Abtak Media Google News

ભારતીય શટલર સાઈના નેહવાલ શુક્રવારે પારુપલ્લી કશ્યપ સાથે વિવાહના બંધનમાં બંધાય. સાઈનાએ લગ્નની ફોટો ટ્વિટર પર પોસ્ટ કરી.તેમણે લખ્યુ – બેસ્ટ મેચ ઓફ માઈ લાઈફ – જસ્ટ મેરિડ…

પારુપલ્લી કશ્યપપણ બેડમિંટન ખેલાડી છે. સાઈના અને કશ્યપ 10 વર્ષથી રિલેશનશિપમાં હતા. 3 2 વર્ષના કશ્યપે2014માં કૉમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણ પદક જીત્યો હતો. કશ્યપ વર્લ્ડ રૈકિંગમાં 57નંબર પર છે. 20 ખિતાબ પોતાના નામ કરી ચુકેલ વર્લ્ડ નંબર 10 સાઈનાએ ઓલિમ્પિક (2012)માં કાંસ્ય પદક જીત્યો હતો. 

રવિવારે તેમનું રિસેપ્શન થવાનું છે જેમાં બનેએ પર્સનલી આંધ્રપ્રદેશ, ESL નરર્સિહન, કોચ પુલેલા ગોપીચંદ અને બેડમિન્ટન લીગની ટીમને આમંત્રણ પાઠવ્યું છે.જોકે બીજા કયા મહેમાનો શામિલ થવાના છે તેનું લિસ્ટ હજુ સુધી બહાર આવ્યું નથી ઓએ તેના વિશે કંઇ પણ કહ્યું નથી.પરંતુ કહી શકી કે બૅડમિંટન જગતના તમામ ખેલાડીઓ આમાં સામેલ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.