Abtak Media Google News

૧૦ બસમાં ૫૦૦થી વધુ જાનૈયા જોડાયા

બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખોડલધામ ખાતે કારતક સુદ અગીયારસના દિવસે તુલસી વિવાહનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે જાન સવારે મીલપરા ખાતે આવેલ બોલબાલા મંદિર ખાતેથી રવાના થઈ હતી. જેમાં ૧૦ જેટલી બસોમાં ૫૦૦થી વધુ વરિષ્ઠ નાગરીકો જાનૈયા તરીકે જોડાયા હતા.

આ તુલસી વિવાહમાં ભગવાન શ્રી કૃષ્ણ પક્ષે બોલબાલા સંસ્થાના ટ્રસ્ટી જયેશ ઉપાધ્યાય તથા ‚ક્ષ્મણીપક્ષે રેશ્માબેન સોલંકીએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

તુલસી વિવાહ જેવા ભવ્ય કાર્યક્રમ પ્રસંગે ખોડલધામના મહાનુભાવો સર્વ જાણીતા ઉદ્યોગપતિ નરેશભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહ્યાં હતા અને બોલબાલા સંસ્થાના આ આયોજન બદલ અભિનંદન આપી અને તેઓ તરફથી માંડવીયા તેમજ જાનૈયા માટે ભોજનની વ્યવસ્થા માટે રમેશભાઈ ટીલાળાએ સહયોગ આપ્યો હતો. લગ્નવીધી દરમિયાન આચાર્યપદે બિરાજી વિપુલભાઈ મહારાજે સંપૂર્ણ લગ્નવીધી કરાવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા જયેશ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ સંસ્થાના કર્મચારી ભાઈ-બહેનોએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.