Abtak Media Google News

સગીરાને મુંબઇથી .૨૫ હજારમાં ખરીદી હોવાની અમદાવાદના શ્રીકાંતની કબુલાત ગોરખધંધામાંથી મળતા રૂપિયામાંથી ૧૦ થી ૨૦ ટકા કમિશને વહેંચી લેતા

જૂનાગઢ જિલ્લાની ધૃણાસ્પદ અને સનસનીખેજ ઘટના એવા માંગરોળમાં ચાલતા દેહ વ્યાપારના ગોરખધંધામાં પોલીસે અમદાવાદની મહિલા દલાલ,તેમજ બાંગ્લાદેશી સગીરા પર દુષ્કર્મ કરનાર ૮ મળી કુલ ૧૭ શખ્સને પોલીસે ઝડપી લીધા હતા. સમગ્ર ઘટનામાં આરોપીઓની સંખ્યા ૨૦ સુધી પહોંચી છે. હજુ પણ આંક વધે તો નવાઇ નહી.

બેટી બચાવો બેટી પઢાઓ,મહિલા સુરક્ષાની વાતો વચ્ચે જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં બનેલી ઘટનાએ સરકારના તમામ દાવાઓની પોલ ખોલી નાખી છે. બાંગ્લાદેશી સગીરાને લાવી તેને દેહ વ્યાપારના ધંધામાં ધકેલવા મજબુર કરવાની ઘટનામા પોલીસ ફરિયાદ નોંધાયા બાદ એસ.પી.નિલેશ જાજડીયાના માર્ગદર્શનમાં જૂનાગઢ એલસીબી પી.આઇ.એન.કે.વ્યાસ, એએસઓજી પી.આઇ.ડી.બી.બારડ તા ટીમે તપાસનો દોર અમદાવાદ સુધી લંબાવ્યો હતો માંગરોળની વર્ષા અને શ્રીકાંત ઉર્ફે રાજુને ઝડપી લીધા બાદ અમદાવાદી સગીરાનો સોદા કરનારી શ્રીકાંત ઉર્ફે રાજુની મા શોબીતા અજીત મંડલ,અન્ય દલાલોને ઝડપી લીધા હતા તો માંગરોળ અને શીલબારામાં સગીરાના દેહને પીંખી નાખનાર ૮ શખ્સને મળી કુલ ૧૭શખ્સને ઝડપી લીધા છે. ઘટનામાં કુલ બે મહિલા સહિત ૨૦ શખ્સોને પોલીસે ઝડપી લઇ તેની પુછપરછ હા ધરી છે. આગામી સમયમાં હજુ પણ આંક વધવાની પુરેપુરી શક્યતા છે.

માંગરોળ માંચાલતાઆ ગોરખધંધામાં સોેપ્રમ ઝડપાયેલી મહિલા સહિતના ત્રણ શખ્સ ૮ દિવસના રિમાન્ડ પર છે. રિમાન્ડ દરમિયાન શ્રીકાંતે બાંગ્લાદેશી સગીરાને મુંબઇના શખ્સ પાસેી રૂા ૨૫હજારમાં ખરીદી હોવાનું કબુલ કર્યુ હતુ તો દેહ વ્યાપારના ધંધામાં ગ્રાહકો પાસેી મળેલા રૂપિયામાંી શ્રીકાંત,વર્ષા,જીવણ અને અન્ય તમામ દલાલો ૧૦ી ૨૦ ટકા કમિશન લેતા હતા.

માંગરોળમાં ચાલી રહેલા દેહ વ્યાપારના ધંધામાં હજુ પણ ઘણી સગીરાઓકે યુવતીઓ ફસાયેલી હોવાની પુરેપુરી શક્યતા છે. આગામી સમયમાં ફસાયેલી સગીરાને પણ છોડાવી લેવા પોલીસ તજવીજ ચલાવી રહી છે. તો બીજી તરફ ઝડપાયેલી વર્ષા નિતિન લોહાણા,શ્રીકાંત ઉર્ફે રાજુ અજીત મંડલ,અને જીવણ ખીમા મોઢા આઠ દિવસના રિમાન્ડ પર છે.

રિમાન્ડ દરમિયાન શ્રીકાંતે બાંગ્લાદેશી સગીરાને રૂા ૨૫ હજારમાં મુંબઇના શખ્સ પાસેી ખરીદી હોવાનું કબુલ્યું હતુ. અને તેની માતા સોબિતા અજીત મંડલ દ્વારા માંગરોળની મહિલાને સોપી હોવાનું જાણવા મળ્યું છે. તેમજ ગોરખધંધામાં મળતી કાળી કમાણીમાંી શ્રીકાંત,સોબિતા વર્ષા, જીવણ તા અન્ય શખ્સો ૧૦ થી ૨૦ ટકા કમિશન મેળવતા હતા.અમદાવાદમાં યુવતીઓની રીક્ષામાં હેરાફેરી કરનાર શખ્સને પણ ઝડપી લેવાયો પોલીસેગોરખધંધામાં ફસાયેલી યુવતી કે સગીરાઓની એક સ્ળી બીજા સ્ળે રીક્ષામાં હેરાફેરી કરનાર પ્રવિણ અશોક વાણીયાને પણ ઝડપી કડક પુછપરછ હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.