Abtak Media Google News

ફૂટવેર માટે જાણીતી બાટા ઈન્ડિયા લી. કંપનીની નાણાકીય વિગતો ઓફિસીયલી જાહેર તા પહેલા વોટ્સએપ ગ્રુપમાં ફરતી થઈ: આ ડેટા લીક મામલે ઉંડાણપૂર્વકની તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવા અને ત્રણ માસમાં રિપોર્ટ આપવા સેબીનો બાટાને આદેશ

ફૂટવેર માટે જાણીતી બાટા કંપનીના ડાટા ચોરાઈ ગયા છે. તાજેતરમાં ધ સીકયુરીટી એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા-સેબીએ બાટા ઈન્ડિયા લીમીટેડ કંપનીને આદેશ કર્યો છે કે તેની નાણાકીય વિગતો લીક વા મામલે ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે. આ સો સેબીએ બાટાની ડેટા હેન્ડલીંગ કરવાની સ્ટ્રેંગ્ પર અનેક સવાલો કર્યા છે.

બાટા કંપીનાન ૩૧ ડીસેમ્બર, ૨૦૧૫ના કવાટરલી ફિનાન્સીઅલ ડેટા વોટ્સએપ મેસેજમાં ફરી રહ્યાં છે. કંપનીએ આ ડેટા ઓફિસીઅલ રીલીઝ કરતા પહેલા તો વોટ્સએપમાં તમામ ડેટા ફરી રહ્યાં હતા. સેબીએ આ વિશે કહ્યું કે, કોઈ વ્યક્તિએ કંપનીના ડેટા (નાણાંકીય વિગતો) ચોર્યા છે. કંપનીની વિગતો લીક ઈ છે. નહિંતર આ રીતે માહિતી મેસેજ એપ વોટ્સએપમાં જાહેર થવી અશકય છે. સેબીએ કહ્યું કે, આ મામલે ઉંડાણપૂર્વકની તપાસ વી જોઈએ. આ રીતે ડેટા લીક વાી સેબીએ ડાટા કંપનીના પ્રોસેસ અને સીસ્ટમ વિશે પણ ટીકા કરી છે.

Bata
bata

સેબીએ આદેશ કર્યો છે કે, બાટા આ વિશે તપાસ કરાવી જવાબદારોને સજા ફટકારે અને ત્રણ માસમાં આ વિશે અહેવાલ રજૂ કરે. જણાવી દઈએ કે, સેબીએ આ પ્રકારે આદેશ હજુ ગયા અઠવાડિયે જ ટાટા મોટર્સને તેની લકઝરી બ્રાન્ડ જગ્લર લેન્ડ રોવરને લઈને આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.