સંતુલીત પ્રોટીન તમારા સ્નાયુને મજબૂત બનાવી શકે છે

સંતુલીત પ્રોટીન તમારા સ્નાયુને મજબૂત બનાવી શકે છે. અને મોટી ઉંમરમાં સ્નાયુને નબળા પડતા અટકાવી શકે છે.

બર્મિગહામ યુનિવર્સિટીના સંશોધકોએ જણાવ્યું છે કે નાસ્તા કે બપોનાં ભોજનમાં સંતુલીત માત્રામાં પ્રોટીન લેવામાં આવે તો ઉંમર વધતા સ્નાયુની આવતી નબળાઈને રોકી શકાય છે.

આ સંશોધનમાં એવું પણ જણાવાયું છે કે વધારે પ્રમાણમાં પ્રોટીન લેવાથી શરીરના સ્નાયુ મજબૂત રાખી શકાતા નથી પણ સંતુલીત માત્રામાં પ્રોટીન લેવામા આવે તો સ્નાયુને મજબૂત રાખી શકાય છે. અને ઉંમર વધતા સ્નાયુ નબળા પડતા અટકાવી શકાય છે. બર્મિંગહામ યુનિવર્સિટીના રમત ગમત કસરત અને પુનર્વસન યુવાનો, મધ્યમવયનાને વૃધ્ધ લોકોને ખાવાની ટેવ, રહેણીકરણી, ખોરાકની માત્રા સાથે લેવામાં આવતા પ્રોટીનની માત્રાને ધ્યાનમાં લેવામાં આવી હતી તેના આધારે આ તારણો કાઢવામાં આવ્યા હતા.

આ ત્રણેય કેટેગરીના લોકોમાં મોટાભાગના લોકો પોતાના રોજીંદા ખોરાકમં પ્રોટીન લેવાની જરૂરી રાષ્ટ્રીય માત્રા જેટલું અથવા વધારે પ્રમાણમાં પ્રોટીન લેતા હોવાનું જણાવ્યું હતુ.

પ્રોટીન વધારે માત્રામાં લેવામાં આવે તો તેનાથી લીવર,કીડની વગેરેને નુકશાન થયું છે અને કયારેક ગંભીર બિમારી પણ સર્જી શકે છે.

Loading...