Abtak Media Google News

બજરંગ પુનિયા ટવીટ દ્વારા કર્યું મેડલ દિવંગત પૂર્વ વડાપ્રધાન વાજપેયીને નામે: આપી શ્રદ્ધાંજલી

૧૮માં એશિયન ગેમ્સની શરૂઆત ઈન્ડોનેશિયાના જાકાર્તામાં થઈ ગઈ છે. ભારતીય રેસલર બજરંગ પુનિયાએ ભારતને પહેલો ગોલ્ડ મેડલ આપ્યો છે. બજરંગે ૬૫ કિલોગ્રામની કેટેગરીમાં જાપાનના પહેલવાનને હરાવી સ્વર્ણ પદક પોતાના નામે કરી દીધો.

આ અગાઉ ૧૦ મીટર એયર રાઈફલ મિકસ ઈવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીતીને ખાતુ ખોલ્યું હતું. ભારતને આ કાંસ્ય ચંદ્રક અપૂર્વી ચંદેલા અને રવિકુમારે અપાવ્યો. જોકે ભારતને સૌથી મોટો ઝટકો ત્યારે લાગ્યો કે જયારે સુશીલ કુમારે કવોલીફાઈગ રાઉન્ડમાં જ હારી ગયા. સુશીલ બહેરીનના રેસલર દ્વારા ૩-૫ થી હાર્યા આ અગાઉ ભારતે પહેલા દિવસની ધમાકેદાર શરૂઆત કરતા મહિલા કબડ્ડી મેચમાં જાપાનને ૪૩-૧૨થી જબરદસ્ત હાર આપી.

જોકે આ દિવસ એટલે કે શનિવાર ખરેખર બજરંગનો જ હતો. જે ત્રણ ટુર્નામેન્ટ જીત્યા બાદ ખેલમાં પરત આવ્યા. બરજંગ પુનિયાએ જાપાનના દાઈમિ તાકાતાને હરાવી પહેલો ગોલ્ડ જીત્યો. ભારતના પાંચ ફ્રી સ્ટાઈલ પહેલવાન પહેલા દિવસે ૫૭,૬૫,૭૪,૮૬ અને ૯૭ કિલો વજનના વર્ગમાં ઉતર્યા.

સુશિલ કુમાર ૭૪ કવોલિફિકેશનમાં સંદીપ ૫૭ અને મૌસમ ખત્રી ૯૭ કવાર્ટર ફાઈનલમાં હાર્યા. ૮૬ કિલો વજન વર્ગમાં પવનકુમારે કંબોડિયાના પહેલવાન વૂતિ હેંગને ૮-૦થી હરાવ્યા પરંતુ કવાર્ટર ફાઈનલમાં તેમને ઈરાનના હસન યઝદાન સામે ૦-૧૧ થી પરાજયનો સામનો કરવો પડયો.

ઉલ્લેખનીય છેકે એશિયન ગેમ્સમાં ભારતને પ્રથમ ગોલ્ડ અપાવનાર બજરંગ પુનિયાએ ટવીટ દ્વારા પોતાને મળેલી સિદ્ધિ, ગોલ્ડ દિવંગત પૂર્વ મવડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને સમર્પિત કર્યો છે. તેમણે જણાવ્યું કે, પૂર્વ વડાપ્રધાનને હું મારું મેડલ સમર્પિત કરી શ્રદ્ધાંજલિ આપુ છું. આ ઉપરાંત બાસ્કેટ બોલ, વોલી બોલમાં ભારતીય મહિલા ટીમોને હારનો સામનો કરવો પડયો જયારે હોકી મહિલા ટીમે ઈન્ડોનેશિયાને ૮-૦થી હરાવ્યું અને ભારત તરફથી ગુરજીત કૌરે હેટ્રીક કરી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.