Abtak Media Google News

નિત્ય લીલામાં બિરાજતા બાવાશ્રી વ્રજભૂષણલાલજી મહારાજના પ્રાગટય શતાબ્દી વર્ષના પ્રારંભે રાજકોટમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન: આખરી દિવસે ભવ્ય સમુહ લગ્નોત્સવ યોજાશે

નિત્ય લીલામાં બિરાજતા જામનગરની મોટી હવેલીના બાવાશ્રી વ્રજભૂષણલાલજી મહારાજના પ્રાગટય શતાબ્દી વર્ષના પ્રારંભના ઉપલક્ષ્યમાં સૌરાષ્ટ્રભરમાં વિવિધા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે રાજકોટમાં ત્રિદિવસીય પુષ્ટિ પુરૂષોતમ શ્રી બાલકૃષ્ણ પ્રભુની શ્રી ભાગવતોકત બાળલીલા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત દરરોજ રાત્રે રાસ કીર્તન, પુષ્ટીશ્રુંગાર, વધાઈ કીર્તન અને વૈષ્ણવોના સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલથી મુંબઈના શાસ્ત્રીજી તુલસીદાસના પ્રવક્તાપદે આ કથાનો શુભારંભ થયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં વૈષ્ણવજનો ઉમટી પડયા હતા.

Vlcsnap 2019 01 31 11H05M26S269

આ ઉત્સવના ભાગરૂપે સવારે અષ્ટાક્ષર મહામંત્રનું અનુષ્ઠાન કરવામાં આવ્યું હત જયારે બપોર બાદ તુલદીદાસ શાસ્ત્રીના વ્યાસને બાળલીલા કથાનો પ્રારંભ થયો હતો. જેમાં શ્રીમદ ભાગવતના દશમ સ્કંધ આધારીત બાળલીલાને સંગીતમય શૈલીમાં વર્ણવી હતી. જેમાં મહાપ્રભુજીએ ભાગવતના આ સ્કંધને સમાધી ભાષા કહ્યાનું તથશ શ્રી ભાગવતનો સાત પ્રકારથી અર્થ કર્યાનું જણાવ્યું હતુ પુષ્ટીમાર્ગ ભાવ ભાવનાનો માર્ગ છે અને કિર્તનને વોદ સમાન માનવામાં આવે છે. બાળલીલાના પાઠથી પ્રભુ પ્રસન્ન થાય છે. અને પ્રભુની અસલિત થાય છે. શ્રી કૃષ્ણનું વ્યસન થઈ જશે તેમ શાસ્ત્રીએ જણાવ્યું હતુ.

મહાપ્રભુએ વ્રજમા જે પ્રભુનું પ્રાગટય થયું છે તે વ્રજાધિપતિની સેવા કરવાની આજ્ઞા કરી છે. ભાગવત ભકતને દુ:ખ થાય જયારે પ્રભુ પ્રગટે છે. તેમ જણાવીને શાસ્ત્રીએ આજની કથાગાનમાં જન્મ પ્રકરણમાં શ્રી ઠાકુરજીના જન્મની મંગલ વધાઈ ગાઈ હતી કથાના સમાપન બાદ અધ્યક્ષ સ્થાને બિરાજેલા વલ્લભરાયજી મહારાજે ઉપસ્થિત વૈષ્ણવોને આર્શીવચન પાઠવ્યા હતા. આ કાર્યક્રમના ભાગરૂપે રાત્રે રાસ કીર્તનનું આયોજન કરવામાં આવ્યુંહતુ જેમાં મોટી સંખ્યામાં ભાગ લઈને શ્રીજીની નિશ્રામાં રાસકીર્તન કરીને રસબોળ થયા હતા.

ભગવાન શ્રી કૃષ્ણે પ્રારંભ કરેલી રાસલીલા પુષ્ટિ સંપ્રદાયનો અભિન્ન અંગ: વલ્લભરાયજી મહારાજ

Vlcsnap 2019 01 31 09H34M09S731

બાવા વલ્લભરાયજી મહોદયે ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે શ્રીનાથજી બાવાની કૃપાથી છેલ્લા ત્રણ વર્ષથી વ્રજભુષણલાલજી મહારાજની પ્રાગટય ઉત્સવ રાજકોટ ખાતે મનાવાય રહ્યો છે. ખાસ કરીને ઉત્સવની વિશેષતો છે કે આઉત્સવમાં ધાર્મિક આયોજનો થાય છે.તેની સાથોસાથ સમાજનો ઉત્કર્ષને લગતા કાર્યો વિશેષ રૂપમાં કાર્યકમો યોજાય છે.વધુમાં ઉમેર્યું કે રાજકોટ ખાતે પ્રથમ વખત વૈષ્ણવ સમાજના સમૂહ લગ્નનું આયોજન ૧લી ફેબ્રુ.ના રોજ કરાયું છે. સાથોસાથ ભાગવતમાં ભગવાન કૃષ્ણની બાળલીલા પર કથાનું આયોજન પણ કરાયું છે.

વિશેષમાં પુષ્ટીરાસનું મહત્વ જણાવતા કહ્યું કે મહારાજે કહ્યું હતુ કે સર્વ પ્રથમ કોઈ દેવી દેવતાનાં ચરીત્રમાં રાસનો ઉલ્લેખ થયેલ નથી.ભગવાન કૃષ્ણ તેમના પરિવાર સમાન ભકતોએ વ્રજભુમીમાં ચંદ્રસરોવરા પર રાસ કર્યો હતો. ભકતજનો એકત્રીત થઈ રાસ રમે ત્યારે તે પરિક્રમા થઈ જાય છે. તેથી જ રાસનું આયોજન કરવામાં આવ્યુંતુ આ પરિક્રમાનું ખૂબજ મોટુ પૂણ્ય હોય છે. તેથી રાસ પુષ્ટી યોજાય છે.

આ પ્રકારનાં કાર્યક્રમનો હેતુ ધર્મનો પ્રચાર અને યુવા વર્ગને ધર્મ પ્રત્યે જાગૃત કરવાનો છે.

રાજકોટની ભૂમિ પર મહોત્સવ યોજાઇ રહ્યો છે તે ગૌરવ સમાન: વ્રજદાસ લાઠીયા

 

આ કાર્યક્રમના પ્રવકતા  વ્રજદાસ લાઠીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે રાજકોટની ભૂમી પર વ્રજભુષણલાલજી નો શતાબ્દી પ્રવેશ ત્રિદિવસીય મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. આ કાર્યક્રમનો વલ્લભરાયજી મહારાજમાં સાનિઘ્યમાં યોજાયો છે. વ્રજભુષણલાલજી પુષ્ટી માર્થીય સમીતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરી રહી છે. ત્રિદિવસીય કાર્યક્રમમાં પ્રથમ બે દિવસે પ્રભુશ્રી બાલકૃષ્ણ ની બાળલીલાનું જ્ઞાન મુંબઇના શાસ્ત્રીશ્રી તુલસીદાસજી કરાવશે.

કાર્યક્રમ યોજવાનો હેતુ એ છે કે તમામ વૈષ્ણવનું જોડાણ થાય તે માટેનો છે આ ઉપરાંત ૫૬ દિકરીઓનું સમુહલગ્નોત્સવ પણ યોજવામાં આવ્યો છે.

ધાર્મિક ઉપરાંત સમુહલગ્નોત્સવ જેવા સામાજીક કાર્યો કરીને સમાજને ઉપયોગી થવાની ભાવના: મનસુખભાઇ સાવલીયા

Vlcsnap 2019 01 31 09H35M26S991

પુષ્ટી માર્ગીય સમીતીના પ્રમુખ મનસુખભાઇ સાવલીયા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે બાવાશ્રી વ્રજપુષણ લાલજીના શતાબ્દી પ્રવેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં અઘ્યક્ષ સ્થાને જામનગરના વલ્લભબાવાની  ખાસ ઉપસ્થિત રહ્યા આ સમગ્ર કાર્યક્રમમાં ૫૬ દિકરીઓના સમુહલગ્નનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ સંપ્રદાય જોડાયા હતા. અને કથાશ્રણનો પણ લ્હાવો લીધો હતો. વધુને વધુ વૈષ્ણવો લાભ લે અને ધર્મનો પ્રચાર થાય તે હેતુથી સમગ્ર આયોજન થયેલ છે. રાજકોટ ખાતે યોજાયેલ પ્રોગ્રામમાં સમગ્ર ગુજરાતના વૈષ્ણવોએ ભાગ લીધો હતો.

હાલારી રાસ પુષ્ટિ સંપ્રદાયની આગવી ઓળખ સમાન: નરેશભાઇ નારીયા

Vlcsnap 2019 01 31 09H33M35S567

રાત્રીના સમયે યોજાયેલ પુષ્ટી રાસમાં ગાયક કલાકાર નરેશભાઇ નારિયાએ જણાવ્યું કે શ્રી વ્રજભુષણલાલજી મહારાજના પ્રાગટય ઉત્સવ નીમીતે ભાગવતોકત બાળલીલા કથા શ્રવણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પહેલા દિવસે રાત્રે હાલારી રાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઇઓ તથા બહેનો જોડાણ  હતા. અને ભકિતભાવથી રાસને  માળ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.