Abtak Media Google News

અત્યાર સુધી શ્રદ્ધા કપૂર રોમેંટિક ફિલ્મોનો ભાગ હતી. પણ હવે તે ટૂંક સમયમાં જ દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકરની ભૂમિકામાં નજર આવનારી છે. ફિલ્મ ‘હસીના’ની શ્રદ્ધા કપૂર વધુ એક બાયોપિકનો ભાગ બનવા જઈ રહી છે. અને તે બેડમિન્ટન પ્લેયર સાયના નહેવાલ ભૂમિકા ભજવશે. એક બાજુ શ્રદ્ધા ફિલ્મ ‘હસીના’ના પ્રમોશનમાં લાગી છે ત્યાં બીજી બાજુ બેડમિન્ટનની તૈયારી પણ કરી રહી છે. આની વચ્ચે શ્રદ્ધા કપૂર ગઈકાલે સાયના નહેવાલના ઘરે તેને મળવા પહોંચી હતી. ડાયરેક્ટર અમોલ ગુત્પ દ્વારા નિર્દેશિત આ ફિલ્મને ટી-સીરીઝ પ્રોડ્યુઝ કરશે. સાયના અને શ્રદ્ધા વચ્ચે  સારી મિત્રતા પણ છે અને આ ફિલ્મ માટે શ્રદ્ધાને બેડમિંટન શિખવામાં ઘણી મદદ પણ મળી રહી છે. શ્રધ્ધાએ કહ્યું કે, સાયના તેમની અત્યાર સુધીની ખૂબજ મુશ્કેલ ભૂમિકાવાળી ફિલ્મ બનનારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.