Abtak Media Google News

પૂ.પ્રમુખ સ્વામી મહારાજના જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે

આજી ૩ જૂન સુધી રાજકોટમાં રોકાણ: વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન: આજે સાંજે ભવ્ય સ્વાગત-સામૈયુ: ૨૭મીએ મુખ્યમંત્રીની ઉપસ્થિતિ ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડના આંગણે આજે સાંજે બી.એ.પી.એસ. સંસના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી મહંતસ્વામી મહારાજ પધારી રહ્યા છે જે તા. ૩ જૂન રવિવાર સુધી રાજકોટમાં રોકાણ કરશે. મહંતસ્વામી મહારાજના દર્શર્નો તેમના રોકાણ દરમ્યાન હજારો હરિભક્તો અને ભાવિક ભક્તો લાભ પ્રાપ્ત કરશે. મહંતસ્વામી મહારાજ આજે સાંજે ૭ વાગ્યે પધારશે ત્યારે તેઓનું ભવ્યાતિભવ્ય સ્વાગત સામૈયું યોજવામાં આવશે. અમદાવાદની આંબલીવાળી પોળમાં બ્રહ્મસ્વરૂપ શાીજી મહારાજે ૨૮ વર્ષના નારાયણ સ્વરૂપદાસને  બી.એ.પી.એસ. સંસના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતા એજ આજના પવિત્ર દિવસે મહંતસ્વામી મહારાજ રાજકોટ પધારી રહ્યા છે ત્યારે મંદિરે વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આવતીકાલ તા. ૨૨ મે થી ૩ જૂન સુધી દરરોજ સવારે ૫:૦૦ થી ૭:૩૦ દરમ્યાન મહંતસ્વામી મહારાજના પૂજાદર્શન-આશીર્વાદનો લાભ પ્રાપ્ત શે તેમજ દરરોજ સાંજે૫:૩૦ થી ૮ વાગ્યા સુધી સાયંસભામાં વક્તા આત્મસ્વરૂપ સ્વામી શાશ્વત સત્પુરૂષ વિષય પર પારાયણનો લાભ આપશે તેમજ દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને  મહંતસ્વામી મહારાજના આશીર્વચનનો પણ લાભ પ્રાપ્ત થશે.

પ્રમુખસ્વામી મહારાજ ૯૮મા જન્મજયંતી મહોત્સવ તા રાજકોટ મંદિર દ્વીદશાબ્દી મહોત્સવ ઉપક્રમે મહંતસ્વામી મહારાજના સાનિધ્યમાં અને  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં રેસકોર્ષ મેદાન ખાતે તા. ૨૭ને, રવિવારના સાંજે ૭ થી ૧૦ દરમ્યાન ભવ્ય માનવ ઉત્કર્ષ મહોત્સવ યોજાશે જેમાં રાજકોટ મંદિરના સંત નિર્દેશક અપૂર્વમુનિ સ્વામી દુ:ખનો દેહાંત  સુખનો સૂર્યોદય વિષયક પ્રેરક પ્રવચનનો લાભ આપશે. સાથો સાથો  મહંતસ્વામી મહારાજના દર્શન તા આશીર્વાદનો લાભ પ્રાપ્ત થશે. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડના આંગણે મહંતસ્વામી મહારાજ તા.૨૧ મેથી ૩ જૂન સુધી રોકાણ કરશે.આ ૧૪ દિવસ દરમ્યાન યોજાનાર ભવ્ય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો લાભ લેવા માટે પરિવાર મિત્રમંડળ સહિત પધારવા કોઠારી પૂજ્ય બ્રહ્મર્તી સ્વામી અને સંત નિર્દેશક અપૂર્વમુનિ સ્વામીએ ભાવિક ભક્તોને અનુરોધ કર્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.