Abtak Media Google News

આજે બેસ્ટ ઓફ ધ બેસ્ટ પ્રિન્સ-પ્રિન્સેસ રાસોત્સવ

ગુજરાતી ફિલ્મ અભિનેત્રી રીયા મુલ્લા ખેલૈયાઓમાં જોમ ચડાવશે: લાખેણા ઈનામોની વણઝાર

રંગીલા રાજકોટની ઉત્સવ પ્રેમી જનતા અને ખાસ કરીને ખેલૈયાઓ જેની આતુરતાથી રાહ જોતા હોય છે તે બેસ્ટ ઓફ ધ બેસ્ટ પ્રિન્સ-પ્રિન્સેસ રાસોત્સવનું આ વખતે પણ પરંપરા મુજબ ધમાકેદાર આયોજન આજે તા.૨૦ના શનિવારે સાંજે ૭ કલાકે નાના મવા સર્કલ પાસે પાર્થરાજ કલબના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે, બાન લેબ્સ અને બામ્બુ બિટસનો સંગાથ ખેલૈયાઓને ભરપૂર ઉત્સાહિત કરશે તો ગુજરાતી ફિલ્મ અને અલબમની અભિનેત્રી રિયા મુલ્લા ખાસ હાજરી આપી ખેલૈયાઓને જોમ ચડાવશે.

નવરાત્રીના નવ દિવસ સુધી અલગ અલગ રાસોત્સવમાં કલાના કામણ પાથરી વિજેતા થનાર પ્રિન્સ-પ્રિન્સેસ ૧૦માં દિવસે જેમની રાહ હોય છે એ બેસ્ટ ઓફ ધ બેસ્ટ રાસોત્સવ સતત ૧૬માં વર્ષે ધમાકેદાર રાસોત્સવ લાવ્યું છે. ખેલૈયાઓ જેની પાછળ પાગલ હોય છે તે બાબુ બિટસના સથવારે સાંજે ૭ વાગ્યાથી આ રાસોત્સવમાં શહેરના તમામ પ્રિન્સ-પ્રિન્સેસ વચ્ચે ખરાખરીનો ખેલ ખેલાશે જંગ એવો જામશે કે હર કોઈ ઝૂમી ઉઠશે.

બેસ્ટ ઓફ ધ બેસ્ટ રાસોત્સવમાં વિજેતા થનાર ફસ્ટ સેક્ધડ અને થર્ડ પ્રિન્સ તથા પ્રિન્સેસને બાઈક એલઈડી ટીવી વોશિંગ મશીન સહિતના લાખેણા ઈનામોની વણઝારથી નવાજવામાં આવશે. ઓરકેસ્ટ્રા ટીમમાં બામ્બુ બિટસના ગીરીશભાઈ અને તેની ટીમ જમાવટ કરશે. એનાઉન્સર તરીકે ગીરીશકુમાર ગણાત્રા જમાવટ કરશે. દાંડીયા કિંગ ગણાતા પાર્થ ગઢવી અને રાજ ગઢવીના ખાસ સહયોગથી આ રાસોત્સવ વધુ દીપી ઉઠશે.

આયોજન સફળ બનાવવા આયોજક અશોકભાઈ બગથરીયા, રાજુભાઈ બોરીચા ભાજપ દંહક માજી નેતા, આશિષભાઈ વાગડીયા મધુવન કલબ ભાજપ કોર્પોરેટર વોર્ડ નં.૧, ભુપતભાઈ બસિયા ભાજપ અગ્રણી વોડ નં.૧૨, હાર્દિકભાઈ વાળા યુવા અગ્રણી, મિલનભાઈ કોઠારી ચેરમેન સાંસ્કૃતિક સેલ ભાજપ રાજકોટ, જગદીશભાઈ પટેલ શિવશક્તિ ડેરીફાર્મ મવડી મેઈન રોડ રાજકોટ, મહેન્દ્રસિંહ જાડેજા (ચીકુભાઈ) ધાર્મિકભાઈ આર.સોરઠીયા એન્જીનીયર ક્રિષ્ના પ્રોડકટસ મવડી, જયેશભાઈ સોરઠીયા શૈલેષ ગ્રુપ મવડી રાજકોટ, સુરૂભા જાડેજા (રાવકી), જય ઓટો એડવાઈઝર મવડી મેઈન રોડ, પારસ અનિલભાઈ રાઠોડ કે.ડી.ક્ધટ્રકશન રાજકોટ, જયભાઈ ખારા-જૈન યુવા અગ્રણી, જય બોરીચા યુવા ભાજપ પ્રમુખ વોર્ડ નં.૧૩, સુખદેવસિંહ ઝાલા-બલદેવ ગ્રુપ, જીતુભાઈ રાઠોડ, હર્ષ ક્ધટ્રકશન,અશોકભાઈ ભરવાડ શક્તિ યુવા ગ્રુપ મવડી, બાલાભાઈ વાજા કલાસીક ફાઈનાન્સ, હેમંતભાઈ જોટંગીયા જયોતિ સાઉન્ડ, પારસભાઈ સંઘાણી સેર પોઈન્ટ એમ પાવર, કિશનભાઈ સખીયા યુવા એડવોકેટ, પ્રશાંત ગોંડલીયા, નીરવ વાઘેલા રામનાથ જવેલર્સ, સંદીપ બગથરીયા સહિતના જહેમત ઉઠાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.