Abtak Media Google News

ગત વર્ષે વન બાર વન વોટના નિયમ વિરુઘ્ધ યોજાયેલી ચૂંટણીના પરિણામ સામે સ્ટે અને અપીલનો સુખદ અંત

બાર એસોસીએશનની ગત યોજાયેલી ચુંટણી વન બાર વન વોટ ના નિયમ વિરુઘ્ધ યોજાયેલી સબબ એડવોકેટ હેમલભાઇ ગોહેલએ હાઇકોર્ટમાં ચુંટણી રદ કરવા પીટીશન દાખલ કરતા હાઇકોર્ટે  ચુંટણીનું પરીણામ જાહેર કરવા સામે બાર એસોસીએશન વિરૂધધ વચગાળાનો મનાઇ હુકમ ફરમાવેલો હતો. બાદ સદરહું પીટીશન ફાઇનલ હિયરીંગ ઉપર આવતા હાઇકોર્ટમાં ચાલુ કાર્યવાહી એ પક્ષકારો વચ્ચે સમાધાન થતાં બાર એસોસીયેશન દ્વારા નવી ચુંટણી વન બાર વન વોટ ના નિયમ મુજબ આગામી તારીખ ૧૫ ફ્રેબુઆરી પહેલા યોજવાનો તથા ગત પરીણામ જાહેર ન થયેલું ચુંટણીના તમામ મતો નાકામ કરવાનો હાઇકોર્ટએ હુકમ કરી પીટીશન ડીસ્પોઝ કરેલી છે.

આ અંગેની ટુંકમાં હકિકત એવી છે કે સર્વોચ્ચ અદાલતના ચુકાદા ઉપરથી બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયા એ વર્ષ ૨૦૧૫ માં દેશના તમામ  બાર એસોસીયેશનને વન બાર વન વોટ ના નિયમ મુજબ ચુંટણી યોજવા નોટીફીકેશન બહાર પાડેલું હતું. પરંતુ બાર એસોસીયેશન જ વર્ષ-૨૦૧૭ ના ચુંટણી નિયમ મુજબ ન થતા બાર એસો.ના સભ્ય એટવોકેટ હેમલ ગોહેલએ હાઇકોર્ટમાં બાર એસો.ની ચુંટણીને પડકારી પીટીશન દાખલ કરી વર્ષ ૨૦૧૭ ના બાર એસોસીએશનની ચુંટણી વન બાર વન વોટ મુજબ યોજાઇ તેઓ હુકમ કરવા અરજ કરેલી હતી જેમાં પરિણામ સામે વચગાળાનો સ્ટે આપ્યો હતો.

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના રુલ્સ ૨૦૧૫ મુજબ વર્ષ ૨૦૧૮ માં રાજયના તમામ બાર એસોસીયેશનની ચુંટતી તા. ૨૨-૧૨-૨૦૧૭ ના રોજ યોજવાનું નકકી કરેલું. જે અંગે બાર એસો.એ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતને વર્ષ ૨૦૧૭ ની ચુંટણીના પરીણામ જાહેર કરવા સામે મનાઇ હુકમ હોઇ તેમજ પીટીશન હાઇકોર્ટના પેન્ડીંગ હોઇ, જો નવી ચુંટણી યોજવામાં આવે તો હાઇકોર્ટના હુકમની અવમાનના થાય તેવા સંજોગો ઉભા ન થાય તે માટે વર્ષ ૨૦૧૮ ની ચુંટણી યોજવા હાઇકોર્ટની પરવાનગી લેવાનો ઠરાવ કરેલા તેમજ પીટીશન બીનશરતી માફી માંગે તો અને પીટીશન વિડ્રો કરે તો બાર એસો.ને કોઇ વાંધી નથી તેવો ઠરાવ કરેલો જે સામે પીટીશન હેમલ ગોહેલએ બીનશરતી કે કોઇપણ પ્રકારની માફી માંગવા કે મેટર વિડ્ો કરવા માટે સ્પષ્ટ શબ્દોમાં બાર એસો.સાથે સમંત ન હતા.

બાદ તા. ૮-૧૨-૧૭ ના રોજ સદરહું પીટીશન ફાઇનલ હિયરીંગ ઉપર આવતા પીટીશનના એડવોકેટ યતિનભાઇ સોનીએ હાઇકોર્ટમાં કોર્ટનો ચુકાદો તથા અન્ય કાયદાકીય તથા હકિકત વિષયક દલીલો કરેલી.

હાઇકોર્ટએ તે સમાધાનના આધારે આગામી ચુંટણી બાર એસો.એ ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૮ પહેલા વન બાર વન વોટ ના નિયમ પ્રમાણે યોજવા તથા ગત ચુંટણીના મતો ગણતરી વગર ડિસ્ટ્રોઇ કરવાનો હુકમ કરી પીટીશનનો નિકાલ કરેલો છે. આ કામમાં પીટીશન હેમલ ગોહેલને કાયદાકીય માર્ગદર્શન ધારાશાસ્ત્રી શ્યામલભાઇ સોનપાલએ પુરુ પાડેલ હતું. આ કામમાં પીટીશનર હેમલ ગોહેલ વતી હાઇકોર્ટના એડવોકેટ યતિનભાઇ સોની, કવીતાબેન તન્ના અને બાર એસોસીએશન વતી કાઉન્સીલ અમિતભાઇ પંચાલ, સિઘ્ધાર્થ ઝા, બાર કાઉન્સીલ ઓફ ગુજરાત વતી હાઇકોર્ટના એડવોકેટ રુપલબેન પટેલ તથા બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયા વતી એડવોકેટ મનન શાહ રોકાયેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.