Abtak Media Google News

જિલ્લા મથકોએ ઉપસ્થિત બેન્ક અધિકારીઓ, ઉદ્યોગ કેન્દ્રોના મેનેજર અને એમએસએમઇ એકમોના સંગઠનોના પદાધિકારીઓ સાથે સામૂહિક મંથન-ચિંતન

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ કોવિડ-૧૯ કોરોના વાયરસની સ્થિતી પછી ઉદભવનારી આર્થિક-ઔદ્યોગિક ગતિવિધિઓનો મહત્તમ લાભ રાજ્યના MSME એકમો ઉઠાવી આપત્તિને અવસરમાં પલટવાની ગુજરાતની ખૂમારી ફરી ઝળકાવે તેવું આહવાન કર્યુ છે.

તેમણે આ સંદેર્ભમાં બેન્કોને પણ અનુરોધ કર્યો કે, એમએસએમઇ એકમોને આવશ્યકતા મુજબ બેન્ક લોન-સહાય આપીને આ સેકટરને પૂન: વેગવંતુ બનાવવાનું દાયિત્વ નિભાવે. મુખ્યમંત્રીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના જિલ્લામથકોએ ઉપસ્થિત રહેલા બેન્ક અધિકારીઓ, જિલ્લા ઊદ્યોગ કેન્દ્રોના જનરલ મેનેજરઓ, MSME એકમોના સંગઠનોના પદાધિકારીઓ સાથે ઊદ્યોગ-વેપાર ક્ષેત્રને ફરી એ જ ગતિએ ધબકતા કરવાની કાર્યયોજનાનું સામૂહિક મંથન-ચિંતન કર્યુ હતું. નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલ પણ આ કોન્ફરન્સમાં જોડાયા હતા.

33290C0A 50F1 4C79 90Cc A9755E67703C

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ભારત સરકારે પણ કોવિડ-૧૯ની સ્થિતીમાં વેપાર-ઊદ્યોગ-નાના-લઘુ ઊદ્યોગોને બેઠા કરવા જે ર૦ લાખ કરોડનું પેકેજ જાહેર કર્યુ છે તેમાં ૩.પ૦ લાખ કરોડનું પેકેજ એમએસએમઇ માટે આપ્યું છે. એમએસએમઇ એકમોને કોલેટરલ ફ્રી લોન આપવાની પણ ભારત સરકારે જાહેરાત કરી છે તેનો મહત્તમ લાભ ગુજરાતના એમએસએમઇ એકમોને મળે તે માટે તેમણે બેન્કર્સને પ્રો-એકટીવ થવા સૂચન કર્યુ હતું.

વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ગુજરાતમાં ૩૩ લાખથી વધુ એમએસએમઇ એકમો દ્વારા દોઢ કરોડથી વધુ લોકોને રોજગારી મળે છે તેમજ આવા એમએસએમઇ એકમોનો રિકવરી રેટ ૯પ ટકાથી પણ વધારે છે. તેમણે બેન્કર્સને એવો પણ અનુરોધ કર્યો કે, રિઝર્વ બેન્કે રેપોરેટ ઘટાડયો છે તેમજ લીકવીડીટી (તરલતા) ફેસિલીટી વધુ વ્યાપક બનાવી છે ત્યારે રાજ્યના MSME એકમોને પણ વધુ સરળતાએ લોન-સહાય મળે તો આપણે વિકાસની રફતાર વેગવંતી બનાવી શકીશું. મુખ્યમંત્રીએ MSME કમિશનરેટ, સિંગલ વિન્ડો સિસ્ટમ વગેરે દ્વારા બેન્ક અને MSME વચ્ચે સરકાર સેતુરૂપ બનશે એમ પણ જણાવ્યું હતું.  મુખ્યમંત્રીના અગ્ર સચિવ  એમ. કે. દાસે આ કોન્ફરન્સનો હેતુ સ્પષ્ટ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.