Abtak Media Google News

દેશના ૧૦ લાખ બેંક કર્મચારીઓ હડતાલ પર: સ્કુટર રેલી સહિતના વિરોધ પ્રદર્શન.

નોટબંધી બાદ લાંબા સમય સુધી બેંકોમાં વધારાના કલાકો કામ કરવા ઉપરાંત લોકોના રોષનો ભોગ બનેલા દેશના ૧૦ લાખ બેંક કર્મચારીઓ આજે હડતાલ પર ઉતરી ગયા છે. અમદાવાદમાં બેંક કર્મચારીઓ વધારાના કલાકોના કામકાજ બદલ વળતર સહિતની વિવિધ માગણીઓ સાથે બાઇક રેલી પણ કાઢી હતી. સરકારે ભ્રષ્ટાચાર દૂર કરવા અને કાળું નાણું બહાર લાવવાના હેતુસર ૫૦૦ અને ૧૦૦૦ની નોટો રદ કરી દીધી હતી. રદ કરાયેલી નોટો બેંકોમાં જમા કરાવવા અને નવી ચલણી નોટો મેળવવા માટે બેંકો આગળ લોકોએ લાંબી કતારો લગાવી હતી. તેના લીધે બેંક કર્મચારીઓનું કામ વધી ગયું હતું. આ વધારાના કામના મહેનતાણા સહિતની માંગણીઓ સાથે દેશભરના ૧૦ લાખથી વધુ બેંકકર્મીઓ મંગળવારે એક દિવસની હડતાળ પર ઉતરશે.

અમદાવાદ ખાતે મહાગુજરાત બેંક એમ્પલોર્સ એસો. દ્વારા લાલ દરવાજા સેન્ટ્રલ બેંક આગળ વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યારે આ જ મુદ્દે વિરોધ પ્રદર્શન માટે બેંક કર્માચારીઓ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં એક સ્કૂટર રેલી કાઢી હતી.બેંક કર્મચારી એસો. દ્વારા આરબીઆઇ દ્વારા કઇ બેંકમાં કેટલા રૂપિયા ફાળવવામાં આવ્યા તેની વિગતો જાહેર કરવાની માગ કરી છે અને તમામ એટીએમમાં પૂરતા પ્રમાણમાં રૂપિયા રિફિલ કરવાની માગ કરવામાં આવી છે. રાજકોટમાં પણ બેન્ક કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન, સૂત્રોચ્ચાર જેવા કાર્યક્રમો આપવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.