Abtak Media Google News

સારી કામગીરીને બિરદાવો નહીં તો કંઈ નહીં હવનમાં હાડકા ન નાખો: ભારદ્વાજ, ભંડેરી

હાર્દિક રાજકોટ આવ્યો ત્યારે કઈ ગાઈડલાઈનનું પાલન કર્યું ‘તું ?

કોરોનાકાળમાં કોંગ્રેસી નેતાઓએ માત્ર સરકાર અને સરકારી અધિકારીઓ પર સવાલો જ ઉઠાવ્યા છે. કોરોના વોરીયર્સ પર પણ મનધડત આક્ષેપો કરી એમનું મોરલ તોડ્યું છે તેમ આગેવાનો નીતિન ભારદ્વાજ, ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું.  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપમુખ્યમંત્રી, આરોગ્યમંત્રી આરોગ્ય સચિવ તેમજ રાજકોટમાં સ્થાનિક કક્ષાએ મહાનગરપાલિકા તંત્ર વગેરે તથા સરકારી બિનસરકારી તમામ સંસ્થાઓ ઉત્તમ કામગીરી કરી કોરોનાને કાબૂ લેવા દિવસ-રાત મહેનત કરી રહી છે જે મશીન ચાઈનીઝ હોવાનાં આક્ષેપો કોંગ્રેસે કર્યા છે એ વાસ્તવમાં જગતનાં અનેક દેશોમાં બને છે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ રાજકોટમાં આવ્યો ત્યારે સોશિયલ ડિસ્ટન્સી લઈ કોરોનાની કઈ ગાઈડલાઈનનું પાલન કોંગ્રેસે કરેલું છે એ જણાવવું જોઈએ.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાઈનાના મશીન રાજ્ય સરકાર સ્થાનિક તંત્ર તેમજ રાજકોટમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ બાબતે કોંગ્રેસનાં નેતા અશોક ડાંગર૪ ડો. હેમાંગ વસાવડા, ગાયત્રીબા જાડેજા અને મહેશ રાજપૂતનાં આક્ષેપો, સવાલો, શંકાઓ અને માંગણીઓને પાયાવિહોણી, બિનજરૂરી, ગેરમાર્ગે દોરનારી, અફવાયુક્ત ગણાવી પ્રદેશ ભાજપ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજે તેમજ ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઈ ભંડેરી જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના ઉપક્રમે જી.એમ.એસ.સી.એલ. દ્વારા રાજ્યભરમાં મેડિકલ કોલેજમાં ચીનના મશીન પહોંચાડવામાં આવ્યા હતા. લોહીમાં રક્તકણો ગણી આપવાનું કામ કરતા અંદાજીત ૨૦ લાખની કિંમતના બે મશીન સિવિલ હોસ્પીટલમાં મુકવામાં આવ્યા છે. આ મશીન જે કંપની દ્રારા આ તૈયાર કરવામાં આવ્યા છે તે કંપનીની સ્થાપનાના ફક્ત વર્ષ ૧૯૯૧માં ચીનમાં થઈ હતી અને હાલમાં દરેક દેશમાં તેની બ્રાન્ચ ઓફીસો આવેલી છે. મેન્યુફેક્ચરિંગ થાય છે. તેને માત્ર ચીન સાથે સંબંધ નથી. પાયાવિહીન આક્ષેપો અને સમાજવિરોધી હરકતો એ કોંગ્રેસની પ્રકૃતિ૪ સંસ્કૃતિ અને વિકૃતિ છે.

કોંગ્રેસનાં નેતાઓ મોબાઈલી લઈ જે દરેક ચીજવસ્તુ વાપરે છે તે દરેક ચીજવસ્તુમાં ચાઈનાનું કનેક્શન ક્યાંકને ક્યાંક જોડાયેલું જ છે. ચીનનો બાયકોટ જ કરવો હોય તો પહેલા એ બધું બંધ કરવું જોઈએ. જો કોઈ મશીન કોઈનો જીવ બચાવતું હોય ઉપયોગી સાબિત થતું હોય તો એ ચાઈનાનું હોય કે જાપાનનું શું ફર્ક પડે?  અને તેમ છતાં કોંગ્રેસનાં નેતાઓને ચીન સંલગ્ન મશીની પેટમાં બળતું હોય તો એમણે સિવિલ હોસ્પિટલને આવા સ્વદેશી મશીન દાન કરવા જોઈએ.  ભંડેરી-ભારદ્વાજે વધુમાં જણાવ્યું હતું કે, સંપૂર્ણ કોરોનાકાળમાં આજ સુધી કોંગ્રેસી નેતાઓએ માત્ર સરકાર અને સરકારી અધિકારીઓ પર સવાલો જ ઉઠાવ્યા છે અને અંતે કોરોના વોરીયર્સ પર પણ મનધડત આક્ષેપો કરી એમનું મોરલ તોડ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ઉપમુખ્યમંત્રી – આરોગ્યમંત્રી નીતિનભાઈ પટેલ, આરોગ્ય સચિવ જયંતી રવિ તેમજ રાજકોટમાં સ્થાનિક કક્ષાએ મહાનગરપાલિકા તંત્ર વગેરે તથા સરકારી-બિનસરકારી તમામ સંસ્થાઓ ઉત્તમ કામગીરી કરી કોરોનાને કાબૂ લેવા દિવસ-રાત મહેનત કરી રહી છે. ફક્ત એક રાજકોટમાં જ તો કોરોના વકર્યો હોય એવું નથી. અમદાવાદ, બરોડા, સુરત, મુંબઈ, પુના, બેંગ્લોર૪ દિલ્હીથી લઈ છેક અમેરિકા, બ્રાઝીલ, ઈઝરાયલ જેવા મોટા-મોટા શહેરો-દેશોમાં કોરોનાનાં કેસ વધ્યા છે. એકલા રાજકોટમાં કોરોના કેસ વધી રહ્યા છે એવું નથી અને એ પાછળ સરકાર કે સ્થાનિક તંત્ર કે જનતા જવાબદાર નથી. કોરોનાના ફેલાવા માટે કોઈને દોષ દેવો યોગ્ય નથી. માત્ર ભાજપ કાર્યક્રમી પણ કોરોના ફેલાયો હોય એવું નથી. જો એવું હોતું તો માત્ર ભાજપનાં જ લોકોને કોરોના થતો પરંતુ કોંગ્રેસનાં પ્રદેશ કક્ષાનાં નેતાઓથી લઈ સ્થાનિક કોરપોરેટને પણ કોરોના થયો છે. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ રાજકોટમાં આવ્યો ત્યારે સોશિયલ ડિસ્ટન્સી લઈ કોરોનાની કઈ ગાઈડલાઈનનું પાલન કોંગ્રેસે કરેલું છે એ જણાવવું જોઈએ. કોંગ્રેસ નેતા એવું પણ કહી રહ્યા છે કે૪ રાજકોટ કલેક્ટર રેમ્યા મોહન ફરજીયાત ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે.

આ ઉપરાંત તેમની બદલી થશે વગેરે વગરે અફવાઓ ફેલાવી સરકાર અને સ્થાનિક તંત્ર વચ્ચે અરાજકતા ઉભી કરવા ઈચ્છતા કોંગ્રેસ નેતાઓ રાજકોટ કલેક્ટરની કામગીરીને બિરદાવી ન શકે તો કઈ નહીં પરંતુ દિવસ-રાત જીવનાં જોખમે પોતાની જવાબદારી અદા કરી કોરોનાગ્રસ્ત થયેલા રાજકોટ કલેક્ટર વિશે આ પ્રકારનું બયાન ન આપવું જોઈએ. હાલ રાજકોટમાં પૂરતા તબીબોની ટિમ છે, સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં પણ પૂરતા પ્રમાણમાં બેડ અને નર્સિંગ સ્ટાફ છે. લોકોમાં પણ જાગૃતિ કેળવાઈ છે કે અમુક વ્યાપારી સંગઠનો સ્વેચ્છાએ બંધ પાળી રહ્યાં છે જે પણ પ્રસંશાને પાત્ર છે. કોઈએ પણ કોંગ્રેસનાં જુઠ્ઠાણાઓ, અફવાઓ પર ધ્યાન આપવાની જરૂર નથી અને સૌએ સાવચેતી, સલામતી દાખવી કોરોના સામે પૂરી મક્કમતાથી લડવાનું છે એવું પ્રદેશ ભાજપ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજે તેમજ ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઈ ભંડેરી જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.