Abtak Media Google News

એક ડઝન જેટલા વરિષ્ઠ આવકવેરા વિભાગનાં અધિકારીઓની કરી ઝાટકણી: ગુજરાતનાં કમિશનર બી.બી. રાજેન્દ્રપ્રસાદ પણ ફસાયા

બીજી ટર્મમાં ચુંટાયેલી મોદી સરકાર ગણતરીનાં જ દિવસોમાં અનેકવિધ મહત્વપૂર્ણ નિર્ણય લઈ રહ્યું છે જેમાં એક ડઝન જેટલા વરિષ્ઠ આવકવેરા વિભાગનાં અધિકારીઓની ઝાટકણી કરવામાં આવી છે જેમાં ગુજરાતનાં કમિશનર બી.બી.રાજેન્દ્રપ્રસાદનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મોદી સરકાર દ્વારા નાણા મંત્રાલયમાં ખુબ જ મોટાપાયે ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જેમાં એક ડઝનથી પણ વધુ આવકવેરા વિભાગનાં અધિકારીઓની ઝાટકણી કરવામાં આવી છે કે તેઓ ભ્રષ્ટાચાર જેવા કેસોમાં સંડોવાયેલા હોય.

નાણા મંત્રાલય દ્વારા રૂલ્સ-૫૬ જે અન્વયે ફન્ડામેન્ટલ રૂલ્સનો ભંગનો ગુનો વરીષ્ઠ અધિકારીઓ ઉપર લગાવવામાં આવ્યો છે જેમાં કમિશનર, એડિશ્નલ કમિશનર અને આસીસ્ટન્ટ કમિશનર રેન્જનાં અધિકારીઓની ઝાટકણી કરવામાં આવી છે અને આવનારા સમયમાં પણ વધુને વધુ કાર્યવાહી ઉગ્ર બનાવવામાં આવશે તેમ નાણા મંત્રાલયનાં સુત્રો દ્વારા જાણવામાં આવી રહ્યું છે. અનેક વરીષ્ઠ અધિકારીઓનાં રેકોર્ડ ખરાબ હોવાનાં કારણે અને વારંવાર લોકો દ્વારા કરવામાં આવતી ફરિયાદનાં પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ફરજીયાત નિવૃતિ લેવડાવવાનો નિર્ણય કેન્દ્ર સરકારનાં નાણા વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો.

નરેન્દ્ર મોદી દ્વારા તેમનાં મંત્રીમંડળને તાકીદ કરતાં જણાવ્યું હતું કે, જે કોઈ અધિકારીઓ તેમની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવતા ન હોય તે તમામને પદ ઉપરથી હટાવવામાં આવે અને ફરજીયાતપણે તેવો નિવૃતિ લે આ સુચનાનાં આધારે નાણા મંત્રાલય દ્વારા એક ડઝનથી વધુ આવક વેરા વિભાગનાં વરિષ્ઠ અધિકારીઓની ઝાટકણી કરવામાં આવી છે. જેમાં તામિલનાડુનાં કમિશનર હોમી રાજવંશ, ગુજરાતનાં કમિશનર બી.બી. રાજેન્દ્રપ્રસાદ, કોચીનાં કમિશનર આલોકકુમાર મિત્રા, કલકતાનાં કમિશનર અજયકુમારસિંગ તથા કોચીનાં કમિશનર બી.અરુલ્લાપા, તામિલનાડુનાં એડીશનલ કમિશનર વિવેક બત્રા, ભુનેશ્ર્વરનાં એડીશનલ કમિશનર એ.રવિન્દ્ર તથા અલ્હાબાદમાં એડીશનલ કમિશનર ચંદર શેઈન ભારતી તથા લખનઉનાં આસીસ્ટન્ટ કમિશનર રામકુમાર ભરગાવવાનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ તમામ અધિકારીઓને ફરજીયાતપણે નિવૃતિ લેવા માટેનો આદેશ પણ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.