Abtak Media Google News

૧૧૦૦ થી વધુ ઉઘોગપતિઓને ‘પાથ ઓફ પ્રોગ્રેસ’ વિષય પર પૂ. અપૂર્વમુનિ સ્વામીનું માર્ગદર્શન

પૂ. પ્રમુખસ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતિ મહોત્સવ રાજકોટ ખાતે ભવ્યતા અને દિવ્યતાપૂર્વક ઉજવાશે. જે અંતર્ગત સમગ્ર વર્ષ દરમિયાન રાજકોટમાં વિવિધ સામાજીક અને આઘ્યાત્મિક કાર્યક્રમો યોજનાર છે. જે અંતર્ગત ગઇકાલે રાજકોટ બીએપીએસ સ્વામીનારાયણ મંદીર દ્વારા હેમુગઢવી હોલ ખાતે પાર્થ ઓફ પ્રોગ્રેસ વિષય પર રાજકોટમાં આવેલ વિવિધ ઇન્ડસ્ટ્રીઝના માલીકો, પાર્ટનર્સ, ડિરેકટર્સ, મેનેજર્સ માટે રાજકોટ લીડર્સ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉઘોગપતિઓ સમક્ષ કાર્યક્રમની શરુઆતમાં પ્રેરણાત્મક વિડીઓ શો રજુ કરવામાં આવ્યો હતો. ભારતીય પરંપરા મુજબ યુવકો દ્વારા માંગલીક પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારબાદ રાજકોટ મંદીરના સંત નિદેશક અપૂર્વમુનિ સ્વામીએ પાથ ઓફ પ્રોગ્રેસ વિષય પર પ્રેરક ઉદ્દબોધનનો કર્યુ હતુ. જેમાં સૌ ઉઘોગપતિઓને ફીઝીકલ પ્રોગે્રસ ઇકોનોમીકલ પ્રોગ્રેસ સોશિયલ પ્રોગ્રેસ મેન્ટલ પ્રોગે્રસ તથા સ્પીરી/યુઅલ પ્રોગ્રેસ આ પાંચ મુદ્દા પર વિવિધ પ્રેઝન્ટેશન વિડીઓ દ્વારા ઉદબોધનનો લાભ આપ્યો હતો.

વધુમાં અપૂર્વમુનિ સ્વામીએ જણાવ્યું કે, આજના આધુનીક માનવીને શારીરિક, આર્થિક, સામાજીક અને માનસીક પ્રોગે્રસની સાથે સાથે જરુર છે. આત્યાત્મિક પ્રોગ્રેસની વૈજ્ઞાનિકો પણ હવે ઇન્ટેલિજન્ટ કવોશન્ટ, ઇમોશનલ કવોશન્ટની સાથે સ્પીરીચ્યુઅલ કવોશન્ટનો સ્વીકાર કરતા થયા છે.

3 21પ્રમુખસ્વામી મહારાજની આઘ્યાત્મિક પ્રગતિથી અભિભૂત થઇ વિશ્ર્વના શ્રેષ્ઠ વૈજ્ઞાનિક અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ  કલામે પ્રમુખસ્વામી મહારાજ પર પુસ્તક લખ્યું છે જેમાં તેઓ પ્રમુખસ્વામી મહારાજને એમના અલ્ટીમેટ ટીચર ગણાવી જણાવે છછે કે પ્રમુખસ્વામી મહારાજે મને ભગવાનની ભ્રમણ કક્ષામાં મૂકી દીધો છે. જે પ્રભાવ સ્પીરીચ્યુઅલ પ્રોગ્રેસનો છે. જીવનમાં બધી જ પ્રોગ્રેસ હોવા છતાં પણ જો સ્પીરીચ્યુઅલ પ્રોગ્રેસ ન હોય તો અંતરમાં શાંતિનો અનુભવ થતો નથી. એ વાત પ્રમુખસ્વામી મહારાજે આપણને સૌ કોઇને શીખવી છે.

રાજકોટ ઈન્જીનીયરીંગ એસો. આજી ઇન્ડસ્ટ્રીયલ એસો., સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ એસો. રાજકોટ ગ્રેટર ચેમ્બર્સ, કીચનવેર મેન્યુફેકચરીંગ એસો. હાર્ડવેર મેન્યુફેકચરીગ એસો. અંતર્ગત આવતી ૧૧૦૦ થી વધુ ઇન્ડસ્ટ્રીઝના માલીકો, પાર્ટનર્સ, ડીરેકટર્સ, મેનેજર્સ આ સેમીનારમાં ઉ૫સ્થિત રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.