ગુજરાતમાં તમાકુ ઉત્પાદનોના વેચાણ, વપરાશ અને જાહેરમાં થુકવા પર પ્રતિબંધ મુકો

કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધનનો રાજયનાં ના.મુખ્યમંત્રીને આદેશ

કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને ગુજરાતમાં તમાકુ ઉત્પાદનોના વેચાણ, વપરાશ તથા જાહેરમાં થુંકવાનો પ્રતિબંધ મુકવા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને આદેશ કર્યો છે. ભારતમાં કોરોના વાઈરસનાં દર્દીઓ વધતા જાય છે અને મૃત્યુદર પણ વધતો જાય છે આવા સંજોગોમાં દેશમાં તમાકુ ઉત્પાદનો, વપરાશ, વેચાણ અને જાહેરમાં થુંકવા ઉપર કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધ લાદવામાં આવેલ છે. કેન્દ્ર સરકારના આદેશનો ગુજરાત રાજયમાં ચુસ્ત અમલ કરવા કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધને રાજયનાં આરોગ્ય મંત્રી નિતીનભાઈ પટેલને ગત તા.૧૧/૫/૨૦૨૦નાં પત્ર લખીને અમલ કરવા જાણ કરાઈ છે. ડો.હર્ષવર્ધન દ્વારા ગુજરાત રાજયકક્ષાનાં આરોગ્ય મંત્રી કિશોરભાઈ કાનાણીને પણ આ અંગે જાણ કરાઈ છે.

અસીમ સાન્યાલ (વોઈસ ન્યુ દિલ્હી), રમાબેન માવાણી તથા દેશભરનાં આરોગ્ય ક્ષેત્રે પ્રવૃતિ કરતા આગેવાનોએ ઉપરોકત માંગણી વડાપ્રધાન તથા કેન્દ્રનાં આરોગ્ય મંત્રી પાસે કરેલ હતી. જે માંગણીના અનુસંધાનમાં કેન્દ્ર સરકારે ઉપરોકત આદેશ કર્યો હતો. આ આદેશને સમગ્ર દેશમાં આવકાર મળ્યો છે. તમાકુ ઉત્પાદનોના વપરાશનાં કારણે થુકવાની પ્રક્રિયા માણસના શરીરમાંથી મોઢામાં આવે છે અને તુરંત જાહેરમાં થુકવાની જ‚રીયાતઉભીથાય છે. આમ જાહેરમાં થુકવાથી કોરોના વાઈરસને વધવા માટેનો રસ્તો મળે છે. હાલ ગુજરાતમાં મોટા પ્રમાણમાં લાખો ‚પિયાનોવેપારતમાકુઉત્પાદનો, ગુટકા,

ફાકી, બજર, બીડી, સિગારેટ વેચાણમાં થયેલ છે. આવા ઉત્પાદનોના ગુજરાતમાં કાળાબજાર પણ થયા છે. જયારે મંદિર અને મસ્જીદ બંધ હોય ત્યારે ઉત્પાદનો વેચાણ સત્વરે બંધ થવા જોઈએ તેમ રમાબેન માવાણીએ જણાવ્યું છે.

Loading...