Abtak Media Google News

રાજ્યમાં પેટ્રોલ ડીઝલ રાંધણગેસનો ભાવ વધારા, મોંઘવારી જેવા પ્રશ્ને વિવિધ રાજકીય પક્ષો દ્વારા વિરોધ, વિવિધ સામાજીક સંગઠનો, ખેડૂત/સંગઠનોનાં પ્રશ્નો, ખેડુત સંગઠનો દ્વારા ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળવા, મગફળીના ટેકાનાં ભાવે ખરીદી કેન્દ્રો દ્વારા મગફળીની ખરીદી કરવામાં આવેલ જેના બાકી રહેલા નાણા ચુકવવાની માંગણી, સોશ્યલ મીડિયા દ્વારા સામાજીક/જાતિ અંગે વાયરલ કરવામાં આવતા મેસેજોથી નારાજ સમાજના લોકો દ્વારા જિલ્લા તેમજ સ્થાનિક/તાલુકા કક્ષાએ આવેલ વિવિધ સરકારી કચેરીઓ સમક્ષ, લોકો રજુઆતના બહાને, માગણીનાં કારણો દર્શાવી ઉપવાસ/ધરણા/દેખાવો/સુત્રોચ્ચાર જેવા કૃત્યો કરી પોતાનો વિરોધ દર્શાવતા હોય છે. તેમજ હાલમાં અરજદારો તેઓનાં અંગત પ્રશ્ને અવાર-નવાર આત્મવિલોપન કરવા જેવી ચીમકીઓ આપતા હોય, સરકારી કચેરીનાં પરિસર તેમજ તેની આસપાસમાં બેસી જવાથી સફાઇનાં પ્રશનો ઉપસ્થિત થાય છે.

ઘોંઘાટ થાય છે, સરકારી કચેરીઓની રોજીંદી કાર્યવાહીમાં રૂકાવટ ઉભી થતી હોય છે. તેઓ દ્વારા અતિક્રમણ કરી સરકારી કચેરીઓને બાનમાં લઇ અને સરકારી મિલકતને નુકશાન પહોંચાડવાની શક્યતા પણ રહે છે.આવા પ્રસંગે તેઓને ખસેડવા માટે બળપ્રયોગ કરવાની ફરજ પડે જેના કારણે કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉદભવે છે જેથી તે બાબતોનું નિયમન કરવા આવી પ્રવૃત્તિઓ નિવારી શકાય તે માટે ફોજદારી કાર્યરીતી અધિનીયમ-૧૯૭૩ની કલમ ૧૪૪ અન્વયે સમગ્ર જિલ્લામાં આવેલ તમામ સરકારી કચેરીઓની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં આવતા વિસ્તારમાં નીચે મુજબનાં કૃત્યો કરવા માટે પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ પ્રસિધ્ધ કરવા દરખાસ્ત થતાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી પી.વી. અંતાણીએ તેમને મળેલી ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ (૧૯૭૪ના નંબર-૨)ની કલમ-૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂએ જાહેરનામું પ્રસિદ્ધ કરી જૂનાગઢ જિલ્લાની તમામ સરકારી કચેરીઓની ૨૦૦ મીટરની ત્રિજીયામાં આવતા કોઈએ ઉપવાસ ધરણાં પર બેસવું નહીં જાહેર સુલેહ શાંતિ જોખમાય તે રીતે સૂત્રોચ્ચાર કરવા નહીં

કોઈ પણ વ્યક્તિએ લાઠી અગર ઈજા થાય તેવાં હથિયાર સાથે પ્રવેશ કરવો નહીં કોઈ વિસ્ફોટક પદાર્થ અથવા આગ લાગે તેવા પદાર્થો રાખવાની નહીં, ચાર કે તેથી વધુ માણસો એ ભેગા થવું નહીં કે અતિક્રમણ કરવું નહીં સરકારી કચેરી આસપાસ કે સરકારી કચેરીના પરિસરમાં ગંદકી કચરો કરવો નહીં તે મતલબનું મનાઇ ફરમાવતું એક જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે આ જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે આ જાહેરનામું પાંચમી જુન-૨૦૧૮ થી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.