Abtak Media Google News

શું નાથ બની જશે અનાથ

૫૦ હજાર કરોડની લોન માફીથી ૫૫ લાખ નાના ખેડૂતોને મળશે મોટી રાહત

કર્ણાટકમાં થયેલી ઉથલ-પાથલના વાદળો કયાંકને કયાંક ભોપાલ ઉપર પણ ઘેરાયા છે તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસનો અંદાજો છે કે, બીજેપી રાજયની કમલનાથ સરકારને અસ્થિર કરવાનો પ્રયત્ન હાલ હાથ ધરવામાં આવી રહ્યો છે અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને ડર છે કે, ભાજપ પક્ષ હવે આવનારી લોકસભાની ચૂંટણીમાં મધ્યપ્રદેશમાં સત્તા બદલવા માટે તમામ પ્રયત્નો કરશે અને તેના માટે રણનીતિ પણ ઘડશે.

કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે કર્ણાટકમાં ભાજપને ખબર છે કે, તેઓ ત્યાંની સત્તા હટાવવા કામ્યાબ નહીં થાય અને તે માટે ભાજપ પક્ષ મધ્યપ્રદેશમાં સત્તાને ઉલટ-પલટ કરવા માટે તમામ પ્રયત્નો હાથ ધરી રહી છે. કયાંકને કયાંક એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, સત્તાની ઉલટ-પલટ કરવા ભાજપને કયાંક સફળતા પણ મળી જશે.

ભાજપ પક્ષને ૧૫ વર્ષ પછી મધ્યપ્રદેશમાંથી જાકારો મળ્યો છે. ડિસેમ્બરમાં યોજાયેલા વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર જેવો માહોલ સર્જાયો હતો. મધ્યપ્રદેશમાં જે ૨૩૦ સીટો રહેલી છે તેમાં બહુમતથી ભાજપ પક્ષ સાત સીટો દૂર હતી જયારે ભાજપને ૧૦૯ સીટો જ મળી હતી. વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશ ચૂંટણીના પરિણામોમાં ભાજપને ૧૦૯, બીએસપીને ૨, એસપીને ૧ અને અન્યને ૪ સીટ મળી હતી. ત્યારે મંગળવારના રોજ ૨ અન્ય સભ્યોએ કર્ણાટકના એચ.ડી.કુમારસ્વામી સરકારને આપેલુ સમર્થન પાછુ ખેંચી લીધુ હતું. પરંતુ વાત કરવામાં આવે તો ૨૨૪ સદસ્યોવાળી વિધાનસભામાં જે.ડી.એસ. અને કોંગ્રેસના ૧૧૬ ધારાસભ્યો છે જેમાં બીએસપીના એક ધારાસભ્યનું સમર્થન મળેલુ છે.

કુમારસ્વામી સરકાર પાસે બહુમતીથી ચાર સીટો વધુ છે એટલે કે, કુમારસ્વામી પાસે પોતાના સમર્થનમાં ૧૧૭ ધારાસભ્યોનો સાથ મળેલ છે જેથી કર્ણાટકમાં કોઈપણ જાતનો ખતરો રહ્યો નથી. ત્યારે ભોપાલ ઉપર પણ કાળા વાદળો ઘેરાયા છે તે વાત નકકી છે. વાત કરવામાં આવે તો બસપાના સુપ્રીમો માયાવતીએ પોતાનું સમર્થન કોંગ્રેસ પાસેથી ખેંચવાનું નકકી કર્યું હતું. કારણ કે, માયાવતી જ એકમાત્ર એવા વ્યક્તિ હતા કે જેઓએ મધ્યપ્રદેશમાં કિશાનોને ખેત લોન માફ કરવા માટે રજૂઆત કરી હતી. ત્યારે મધ્યપ્રદેશને જે બસપાનો સપોટ મળ્યો છે તેને ગુમાવવા ન દેતા કમલનાથ સરકારે ૫૦,૦૦૦ કરોડ લોન માફીની યોજના જેનું નામ ‘જય કિશન ઋણ મુક્તિ યોજના’ રાખવાનું ઘોષીત કર્યું છે.

આ યોજનાથી ૫૫ લાખ નાના મોટા ખેડૂતોને ખૂબજ મોટો લાભ થશે. આ મુદ્દે કમલનાથે ભાજપ પક્ષ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ખેડૂત લોન માફી અંગે કોઈ બજેટમાં પ્રવિધાન કરવાની જરૂર નથી માત્ર જિજ્ઞાસા અને લોકોની સેવા કરવા માટે મન મકકમ હોવુ જરૂરી છે. ભાજપ પક્ષ માત્ર વાતો કરવામાં જ માની છે જયારે કોંગ્રેસ અને રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ માત્ર સરકાર બન્યાના ૧૦ દિવસમાં જ લોન માફીની જાહેરાત કરી દીધી હતી.

મધ્યપ્રદેશની આર્થિક સ્થિતિની વાત કરવામાં આવે તો તે ખેતી આધારીત છે. મધ્યપ્રદેશના ૭૦ ટકાથી વધુ લોકો ખેતી અને તેના સહયોગી ક્ષેત્રથી જોડાયેલા છે. એટલે કે, જે ખેડૂતોને લોન માફી આપવામાં આવી છે તે પણ એક ઈન્વેસ્ટમેન્ટ માનવામાં આવ્યું છે જેથી ખેડૂત સધ્ધર થાય અને આર્થિક વ્યવસ્થામાં પણ સુધારો થશે. કયાંકને કયાંક જે ઋણ માફ કરવામાં આવ્યું છે તેની અસર સરકારની તિજોરી પર પડશે પરંતુ ખેડૂતો બખુબી રીતે સધ્ધર થશે. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, જે કોઈ ખેડૂતોએ પોતાને જીએસટીમાં રજિસ્ટર્ડ કરાવ્યા હશે અને જો તે ટેકસ ભરતા હશે તેને આ યોજનાનો લાભ નહીં મળી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.