Abtak Media Google News

જિલ્લા પોલીસ વડા અંતરિપ સૂદની અમદાવાદ  એટીએસમાં બદલી થતા રાજકોટના ડીસીપી રૂરલ એસપી બન્યા

રાજયના ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં ૬૬ એસપી કક્ષાના પોલીસ અધિકારીઓની કરેલા બદલીના હુકમમાં રાજકોટ જિલ્લા પોલીસ વડા અંતરિપ સૂદની અમદાવાદ એટીએસમાં બદલી થતા તેમની જગ્યાએ રાજકોટના ડીસીપી બલરામ મીણાની નિમણુંક કરવામાં આવતા તેઓએ આજે રાજકોટ રૂરલ એસપીનો ચાર્જ સંભાળી લીધો છે.

રાજકોટમાં ડીસીપી તરીકે ફરજ બજાવતા બલરામ મીણાની રાજકોટ રૂરલ એસપી તરીકે બદલી થતાં તેઓએ રાજકોટ જિલ્લાના ૩૨માં એસપી તરીકે ચાર્જ સંભાળ્યો છે. એસપી અંતરિપ સૂદ અમદાવાદ એટીએસ નિમણુંક અપાતા તેઓ આજે છુટા થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.