Abtak Media Google News

સંસ્થા ર૭મીએ જરૂરતમંદ પરિવારની દિકરીને પરણાવી સાસરે વળાવશે

સમસ્ત પાટીદાર સમાજ અને માનવ કલ્યાણ મંડળ-ગુજરાત સંચાલિત “બા”નુ ઘર નિરાધાર મહિલા  વૃઘ્ધાશ્રમ દ્વારા દિવાળીની સાચી સેવાકીય ઉજવણી કરવામાં આવી છે.

સતત ૧૮ વર્ષથી આ સેવા ચાલી રહી છે.  કોરોનામાં  સોસીયલ ડિસ્ટન્સ જળવાઇ રહે સાથે જરૂરત મંદ લોકો સારી રીતે દીવાળી ઉજવી સકે તેથી આગેવાનો દ્વારા  ધેર ધેર જઇ દીવાળીની ૨૮૦ કીટ વિતરણ કરવામા આવી હતી. આ કીટમા  ગ-૯૫ માસ્ક, સેનીટાઈઝર, ઇલેક્ટ્રીક સ્ટીમ મસીન, કપુર, ચા, ખાંડ, તેલ, ગોળ, લોટ, કઠોળ, ચોખા, ખીચડી, સાબુ, સેમ્પુ, થઈ ૧૩ કીલોની કીટ બનાવવામા આવી હતી. આ સેવા  સંસ્થાના ચેરમેન-મુકેશભાઈ મેરજા, પ્રમુખ-ગીતાબેન પટેલ, મહામંત્રી-વિભાબેન મેરજા, અને સંસ્થાના સભ્યો ફટાકડા ન ફોડી, જન્મદિવસ કે એનિવર્સરી ન ઉજવી તેની બચત માંથી આ પ્રેરણાત્મક સેવાકાર્ય  કરી રહ્યા છે.

ખરેખર જરૂરિયાત વાળાને ઉપયોગી થતી આ “બા” નું ઘર મહિલા વૃધાશ્રમ સંસ્થા ૨૭ નવેમ્બર ૨૦૨૦ ના રોજ બાવાજી પરિવારની જરૂરિયાતમંદ દીકરીને સ્વમાનભેર પરણાવી કરિયાવર સાથે સાસરે વળાવશે, આ દીકરીના લગ્ન અને કરીયાવરમા દાતાઓને યોગદાન આપવા અપીલ કરૂ છું, દાન માટે બેંક એકાઉન્ટ ની નંબર ૩૭૫૫૨૮૬૨૬૪૩, ઈંરતભ ભજ્ઞમય : જઇઈંગ૦૦૬૦૩૯૦. આપનુ ડોનેશન કલમ ૮૦ૠ હેઠળ કરમુક્ત છે.

મો.નં.  ૯૪૨૬૭૩૭૨૭૩ પર સંપર્ક કરવો, આ મહિલા આશ્રમ કે જેમાં કોઈ પણ મહિલાઓ અમારા આ આધુનિક આશ્રમમા તદ્દન નિશુલ્ક રહેવા માગતા હોઇતો સંપર્ક કરશો, મહિલા આશ્રમમાં દાન / તિથી ભોજન સ્વીકાર્ય છે.

સંસ્થા દ્વારા ફ્રી દવાખાનુ, મેરેજ બ્યુરો, પ્લેસમેન્ટ સર્વિસ, સમાધાન પંચ, રાહતદરનુ વિતરણ કેન્દ્ર ચાલુ છે. જેનો સર્વ સમાજને લાભ લેવા  વિનંતી કરીએ છીએ,

“બા” નુ ધર મહીલા વૃધાશ્રમ, સૌરાષ્ટ્ર યુનિ. પાછળ, યુની. પોલીસ સ્ટેશનથી આગળ, આત્મીય હોસ્ટેલ પાછળ, હરીવંદના કોલેજ પાસે, મુજકા. રાજકોટ સીટી ઓફીસ : સમસ્ત રાજ્કોટ સમાજ, ૩-ગંગા જમુના સરસ્વતી ટાવર, યુનિ.રોડ, એકતા પ્રકાશનની બાજુમા, રાજકોટ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.