નૂતન નંદાલય વલ્લભાશ્રય હવેલી ખાતે બાલકૃષ્ણ પ્રભુનો કાલથી દિવ્ય પાટોત્સવ

65

વૈષ્ણવાચાર્ય પૂ.પા. ગો. અભિષેક કુમારજી મહારાજશ્રીના પાવન સાનિઘ્યમાં કાલથી છ દિવસ પ્રભુના વિવિધ મનોરથો અને મનોરંજક કાર્યક્રમોની

વણઝાર: ‘નિત્ય લીલા’  કથાનું રસપાન કરાવશે પૂ.પા. ગો. શ્રી અભિષેક કુમારજી મહારાજશ્રી: વિરાટ પંડાલમાં તૈયારીઓને આખરી ઓપ

શ્રીમદ્દ વલ્લભાચાર્ય મહાપ્રભુજી પ્રવર્તીત પુષ્ટિ સંપ્રદાયમાં રાગ-ભોગ અને શ્રૃંગાર સાથેની ત્રિવિત સેવા પ્રણાલી અને ભકિત દ્વારા શ્રીકૃષ્ણની પ્રાપ્તિનો માર્ગ એમણે બતાવ્યો છે. એમના અનુગામી અને દ્વિતીય આયાર્ય રત્ન વિઠ્ઠલનાથી (શ્રી ગુંસાઇજી) અને એમના સાત વંશોજોની વિવિધ સાત ગાદીઓના માઘ્યમથી શ્રી મહાપ્રભુજીના પ્રાગટયના લગભગ આજે પપ૦ વર્ષોમાં કરોડો બ્રહ્મસંબંધી વૈષ્ણવ ભકતો શ્રી કૃષ્ણની સેવા-ભકિત – સ્મરણ દ્વારા કૃતાર્થ થઇ પ્રભુપદની પ્રાપ્તિ કરી શકયા છે.

ગુંસાઇજીના ૬ઠ્ઠા પુત્ર આદ્યઆચાર્ય ગો. યદુનાથજી મહારાજની વંશ પરંપરામાં લગભગ ૧૦મી પેઢીમાં મહાપ્રતાપી આચાર્ય પૂ.પા.ગો. રમણલાલજી મહારાજ (પૂ.જેજે) મથુરા-કાલોલ થયા. એ જ પરંપરામાં ગો. ઘનશ્યામલાલજી મહારાજ પૂ. ગો. દ્વારકેશલાલજી મહારાજ પોરબંદર સૌરાષ્ટ્રમાં આવીને વસ્યા. એ જ ષષ્ઠમગૃહના પૂ.પા. માધવરાયજી મહારાજના દ્વિતીય આત્મજ નિ.લી.પૂ.ગો.ક્ધહૈયાલાલજી મહારાજે આજથી ર૦ વર્ષે પૂર્વે ધર્મનગરી રાજકોટને પાવન અને પોષીત કરવા, અહિં નિવાસ કરવા, નિશ્ર્ચય કરી ભકિત, કલા, સાહિત્ય અને સ્થાપ્તયની બેનમુન કૃતિ સમી શ્રી કૃષ્ણાશ્રય હવેલીનું રોયલ પાર્ક, યુનિવર્સિટી રોડ ખાતે નિર્માણ કરી દોઢ દાયકા સુધી આપના બે આચાર્ય પૂત્રો પૂ.ગો. અભિષેકકુમારજી અને પૂ.ગો. અક્ષયકુમારજી સહિતના પરિવાર સાથે વૈષ્ણવોમાં ભકિત-સંગીત અને સેવા પ્રણાલીના પ્રચાર પ્રસારના ધનીષ્ઠ કાર્ય સાથે આપની સરળતા અને સાલસતાના ફલ સ્વરુપે વૈષ્ણવ શ્રેષ્ઠિના હ્રદયમાં પોતાનું આગવું સ્થાન અને આદર સ્થાપિત કર્યા.

રાજકોટમાં નિવાસ દરમ્યાન પોતાના સ્વસેવ્ય બાલકૃષ્ણલાલજી (ગુંસાઇજીના નિધી) સ્વરુપને એક દિવ્ય, અલંકૃત અને બેનમૂન નંદાલય હવેલીમાં પધારાવી, વિશેષ લાડ લડાવવા એક સ્વપ્ન જોઇ, મનમાં હવેલી નિર્માણનું સંકલ્પન કરતાં સંયોગવશ આપ નિત્યધામ માં પધાર્યા. હવે આગામી તા.૧ર નવેમ્બરનો જે હવેલીમાં પ્રારંભ સાથે પ્રભુના પાટોત્સવ ઉજવાઇ રહ્યો છે તે નુતનનંદાલય શ્રી વલ્લભાશ્રય હવેલી એટલે પૂ.ગો. અભિષેકકુમારજીએ પિતૃચરણના સેવેલા મનોરથને પૂર્ણ કરવા એમના સ્વપ્નને સદ્રશ એવી કલાત્મક હવેલીના નિર્માણ માટે લગભગ ૩ વર્ષ પૂર્વે બીડું ઝડપયું.

રાજકોટના રાજ માર્ગ  સમા ૧પ૦ ફુટ રીંગ રોડ, શીતલ પાર્ક સર્કલ પાસે પારીજાત પાર્ટી પ્લોટની પાછળ એક વિશાળ ભૂમિ અજીત કરી કલાત્મક હવેલી નિર્માણની દિશામાં કાર્યમંડાણ સાથે વિવિધ કલાઘરો, સ્થાપ્તયકારો, આર્કિટેકટ વિગેરેનો સઘન સંપર્ક કરી સ્વયં પોતાના સ્વપ્ન અનુસાર એક એવી હવેલી જેમાં પુષ્ટિ સંપ્રદાયની પ્રાચીન નંદાલયની ભાવનાની સાથો સાથ ભારતની ૪ દિશાના વિવિધ પ્રાંતો, દક્ષિણ ભારત, ઉત્તર ભારત, રાજસ્થાનની મારવાડ અને મેવાડ તેમજ ગુજરાતની પાટણ મંદીર સ્થાપ્તય શૈલીના સમન્વય સાથે એક અદભુત અને અદ્રિતીય હવેલીનું ડીઝાઇન કરવા નિષ્ણાંતોને પ્રેરિત કર્યા. શ્રી વલ્લભભાશ્રય હવેલી  (નુતન નંદાલય) માં રાજકોટની વૈષ્ણવ સૃષ્ટિના આનંદની હેલીરુપે આગામી તા.૧ર નવેમ્બરને મંગળવારની સુપ્રભાતે શ્રી ગુંસાઇજીના સેવ્યનિધિ લગભગ ૫૦૦ વર્ષ પ્રાચીન એવા દિવ્ય સ્વરુપ બાલકૃષ્ણલાલજી યુગલ સ્વરુપ નો પાટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. સૌરાષ્ટ્ર સહિત દેશભરમાંથી પધારતા અનેકો  વલ્લભ આચાર્યે અની વિદ્વાદ મહાનુભાવોના સાન્નિઘ્ય અને ઉ૫સ્થિતિમાં આયોજીત આ પાટોત્સવ મહોત્સવમાં તા.૧ર નવેમ્બર મંગળવાથી તા. ૧૭ નવેમ્બરને રવિવારે સુધી સળંગ છ દિવસના અનેક વિધ ધાર્મિક, સામાજીક અને મનોરંજક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પાટોત્સવને સમાંતર વલ્લભાશ્રય હવેલીની બાજુમાં આવેલા વિશાળ પ્રાંગણમાં એક વિરાટ પંડાલ (ડોમ)માં હરિરાય મહાપ્રભુજી વિરચીત નિત્યલીલા કથાચરિત્રનું રસપાન પણ ષષ્ઠમગુહ યુવા વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો. અભિષેકકુમારજી મહારાજ સ્વયં તા.૧ર થી ૧૭ નવેમ્બર સાંજે ૩.૩૦ થી ૬.૩૦ દરમ્યાન વૈષ્ણવોને સંગીતમય ભાવવાહી શૈલીમાં સ્વમુખે કરાવશે.

પાટોત્સવને અંતર્ગત નુતન હવેલીમાં બાલકૃષ્ણ પ્રભુ અને ગોવર્ધનધરણ પ્રભુને રોજેરોજ વિવિધ મજોરથ દર્શનનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. એ અનુસાર તા.૧રને પાટોત્સવની વહેલી સવારે ના બન્ને સ્વરુપની શોભાયાત્રા સવારે ૭ વાગ્યે કૃષ્ણાશ્રયથી નૂતન હવેલી વલ્લભાશ્રય સુધી વાજતે ગાજતે પધારશે. જયાં ઠાકોરજીને પલના દર્શન, બપોરેે રાજભોગમાં તિલક દર્શન સાંજે ૭ વાગ્યે જદોશીના બંગલામાં રાજદરબારનું દર્શન રાત્રે વધાઇ ર્કિતન અને હાલારી રાસનો લ્હાવો પ્રાપ્ત થશે.

તા. ૧૩ ને બુધવારે સાંજે ૪.૩૦ વાગ્યાથી બાલકૃષ્ણ પ્રભુ અને ગોવર્ધનધરણ પ્રભુને છપ્પન ભોગ મનોરથનું દિવ્ય દર્શન પ્રાપ્ત થશે. તા.૧૪ ને ગુરુવારે સવારે ગીરીરાજ પૂજન તથા માનવસેવાના ભાગસ્વરુપે સર્વરોય નિદાન કેમ્પનું આયોજન સવારે ૧૦ વાગ્યાથી રહેશે. તા.૧૪મી બપોરે ૩.૩૦ થી ૬.૩૦ દરમ્યાન નૂતન હવેલીની બાજુમાં પ્રાંગણમાં શ્રી વ્રજધામ પંડાલમાં હરિરાય મહાપ્રભુજી વિરચીત નિત્ય લીલા કથાનું રસપાન, રાજકોટ શહેરની વૈષ્ણવ સૃષ્ટિ માટે સર્વ પ્રથમવાર હવેલી સ્વપ્નદ્રષ્ટા પૂ.પા.ગો. અભિષેકકુમારજી મહારાજના સ્વમુખે શ્રવણ કરવાનો અવસર, જે રોજે રોજ ચાર દિવસ બપોરે ૩.૩૦ થી ૬.૩૦ દરમ્યાન રહેશે સાંજે ૭.૩૦ પ્રભુને લાલ ઘટામાં મનોરથ દર્શન તા. ૧પમીને શુક્રવારે સવારે એકયુપ્રેસર કેમ્પ, બપોરે ૩.૩૦ થી કથામૃત રસપાન અને સાંજે ૭.૩૦ શ્રી ઠાકોરજીનો અમીરધારા મનોરથ દર્શન તા.૧૬મી ને શનિવારની બપોરે ૩.૩૦ થી ૬.૩૦ નિત્યલીલા કથામૃત અને સાંજે પ્રભુને દિપદાન મનોરથનું દર્શન તા.૧૭મી રવિવારે સવારે ૧૦ વાગ્યે પ્રભુને પલના દર્શન, બપોરે નિત્યલીલા કથામૃત, સાંજે ૭.૩૦ શ્રીજીને ગિરિકંદ્રામાં છાકનો મનોરજ અને રાત્રે હાસ્ય હોજ હસાયરા સાથે રાત્રિના મહોત્સવનું સમાપન, ઉપરાંત રોજેરોજ પૂ.પા. આચાર્યો ના દિવ્ય વચનામૃતોનું શ્રવણ કરવાનો અલભ્ય અવસર પ્રાપ્ત થશે.

વલ્લભાશ્રય હવેલી ના પ્રારંભ સાથે બાલકૃષ્ણ પ્રભુના નૂતન નંદાલયમાં પાટોત્સવ મહોત્સવનો આ છ દિવસીય ઉપક્રમ માટે ષષ્ટમગૃહના યુવા આચાર્ય અને મંદીર નિર્માણના દ્રષ્ટા અને શિલ્પી એવા યુવા આચાર્ય બેલડી પૂ.ગો. અભિષેકકુમારજી મહારાજ અને લધુબંધુ પૂ.પો. અક્ષયકુમારજી મહારાજ અને ગો. દ્વારકેશલાલજી મહોદય અને ગો. રમણેશકુમારજી મહોદય ના આશિર્વાદ અને આગેવાનીમાં પાટોત્સવ આયોજન સમીતીના વૈષ્ણવ કાર્યકર્તાઓ દિવસ-રાત ઉત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે સાથે સાથે કથા તેમજ પાટોત્સવ પ્રસંગની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

રાજકોટના આંગણે વલ્લભની કૃપાથી સાકાર થતા આ ભવ્ય અપ્રતિમ અને કલાત્મક હવેલીનું દર્શન કરવા બાલકૃષ્ણ પ્રભુ અને ગોવર્ધનધરણ પ્રભુના વિવિધ મનોરથોનું દર્શન સાથે નિત્યલીલા કથાનુ શ્રવણપાન કરી. આ દિવ્ય ઉત્સવનો લ્હાવો પ્રાપ્ત કરવા, સમગ્ર સૌરાષ્ટ્રની વૈષ્ણવસૃષ્ટિને કૃષ્ણાશ્રય હવેલી આચાર્ય ગૃહ તેમજ પાટોત્સવ સમીતી દ્વારા જાહેર નિયંત્રણ કરવામાં આવ્યું છે.

શ્રી વલ્લભાશ્રય હવેલીમાં વિશેષ શું?

પૂ.ગો. અભિષેકકુમાર મહારાજ અને એમના પિતૃચરણ પૂ. નિ.લી.ગો. કનૈયાલાલજી મહારાજન સ્વપ્નનું નંદાલય કે જેમાં પ્રભુના સુખ માટેના બધા જ સાધનો સહિત દિવ્યતા અને અલૌકિકતા સાથેનું આયોજન હોય અને એ પણ એક એવા બેનમૂન સ્થાપ્ત્યથી બનેલું હોય જે એક ધામ બની રહે એવી વલ્લભાશ્રય ર્નતન હવેલી માં વૈષ્ણવોના પુષ્ટિ સંસ્કાર વર્ધન માટે એકેડમી, ભવ્ય સત્સંગ હોલ, પુષ્ટિ સાહિત્યની ઝાંખી કરાવતું પુષ્ઠિ દર્શન ગેલેરી, સંપ્રદાયની વિઝયુઅલ સમજણ કરાવતું મીની થિયેટર, પ્રાચીન અર્વાચીન સાહિત્ય ગ્રંથાલય, સેલ્ફી પોઇન્ટ, બાલ ક્રિડાંગણ અને ભવ્ય દર્શન ચોક, વૈષ્ણવોના મુકામ માટે આવાસ તેમજ ઠાકોરજી પધરાવી શકવાની તમામ વ્યવસ્થા, વલ્ભભાશ્રય આયુર્વેદિક કેન્દ્ર સહીત બેઝમેનટમાં સુવિધા સજજ વિરાટ હોલ વગેરે અનેક સવલતોથી સજજ છે.

સેવા સંસ્કાર અને સંસ્કૃતિનું સંકુલ એટલે શ્રી વલ્લભાશ્રય હવેલી: પુ.પા.ગો. ૧૦૮  શ્રી અભિષેક કુમારજી મહારાજશ્રી

ષષ્ઠગ્રહાચાર્ય પુ.પા.ગો. ૧૦૮ અભિષેકકુમારજી મહારાજ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે રાજકોટના આંગણે આનંદની હેલી છે. કારણ કે નિકુંજ નાયક પુષ્ટી પુ‚ષોતમ પ્રભુ બાલકૃષ્ણ પ્રભુના પરમ અનુગ્રહથી તેમજ નિત્ય લીલાસ્ય પુ.પા.ગો. ૧૦૮ કનૈયાલાલજી મહારાજના શુભ આશિર્વાદથી રાજકોટના આંગણે ખુબ જ સુંદર સ્થાપત્ય કલાની પ્રતિકૃતિ વલ્લભાશ્રય હવેલીનું નિર્માણ કાર્યપુર્ણ થયું છે. અને પાટોત્સવ મહોત્સવનું આયોજન ૧ર નવેમ્બરથી ૧૭ નવેમ્બર સુધી રાજકોટના આંગણે ખુબ જ ધામધુમથી ઉજવામાં આવશે. વ્રજમાં પુષ્ટી પુ‚ષોતમ પ્રભુ લીલા કરે છે. તેજ ભાવનાથી રાજકોટના આંગણે વલ્લભાચાર્ય હવેલી સંકુલ સિઘ્ધ થયું છે. આ નંલાદયમાં પુષ્ટી પુ‚ષોતમ પ્રભુ વિહાર કરે એ હેતુને ઘ્યાનમાં રાખી સ્થાપત્વ કલામાં ખાસ કરીને વ્રજની શૈલી જે ઉત્તર ભારતમાં જોવાં મળે છે એજ શૈલીનું નિર્માણ રાજકોટમાં કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મેવાળ, દક્ષિણ ભારત, એમ આ સંકુલના નિર્માણમાં ૩ વર્ષે નો સમય લાગ્યો. નંદાલય એક સંકુલ છે કે નંદાલય અંદર આવતા જ અદભુત આનંદની અનુભુતિ થાય છે. આ ઉપરાંત તેઓએ રાજકોટ સહીતના તમામ ગુજરાતના વૈષ્ણવોને આહવાન કર્યુ છે. છ દિવસીય પાટોત્સવમાં વિવિધ મનોરથો ૫૬ ભોગ શ્રી હરિરાઇ મહાપ્રભુજી વિચરીત નિત્ય લીલાનું રસપાન કથામૃતનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ નંદાલયનો વિચાર તેવોને પિતૃચરાગના આર્શિવાદથી પુ.પા.ગો. ૧૦૮ રી કનૈયાલાલજી મહારાજશ્રી પાસેથી મળ્યો તેમનું સ્વપ્ન હતું. રાજકોટના આંગણે નંદાલાય બનાવવું તથા બહોળી સંખ્યામાં વૈષ્ણવ સંપ્રદાય લાભ લઇ શકે.

વિવિધ પ્રકારની પાંચ ભારતીય મંદિર પ્રણાલીને જોડી આ નંદાલયનું નિર્માણ: ભુપેન્દ્ર છાંટબાર

ભુપેન્દ્રભાઇ છાંટબારે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે પુષ્ટી સંપ્રદાયના નંદાલયનું રાજકોટ ખાતે નિર્માણ કરવામાં આવ્યું છે. જેના પાટોત્સવ આગામી ૧ર  થી ૧૭ નવેમ્બર સુધી કરવામાં આવ્યો છે. પ્રભુના દર્શન અને પ્રભુની લીલાના દર્શન અને પ્રભુની લીલાના દર્શન કરી શકે તે માટે ખાસ તો હવેલીનું નિર્માણ કરવામાં આવ્યું છે. દરેક વૈષ્ણવના ઘરમાં તો ઠાકોરજી બીરાજે છે. પરંતુ નંદાલયમાં લોકો પધારે અને ખાસ કરીને કલાત્મક રીતે નંદાલય તૈયાર કરવામાં આવ્યું છે. જેથી લોકોને ભારતમાં આવેલું વિવિધ  હવેલીઓ નો ભાષ થઇ શકે આ ઉ૫રાંત છ ઋતુમાં વિભાજીત કરી ઠાકોરજીની સેવા કરવામાં આવશે. કનૈયાલાલજી મહારાજના ર૦ વર્ષ પૂર્વેનું સ્વપ્ન સાકાર થયું છે. આ દિવ્ય પાટોત્સવમાં તમામ વૈષ્ણવોને આહવાન પણ કર્યું હતું. વધુમાં ષષ્ઠગ્રહાચાર્ય પુ.પા.ગો. ૧૦૮ અભિષેકકુમારજી મહારાજ પોતે ફાઇન્ડ આર્ટસ એન.ડી.એફ. સી. ના સ્ટુડન્ટ હોવાના કારણે કલામા પુરી જાણકારી ધરાવે છે. તેવોએ સ્વંયમ વિવિધ પ્રકારની પાંચ ભારતીય મંદિર પ્રણાલીને જોડી આ નંદાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ નંદાલયમાં બાલકૃષ્ણ પ્રભુ યુગલ સ્વરુપ એટલે કે રાધીકાજી સાથે બીરાજશે. એજ રીતે ગોવર્ધનદાસજી પણ પ્રાચીન સ્વરુપે બિરાજશે માટે બિરાજી તિલકોત્સવ સાથે આ મંદીરનો પ્રારંભ થવા જઇ રહ્યો છે.

Loading...