Abtak Media Google News

બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચોની સિરીઝ રમાઈ, જેમાં અફઘાનિસ્તાને ત્રણેય મેચો જીતીને બાંગ્લાદેશને વ્હાઈટવોશ કરીને ક્રિકેટ જગતને અચંબામાં નાંખી દીધું છે. ૦૬ જૂને દહેરાદૂનમાં આવેલ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે સિરીઝની અંતિમ મેચ રમાઈ હતી. આ રોમાંચક મેચમાં વધુ એક વખત અફઘાનિસ્તાને બાજી મારતા બાંગ્લાદેશને  ૩-૦થી પટકી મારી દીધી હતી. બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલ ત્રીજી મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલ અફઘાનિસ્તાને નિર્ધારિત વીસ ઓવરમાં ૦૬ વિકેટ ગુમાવીને ૧૪૫ રન બનાવી લીધા હતા.

બાંગ્લાદેશ તરફથી ઓપનિંગમાં આવેલ મોહમ્મદ શહેજાદ (૨૬) અને ઉષ્માન ગની (૧૯) ધીમી પરંતુ મક્કમ શરૂઆત અપાવી હતી. ત્યાર બાદ અફઘાન કેપ્ટન અસગર સ્ટાનિકઝાઈ (૨૭) અને સમીઉલ્લા (૩૩)એ ઈનિંગને આગળ વધારી હતી. તે ઉપરાંત પાછળથી નજીબુલ્લાએ ૧૫ રન બનાવીને અફઘાનિસ્તાનના સ્કોરને ૧૪૫ રને પહોંચાડી દીધો હતો.બે મેચ હારેલી બાંગ્લાદેશે પોતાની ઈનિંગની શરૂઆત ડર સાથે કરી હતી. બાંગ્લાદેશે પોતાની પહેલી વિકેટ ત્રીજી ઓવરમાં ગુમાવી દીધી હતી. મુઝીબ ઉર રહેમાને બાંગ્લાદેશને પ્રથમ ફટકો આપતા તમિમ ઈકબાલને ૦૫ રને પેવેલિયન પરત મોકલી દીધો હતો. ત્યાર બાદ મોહમ્મદ નબીની પાંચમી ઓવરમાં બાંગ્લાદેશને સાથે બે ઝટકા લાગ્યા હતા, ઓ ઓવરમાં સૌમ્ય સરકારને ૧૫ અને લિટન દાસને ૧૨ રન બનાવીને પેવેલિયન ફર્યા હોવાથી બાંગ્લાદેશને પ્રેશરમાં આવી ગયું હતું.

અંતિમ બે ઓવરમાં બાંગ્લાદેશને જીતવા માટે ૨૮ રનની જરૂરત હતી. ૧૯મી ઓવર લઈને આવેલ કરીમને મોહમ્મદુલ્લાએ પાંચ ફોર અને એક રન સાથે ૨૧ રન ફટકારીને મેચને પોતાના પક્ષમાં ખેંચી લીધીહતી. જોકે રશીદે અંતિમ ઓવરના પહેલા જ બોલે રહિમને ૪૩ રને આઉટ કરીને ફરીથી મેચનો પાસો બદલી નાંખ્યો હતો. અંતિમ ઓવરના અંતિમ ઓવરમાં મોહમદુલ્લા રન આઉટ થઈ જતાં બાંગ્લાદેશ આ ઓવરમાં આઠ રનની જગ્યાએ સાત રન જ બનાવી શકી એટલે કે તે ૧૪૪ રનના સ્કોર પર અટકી ગઈ અને પોતાની અંતિમ મેચ પણ એક રનથી ગુમાવી હતી.અફઘાનિસ્તાન તરફથી રાશિદ ખાને ખતરનાક સ્પેલ નાંખતા ૦૪ ઓવરમાં માત્ર ૨૪ રન આપીને એક વિકેટ પોતાના નામે કરી હતી.

આમ આ આખી સિરીઝમાં સિરાજ ખાન છવાયેલો રહ્યો હતો, આથી પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ પણ તેને આપવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.