના ટ્રક ચાલક સમીરખાન જમીરખાન ફા‚કી અને ક્લિનર સલમાનખાન સુલતાનખાન નામના શખ્સોની ધરપકડ કરી છે. દરોડા દરમિયાન શકીલખાન નામનો શખ્સ ભાગી જતા તેની શોધખોળ હાથધરી છે.

સમીરખાન ફા‚કી અને સલમાનખાન વિદેશી દા‚ કયાં લઇ જતા હતા તે અંગેની પૂછપરછ માટે રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.

Loading...