Abtak Media Google News

ખાતેદારોએ જાણ કરી હોવા છતા બેંકો હપ્તાના નાણા કાપી લેવા માંડી

સરકારે બેંક લોનના હપ્તા ભરવામાં ત્રણ માસની રાહત આપતો નિર્ણય કર્યો છે. પણ બેંક હપ્તા લંબાવવાને લઈ બેંકોમા અસમંજસની સ્થિતિ પ્રવર્તે છે. કેટલાક ગ્રાહકોએ બેંકોને જાણ કરી હોવા છતા તેમના ખાતામાંથી હપ્તાના નાણાં કપાઈ ગયા છે. તો કેટલીક બેંકોએ હપ્તા લંબાવવા માટેની પ્રક્રિયા હજુ બાકી રાખી છે.

ચેન્નાઈના પ્લાસ્ટીક ઉત્પાદક કંપનીના માલિક એસ. લલીતાનો જ દાખલો જોઈએ તો તેણે પોતાનો રૂા.૬૫ હજારનો બેંક હપ્તો લંબાવવા અંગેની પહેલી એપ્રીલે જ જાણ કરી હોવા છતાં તેના ખાતામાંથી ૫ એપ્રીલે નાણા ઉઘારવામાં આવ્યા હતા.

બીજો એક દાખલો જોઈએ જમ્મુ કાશ્મીરમાં સૈનિક તરીકે ફરજ બજાવતા દેવસીંધ કહે છે કે મારો નાનો ભાઈ દિલ્હીની કોલેજમાં ભણે છે. કોલેજની હોસ્ટેલ બંધ કરવામાં આવી છતા તે દિલ્હીમાં જ છે. મે કાર લોન લીધી છે અને તેનો રૂા.૧૪૨૯૫નો હપ્તો ભરવાનો હોય છે. મારે મારાભાઈને નાણા મોકલવાના હતા એટલે મારે હપ્તોલંબાવવાનો હતો પણ મારા ખાતામાંથી હપ્ત્ના નાણા કાપી લેવાયા હતા.

તો ગ્રેટર નોઈડામાં રહેતા જય શર્મા કહે છે કે બેંકમાં સરળતાથક્ષ જઈ શકાતુ નથી મે મારા શૈક્ષણીક લોન અધિકારીનો સંપર્ક કર્યો હતો તેના ઉચ્ચ અધિકારીનો સંપર્ક કર્યો હતો, કેટલાક ઈમેલ કર્યા હતા અને હપ્તો લંબાવવા માટે એક અલગ અલગ સમયે મોકલેલા ત્રણ ફોર્મ ભર્યા હતા છતા મારા ખાતામાંથી રૂા.૧૮ હજારનો હપ્તો કપાઈ ગયો હતો. મે મારા ભાઈના અભ્યાસ માટે લોન લીધી હતી.

બેંક ગ્રાહકોને ઘણી મુશ્કેલી પડી રહી છે. બેંકોનાં કોલ સેન્ટર કામ કરતા નથી, બેંક મેનેજરો મળતા નથી વેબસાઈટ પણ બરાબર ચાલતી નથી અને બેંકે પીડીએફ ફાઈલ મુકી હોય છે તે ડાઉનલોડ કરવામાં મુશ્કેલી પડે છે. બેંકે પીડીએફ ફાઈલ મૂકી હોય તેમાં સુધારા કરી શકાતા નથી વળી સાઈબર કાફે કે ઝેરોક્ષ દૂકાનો ખૂલી ન હોય બેંકમાં દસ્તાવેજ મોકલવા કેમ? તેવા પ્રશ્ર્નો ઉભા થઈ રહ્યા છે. તેમ દિલ્હીની રહેવાસી મીના શર્મા કહે છે કે તેણીએ અમેરિકા ભણાતા પોતાના પુત્ર માટે શૈક્ષણીક લોન લીધી હતી અને તેનો રૂા.૬૦ હજારનો હપ્તો આવે છે. તેને બેંક તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો ન હોય ૧૦ એપ્રિલ બેંક ખાતામાંથી હપ્તો કપાઈ જશે તેમ ચિંતા વ્યકત કરતા જણાવે છે.

કોટક મહિન્દ્રા બેંક કહે છે કે જે ગ્રાહકે હપ્તા લંબાવવા બેંકને જાણ કરી હશે અને તેના ખાતામાંથી હપ્તાના નાણાં કપાઈ ગયા હશે તો તેમને આ નાણા એપ્રિલ ૧૫ થી ૨૦ સુધીમાં તેમના ખાતામાં પરત ચૂકવી દેવાશે. તો વળી ભોપાલનો રાઘવ દિવાન કહે છે કે મને વધારાના વ્યાજની ચિંતા છે. કારણ કે મેં કાર લોન લીધી છે. અને દર માસની પહેલી તારીખે રૂા.૧૧૯૦૦નો હપ્તો કપાઈ જાય છે. પણ હજુ સુધી મારા ખાતામાંથી હપ્તો કપાયો ન હોય. બેંક તરફથી વધુ વ્યાજ લેવામાં આવશે તેની મને ચિંતા છે. હું હપ્તા લંબાવવા ઈચ્છતો નથી અને મારા હપ્તાના નાણા સમયસર ચૂકવવા આતુર છું.

એકસીસ બેંકે હપ્તા લંબાવવા માટે બેંકને જાણ કરવાની છેલ્લી તા.૧૫ એપ્રીલ નકકી કરી છે. એટલે ત્યાં સુધી બેંક કોઈના ખાતામાંથી હપ્તાના નાણા કાપી લેશે નહી ૧૫ એપ્રીલ સુધીમાં કોઈએ બેંકને હપ્તા લંબાવવા જાણ નહી કરી હોય તેના હપ્તાના નાણા કાપી લેવાશે તેમ બેંકે જણાવ્યું હતુ. વર્તમાન સમયમાં બેંક લોન ઉપર જ મોટાભાગના લોકોના વહેવાર ચાલતા હોય છે. લોકો કાર, મકાન કે અભ્યાસ માટે લોન લેતા હોય છે. વાહન માટે ખાનગી કંપનીઓ મોટાપાયે લોન આપતી હોય છે પણ ઘર કે શૈક્ષણિક લોન માટેતો મોટાભાગે બેંકો પર જ આધાર રાખવો પડતો હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.