Abtak Media Google News

યુનાઈટેડ ફેડરેશન ઓફ બેંક યુનિયન દ્વારા બેંક યુનિયનના છત્ર હેઠળ લગ્ન આપશે

બેંક કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર પ્રશ્ર્નોને લઈ તાજેતરમાં પાડેલી હડતાલને વધુ ઉગ્ર બનાવવા નકકી કર્યું છે. અને જો સરકાર દ્વારા બેંક કર્મચારીઓની માંગણીનો ઉકેલ લાવવામાં નહી આવે તો આગામી જુલાઈ ઓગષ્ટ માસમાં બેંક કર્મચારી યુનિયન દ્વારા ઉગ્ર લડત ચલાવી સરકારને ભીડવવા રણનીતિ ઘડી કાઢી છે.

યુનાઈટેડ ફેડરેશન ઓફ બેંક યુનિયન જુદી જુદી નવ બેંક યુનિયનો દ્વારા લડત ચલાવી રહ્યું છે. જે અન્વયે ૩૦ અને ૩૧ મે ના રોજ દેશવ્યાપી બેંક હડતાલ પાડવામાં આવી હતી જેને સફળતા મળતા બેંક યુનિયન દ્વારા પોતાના બે ટકા પગાર વધારા સહિતની જુદી જુદી માંગણીઓને લઈ સરકાર સાથે મંત્રણા કરવા નકકી કર્યું છે.

દરમિયાન યુનાઈટેડ ફેડરેશન ઓફ બેંક યુનિયનના સી.એચ. વેન્કટ ચલમે જણાવ્યું હતુ કે બેંક કર્મચારીઓ દ્વારા સરકાર સામે મંત્રણા કરી પડતર પ્રશ્ર્નો ઉકેલવા હકારાત્મક અભિગમ સામે વાટાઘાટો કરાશે. આમ છતાં જો સરકાર બેંક કર્મચારીઓની માંગણી પરત્વે ધ્યાન નહી આપે તો જુલાઈ ઓગષ્ટમાં ફેડરેશન દ્વારા ઉગ્ર લડત ચલાવવામાં આવશે તે નકકી છે.

ઉલ્લેખનીય છે કે પગાર વધારા સહિતની જૂની માંગણીઓને લઈ બેંક ફેડરેશન દ્વારા કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓ રજૂ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.