Abtak Media Google News

એ મેરી જોહરા જબીન…

ચરિત્ર અભિનેતા પરીક્ષીત સહાનીના પિતા અને દો બીઘા જમીન, હકિકત, કાબુલીવાલા, ગર્મ હવા, વકત, દો રાસ્તે, કઠપુતલી અને ભાભી કી ચુડીયા જેવી અનેક ફિલ્મોના અભિનેતા તરીકે શ્રેષ્ઠ અભિનય કર્યા. તેમનાં પર ફિલ્માંકન થયેલ ‘બાબુલ કી દુવાએ લેતી જા, તુજ કો સુખી સંસાર મિલે’ આજે પણ લોકહૃદયમાં છે

હિન્દી ફિલ્મ જગતનાં ચરિત્ર અભિનેતા બલરાજ સહાનીનું નામ આજે પણ લોકહૃદયમાં વસેલું છે. આ માસમાં તેની ૧૦૮મી જન્મજયંતી ચાલી ગઈ. તેમનો જન્મ ૧લી મે ૧૯૧૩ રાવલપિંડી-પાકિસ્તાનમાં થયો હતો. તેમનું અવસાન ૧૩મી એપ્રિલ ૧૯૭૩ મુંબઈ ખાતે થયું હતું. પંજાબ યુનિ.માં અભ્યાસ બાદ તેઓ મુંબઈ આવ્યા. પહેલા તેનું નામ યુધિષ્ઠિર સહાની હતું જે બાદમાં બલરાજ સહાની તરીકે મશહુર થયા.

બલરાજ સહાનીની પ્રારંભની ફિલ્મોમાં ધરતી કે લાલ (૧૯૪૬), દો બીઘા જમીન (૧૯૫૩), છોટી બહન (૧૯૫૯), કાબુલીવાલા (૧૯૬૧) અને ગર્મ હવા (૧૯૭૩) સાથે વકત ફિલ્મમાં ‘ઓ મેરી જોહરા જબી’ ગીત આજે પણ લોક હૈયે વસેલ છે. લેખક અને અભિનેતા બલરાજ સહાની ફિલ્મ કારકિર્દી ૧૯૪૬ થી ૧૯૭૩ વચ્ચે રહી હતી. પ્રસિઘ્ધ હિન્દી લેખક, નાટયકાર અભિનેતા ભિષ્મ સહાનીના ભાઈ હતા. બલરાજ સહાનીને એક પુત્ર પરિક્ષિત સહાની જેણે થોડી હિન્દી ફિલ્મો અને ટીવી સિરિયલમાં કામ કર્યું હતું. ભારત સરકારે ૨૦૧૩માં તેમની ટપાલ ટીકીટ પણ બહાર પાડી હતી.

બલરાજ સહાનીની શરૂઆત ઈન્ડિયન પીપલ-થિયેટર એસોસીયન (આઈપીટીએ)ના નાટકોથી થઈ હતી. તેમની પત્ની દમયંતી પણ નાટકોમાં રોલ કરતી હતી. તેણે ઈન્સાફ (૧૯૪૬)થી મુંબઈમાં ફિલ્મ કારકિર્દી શરૂ કરીને ૧૯૫૩માં બિમલરોયની ફિલ્મ ‘દો બીઘા જમીન’થી તેની અભિનય શકિત વખણાય અને અભિનેતા તરીકેનો સિતારો ચમકી ગયો. આ ફિલ્મે કાન ફિલ્મ ફેસ્ટીવલમાં આંતરરાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો હતો. બાદમાં ટૈગોર દ્વારા લખાયેલી કલાસિક ફિલ્મ કાબુલીવાલાથી તેનાં અભિનયની ચર્ચા વિશ્ર્વભરમાં ફેલાઈ હતી તેની પત્ની દમયંતી જે ૧૯૪૭ની ફિલ્મ ગુડીયાની હિરોઈન હતી.

તેણે પદમીની, નૂતન, મિનાકુમારી, વૈજયંતી માલા, નરગીસ જેવી વિવિધ અભિનેત્રી સાથે કામ કર્યું હતું. બલરાજ સહાનીની ફિલ્મ સીમા (૧૯૫૫), સોને કી ચિડિયા (૧૯૫૮), સટ્ટા બજાર (૧૯૫૯), ભાભી કી ચુડીયા (૧૯૬૧), કઠપુતળી (૧૯૫૭), લાજવંતી (૧૯૫૮) સાથે ઘર સંસારે, નિલકમલ, ઘર ઘર કી કહાની, દોસ્તી, વકત, એક ફુલ દો માલી જેવી ફિલ્મોમાં ચરિત્ર અભિનેતાનો રોલ કર્યો હતો.

તેમની ફિલ્મ વકત (૧૯૬૫)ના પ્રસિઘ્ધ ગીત ‘એ મેરી જોહરા જબીન’ આજની પેઢી યાદ કરે છે. તેમની ફિલ્મ ગર્મ હવામાં તેનો અભિનય પ્રારંભમાં નોકરી પણ કરી હતી. તેણે એક વર્ષ માટે મહાત્મા ગાંધી સાથે પણ કામ કરેલ હતું. તેના જ આશિર્વાદથી  બીબીસી લંડનમાં હિન્દી સેવામાં રેડિયો એનાઉન્સર તરીકે ઈંગ્લેન્ડ ગયા હતા પણ ૧૯૪૩માં ભારત પાછા આવીને ફિલ્મમાં કેરીયર બનાવવા વ્યસ્ત થઈ ગયા હતા. તેણે પંજાબી ફિલ્મોમાં પણ કામ કરેલ હતું.

તેમના અવસાન પહેલાના બે-ત્રણ વર્ષોમાં ચરિત્ર અભિનેતા તરીકે મેરે હમ સફર, હોલી આઈ રે, ધરતી, પરાયા ધન, જવા મહોબ્ત, જવાની દિવાની, જંગલ મે મંગલ, હિન્દુસ્તાની કસમ, હસ્તે જખ્મ, સમાનત જેવી ફિલ્મોમાં યાદગાર અભિનય કર્યો હતો. તેમની છેલ્લી ફિલ્મ ગર્મ હવા રીલીઝ થયા પહેલા જ તેમનું અવસાન થતાં તે તેના જીવનની અંતિમને યાદગાર ફિલ્મ બની. આ ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. તેમની ૧૯૫૭માં આવેલી ફિલ્મ ભાભી આજે પણ લોકો યાદ કરે છે. આ ફિલ્મનું ગીત ચલ ઉડજારે પંખી આજે પણ જુના ગીતોના ચાહકોનું ફેવરીટ ગીત છે.

બલરાજ સહાની પોતાના શ્રેષ્ઠ અભિનયથી પર્દા ઉપરના પાત્રને જીવંતને દર્શકોની ભાવના સાથે જોડી દેનાર અભિનેતા હતા. તે ભારતીય હિન્દી ફિલ્મ જગતનાં ક્રાંતિકારી અભિનેતા હતા. તેણે એક બુક પણ લખી હતી ‘મેરા પાકિસ્તાની સફરનામા’ તેમનાં નામથી દર વર્ષે કલાકારને એવોર્ડ આપવાની શરૂઆત ૧લી મે ૨૦૦૯ શરૂ કરાય હતી. તેમણે લેખક તરીકે ૬ બુક પ્રસિઘ્ધ કરી હતી. જે બધી પંજાબી ભાષામાં પ્રગટ થઈ હતી. ૧૯૪૬ થી ૧૯૭૩ સુધી દર વર્ષે ત્રણ ચાર ફિલ્મો બલરાજ સહાનીની આવતી જેને આજે પણ લોકો યાદ કરે છે. તે પ્રકૃતિ પ્રેમી હતા. ખુબ જ સારા તરવૈયા હતા. જુહું દરિયા કિનારે જ રહેતા બલરાજ સહાની દરિયામાં ન્હાવા જતા. તે ઈંગ્લેન્ડ તેમના સાથે ભણતા અને નિર્માતા ચેતન આનંદનાં કહેવાથી મુંબઈ આવી ગયા હતા અને તેની જ પ્રથમ ફિલ્મ ૧૯૪૬માં નયાનગરથી ફિલ્મ કેરીયર શરૂ કરી હતી પણ હમ લોગ (૧૯૫૧)ની સફળતા અપાવવા માટે પાંચ વર્ષ લાગી ગયા હતા. તેમણે પોતાનું જુહું આર્ટ થિયેટર નામથી ગ્રુપ બનાવ્યું હતું અને તે નાટકોમાં સક્રિયતાથી ભાગ લેતા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.