Abtak Media Google News

અલગ-અલગ ૧૮ શાખાઓમાં બન્યા ઓવર પેમેન્ટવાળા બીલ: વોટર વર્કસ શાખા અવ્વલ નંબરે

રાજકોટ મહાનગરપાલિકાની ઓડિટ શાખાએ તા.૧/૧/૨૦૧૮ થી તા.૩૧/૩/૨૦૧૮ સુધીના ત્રણ માસના સમયગાળામાં રૂ.૬૦.૪૦ લાખનું ઓવર પેમેન્ટ અટકાવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ ત્રિ-માસિક ઓડિટ રીપોર્ટ મંજુર કરવા માટે દરખાસ્ત રજુ કરવામાં આવી છે. જે અંગે આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણયમાં લેવામાં આવશે.

ઓડિટ રીપોર્ટમાં છાશવારે ઓવર પેમેન્ટના ગફલા પકડાયા છે પરંતુ ગત ત્રિ-માસિક ઓડિટ રીપોર્ટમાં આંખો ચાર થઈ જાય તેટલો ભારી ઘરખમ રૂ.૬૦.૪૦ લાખનો ઓવર પેમેન્ટનો ગફલો અલગ-અલગ ૧૮ શાખાઓમાંથી પકડાયો છે. તેમાં વોટર વર્કસ શાખા અવ્વલ નંબરે છે. વોટર વર્કસ શાખામાં રૂ.૨૨.૩૭ લાખ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં રૂ.૧૨.૫૦ લાખ, બાંધકામ શાખામાં રૂ.૯.૮૯ લાખ, જે.એન.એન.યુ.આર.એન. શાખામાં રૂ.૮.૭૦ લાખ, ડ્રેનેજ શાખામાં રૂ.૨.૨૯ લાખ, ફાયર બ્રિગેડ શાખામાં રૂ.૧.૯૫ લાખ, ચુંટણી શાખામાં રૂ.૪૯ હજાર, રોશની શાખામાં રૂ.૪૯ હજાર, આવાસ યોજના શાખામાં રૂ.૪૪ હજાર, ઝુથ શાખામાં રૂ.૩૦ હજાર, વિજિલન્સ શાખામાં રૂ.૨૯ હજાર, સાંસ્કૃતિક વિકાસ વિભાગમાં રૂ.૨૨ હજાર, આરોગ્ય શાખામાં રૂ.૧૭ હજાર, ટેકસ શાખામાં રૂ.૧૨ હજાર, પેડક રોડ સ્વિમીંગપુલમાં રૂ.૪ હજાર, સેન્ટ્રલ ઝોનમાં રૂ.૪,૫૫૦, એસ્ટેટ શાખામાં રૂ.૨૭૦૦ અને ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખામાં રૂ.૨૩૫૮નું ઓવર પેમેન્ટ ઓડિટ શાખાએ અટકાવ્યું છે.

ઓડિટ રીપોર્ટમાં કર્મચારી કે કોન્ટ્રાકટર દ્વારા ઓછી રકમના બીલ પણ બનાવવામાં આવ્યા હોવાની ભુલ પણ પકડાઈ છે તેમાં ૮.૬૮ લાખની રકમના બીલો ઓછા બન્યા હતા જે વધારો કરી આપવામાં આવ્યો છે

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.